સુરતમાં કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું : અઠવા વિસ્તારની બિલ્ડીંગમાં કોરોના વિસ્ફોટ

September 25, 2021 5:19 pm

સુરતમાં કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે. સુરતના અઠવા વિસ્તારની બિલ્ડીંગમાં નવ લોકોને કોરોના પોઝીટીવ આવતા સુરત પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.    સુરતમાં અઠવા વિસ્તારના મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર દિવસની અંદર બિલ્ડીંગના વોચમેન સહીત નવ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. એક જ બિલ્ડીંગમાં કોરોના વિસ્ફોટ થતા પાલિકાની ટીમ દોડતી થઇ છે અને એપાર્ટમેન્ટને સીલ […]

7 દાયકામાં પ્રથમવાર એક ગુજરાતી UPSCના ટોપ-10માં, જાણો કાર્તિકની સફળતાની કહાની

September 25, 2021 5:03 pm

સફળતા જીંદીગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી 7 દાયકાઓ બાદ પ્રથમવાર એક ગુજરાતીને દેશની સર્વોચ્ચ પરીક્ષામાં ટોપ-10માં જોવાથી કયા ગુજરાતીને ગૌરવ ન થાય? સિવીલ સર્વિસ 2020ના પરિણામોમાં આ વર્ષે ગરવી ગુજરાતને અનોખુ ગૌરવ મળ્યું છે. ડાયમંડ સીટીના સાચા હીરાની ચમક રાજ્યભરમાં પ્રસરી છે. અમે વાત કરી રહ્યા છીએ UPSC AIR-8 કાર્તિક જીવાણીની.   યુનિયન પબ્લીક સર્વિસ […]

ભાદરવામાં ભાવનગરના 4 ડેમ ભરપૂર: સૌરાષ્ટ્ર દ. ગુજરાતમાં પણ મેઘમહેરની વકી

September 25, 2021 4:36 pm

પાછોતરા વરસાદે ભાવનગર જિલ્લામાં જળાશયો છલકાવી દીધા છે. ભાદરવામાં સતત વરસી રહેલા વરસાદથી શેત્રુંજી ડેમ, ખારો ડેમ અને પીંગળી ડેમ બાદ હવે મહુવાનો માલણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ચાલુ ચોમાસામાં જિલ્લાનો ચોથો ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાના તમામ જળાશયોમાં કુલ જીવંત જળસંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટરની સુધી પહોંચી ગયો હતો. જે કુલ […]

વાપીમાં ગમગીની : મોરાઇ તળાવમાં બે બાળકોના ડૂબવાથી મોત

September 25, 2021 3:42 pm

વાપીના મોરાઇ તળાવમાં બે બાળકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવતા પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ગઈકાલે બે બાળકો મોરાઇ તળાવમાં ડૂબી ગયા હતા જયારે ભારે જહેમત બાદ બન્ને બાળકોની લાશ ફાયરની ટીમે આજે બહાર નીકાળી હતી. દક્ષિણ ગુજરાતના અનેક પંથકોમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. ગઈ કાલે એક 9 વર્ષનો અને 10 […]

ગુજરાતમાં ટીબીના કેસમાં ઉછાળો: એક દિવસમાં 1,717 કેસ

September 25, 2021 3:53 pm

ગુજરાતમાં એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડિંગની ચાલી રહીલી કામગીરી હેઠળ 23મી સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં નવા 1,717 ટીબીના દર્દી નોંધાયા હતા. જેથી રાજ્યમાં અત્યાર સુધી ટીબીના કુલ 1.01 લાખ કેસો નોંધાયા છે, જેમાં 87 ટકા દર્દીઓને રોગમુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સામાન્ય દિવસોમાં ગુજરાતમાં રોજના 500થી 600 જેટલા નવા દર્દી નોંધાઈ રહ્યા […]

એકલી રહેતી નિરમાની વિદ્યાર્થીનીઓની પ્રવેશબંધી માટે સોસાયટીએ રાખ્યા બાઉન્સર

September 25, 2021 2:09 pm

આમ પણ એકલી સ્ત્રી કે એકલા પુરુષ માટે ભાડે મકાન લેવું એ મોટી સમસ્યા છે કારણકે મોટાભાગની સોસાયટીઓ કે માલિકો માત્ર કોઈ પરિવાર અથવા પરિણીત દંપતીને ઘર ભાડે આપવાનું પસંદ કરે છે. જોકે, અમદાવાદના વૈષ્ણોદેવી નજીકની રત્ના પેરેડાઇઝ સોસાયટીના રહેવાસીઓએ આવી જ એક બાબતમાં વાતનું વતેસર કરી મૂક્યું હતું. 1 સપ્ટેમ્બરના રોજ સોસાયટીના રહેવાસીઓએ સોસાયટીના […]

જંત્રીનું જંતરમંતર.અધિકારી બેદરકાર અને નાગરિક જવાબદાર. એવું કેવું??

September 25, 2021 11:01 am

મિલકતની ખરીદી અને વેચાણ જેવી મહત્ત્વની બાબતમાં અમદાવાદના નાગરિકોને,  વહીવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલા  અને ટાળી શકાય તેવા મુદ્દાઓના કારણે સાથે તકલીફો ઉઠાવવી પડે  છે. સ્ટેમ્પ ડ્યૂટી અધિકારીઓ અને  મહેસુલ વિભાગ માટે જંત્રીના દરો સુનિશ્ચિત કરવાનું કાર્ય એ  સ્પષ્ટપણે અત્યંત મહત્વનું  અને મૂળભૂત કાર્ય છે, છતાં 10000 થી વધુ સર્વે નંબરોમાં જંત્રી દર નક્કી કરવાનું કાર્ય […]

અધધ..અમદાવાદના થલતેજમાં એક પ્લોટની કિંમત રૂ. 385 કરોડ!

September 25, 2021 9:28 am

પ્રથમ દ્રષ્ટિએ વાત માન્યામાં આવે તેમ નથી પરંતુ એ હકિકત છે. અમદાવાદના થલતેજ સ્થિત એક પ્લોટની કિંમત 385 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. કુલ 12,858 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી આ પ્લોટની જમીન થલતેજ ગામના એક એજ્યુકેશન ટ્રસ્ટ (ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી ટ્રસ્ટ)ની છે. ચેરીટી કમિશ્નરે તેની કિંમત રૂ. 385 કરોડ આંકી હરાજીમાં મૂકી છે. […]

UPSCની પરીક્ષામાં ગુજરાતના 14 ઉમેદવારો ઝળક્યાં, તેમાંથી સ્પીપાના 13 ઉમેદવાર

September 24, 2021 11:31 pm

યુપીએસસીની ફાઈનલ પરીક્ષામાં ગુજરાતમાંથી આ વર્ષે 14 ઉમેદવાર પાસ થયા છે, જેમાં સ્પીપાના 13 ઉમેદવારો સામેલ છે. ગુજરાતમાંથી કાર્તિક જીવાણી આખા દેશમાં આઠમાં ક્રમે આવ્યા છે. તેઓ મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે. દેશમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે જેઓ ગયા વર્ષે 290માં ક્રમે હતા. આ ઉપરાંત વલય વૈદ્ય 116માં ક્રમે છે, જેમનો મુખ્ય વિષય […]

હીરા બજારમાં માત્ર નામની તેજી : હીરાની ચમક સામે રત્નકલાકારોની ચહેરાની ચમક ફિક્કી

September 24, 2021 9:42 pm

કોરોના મહામારી બાદ તમામ ધંધા રોજગાર ધીરે ધીરે થાળે પડી રહ્યા છે ત્યારે મંદીનો માર સહન કરી રહેલા હીરા બજારમાં પણ તેજીના અણસાર જોવા મળી રહ્યા છે. પરંતુ રત્ન કલાકારોનું કહેવું છે કે હીરા બજારમાં આવેલી તેજી માત્ર મોટા વેપારીઓ માટે ફાયદાકારક છે જ્યારે રત્નકલાકારોને હજુ પણ જોઈએ તેટલી મજૂરી મળતી ના હોવાથી રત્નકલાકારોના હાલ […]