ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેરઃ જાણો ક્યારે મળશે સહાય

October 20, 2021 2:55 pm

ચાલુ વર્ષે ગુજરાતના કેટલાક ભાગોમાં સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં 2.82 લાખ ખેડૂતોને મદદ મળે તે માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કેબિનેટની બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને મદદ કરવી જોઈએ એવી […]

સરદાર પટેલ યુનિ.ના રૂ. 37.30 કરોડના હિસાબી ગોટાળાની તપાસ

October 20, 2021 2:55 pm

વલ્લભવિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયેલા રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળાની તપાસ માં તત્કાલિન ઓડિટર, વર્તમાન ચીફ એકાઉન્ટન્ટ-ઓડિટરે કોઈ પણ પુરાવા અને વાઉચર વિના ‘એડજસ્ટમેન્ટ એન્ટ્રી’ પાડી હોવાનું ખુલ્યું છે.આ ત્રણેય અધિકારીઓની આંખ નીચે 1649 હવાલા એન્ટ્રીમાં હિસાબી ગોટાળા કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં રૂપિયા 37.30 કરોડનો હિસાબી ગોટાળો વર્ષ 2014-15ના […]

યાત્રાધામ દ્વારકા મંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય ઉજવણી : રાસોત્સવમાં મન ભરીને ઝૂમ્યા ભક્તો

October 20, 2021 2:48 pm

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જગત મંદિરમાં પૂજારી પરિવાર અને ભક્તો રાસોત્સવમાં મન ભરીને ઝૂમ્યા હતા. આપણા શાસ્ત્રોમાં શરદ પૂનમનું મહત્વ છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શરદોત્સવના કાર્યક્રમ નિમિતે ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના પટાંગણમાં પૂજારી પરિવાર ,સ્થાનિક ભક્તો તથા શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના […]

નડિયાદના મહુધા રોડ પર કાર કન્ટેનર સાથે અથડાઈ : 4 વ્યક્તિઓના મોત

October 20, 2021 6:02 pm

નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પરિવાર આણંદના મલાતજમાં માતાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે કાર પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહીસાગરના સંતરામપુરના રહેવાસી ભોઈ પરિવારના સદસ્યો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન […]

ઉત્તરાખંડમાં કચ્છથી ગયેલા યાત્રીઓ સલામત અને સુરક્ષિત સ્થાને

October 20, 2021 2:12 pm

કચ્છથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ ગયેલા અમુક પરિવારો ભારે વરસાદને પગલે હરિદ્વાર અને ઋષિકેશમાં રોકાયા છે. એક ગ્રુપ યમુનોત્રી યાત્રા સંપન્ન કરીને હરિદ્વાર માર્ગે પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાખંડમાં ગયેલા યાત્રીઓ પૈકી અમુક જણનો ફોન પર સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હવે કોઇ જ જોખમ નથી. યાત્રા અવિરત આગળ વધી રહી છે. […]

મહિલા પેસેન્જર્સને મધરાતે ઉબરના ડ્રાઇવરનો ભયંકર અનુભવઃ ઉબર કંપની પોતાની જવાબદારી ચૂકી, પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાળ પગલાં લીધા

October 20, 2021 2:32 pm

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે અને ગુજરાતના શહેરોમાં મહિલાઓ મોડી રાત સુધી નિર્ભય બનીને છૂટથી હરીફરી શકે છે. પરંતુ સોમવારે રાત્રે અમદાવાદમાં ઉબરના એક ડ્રાઇવરે અમારી મહિલા સ્ટાફર્સ સાથે જે વર્તણૂક કરી તે આઘાતજનક છે. ઉબરના પીધેલા ડ્રાઇવરની હિંસક વર્તણૂક વિશે મહિલા પેસેન્જરની ફરિયાદ છતાં ઉબર યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી, પરંતુ […]

દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ -કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ

October 20, 2021 9:30 am

દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે તેવું કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું. દીનદયાળ પોર્ટ કંડલા- કચ્છ ખાતે રૂ.૨૭૭ કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત  કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કર્યું હતું.                 આ તકે તેમણે વધુ માં જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગતિ […]

3 નવેમ્બરે સવારે 9.02 સુધી જ ધનતેરસ, પછી કાળીચૌદસ, આગલા દિવસે અગિયારસ-બારસ ભેગા

October 20, 2021 9:14 am

તીથિઓની શાસ્ત્રોક્ત ગણતરી પ્રમાણે આ વર્ષે પણ હિન્દુ વર્ષના છેલ્લા મહિના આસોમાં એક તીથિનો ક્ષય હોવાથી, અગિયારસ અને વાઘબારસ એક સાથે મનાવાશે તેમજ ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. તેરસનું મહત્ત્વ સાંજના […]

જાણો ગુજરાતના આ ગામોમાં દારૂનું સેવન કરતા લોકોને કેવી સજા કરવામાં આવે છે

October 20, 2021 8:19 am

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાથી કોઈ દારૂનું સેવન ન કરે તે માટે તેના કાયદાને કડક બનાવ્યા હોવા છતાં, નાટ સમાજ દ્વારા નશામાં રહેલા સમુદાયના સભ્યોને ગામના પાંજરામાં કેદ કરી 1,200 રૂપિયા દંડ પેટે આપવાનો સામાજિક પ્રયોગ ઝડપથી વધતો જાય છે. સાણંદથી 7 કિમી દૂર મોતીપુરા ગામમાં આ પ્રયોગમાં સફળતા મળી હતી, જેથી આ પ્રયોગ અમદાવાદ, સુરેન્દ્રનગર, […]

ગુજરાતે કોવિડથી મોતના આંકડા સૌથી વધુ છુપાવ્યા, રાજસ્થાન બીજા ક્રમેઃ વીમા ક્લેમના રિપોર્ટમાં ધડાકો

October 19, 2021 9:36 pm

એક નવા સંશોધન પ્રમાણે જુલાઈ પછી ગુજરાત અને રાજસ્થાને કોવિડથી થયેલા મૃત્યુના આંકડા સૌથી વધુ છુપાવ્યા છે. “પ્રોજેક્ટઃ જીવન રક્ષા” મુજબ ગુજરાતે 5722 ટકા સુધી ઓછા મોત દર્શાવ્યા છે, જ્યારે રાજસ્થાને 473 ટકા ઓછા આંકડા આપ્યા છે. તેવી જ રીતે ઝારખંડે 464 ટકા અને ઉત્તર પ્રદેશે 228 ટકા સુધી નીચા આંકડા દર્શાવ્યા છે. ભારતમાં આ […]

ઘોઘા- હજીરા રોરો ફેરી સર્વિસ 3 મહિનાના પછી ફરી એક વાર શરૂ

October 19, 2021 9:05 pm

ત્રણ મહિનાના વિરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સમાન ભાવનગરની ઘોઘા રોરો ફેરી ફરી એક વાર શરૂ થઈ છે.. જોકે હજિરાથી પ્રારંભ થનાર આ સર્વિસ ભાવવધારા સાથે શરુ થશે . લોકોનો સમય જરૂર બચશે, પરંતુ આ માટે કિંમત વધુ ચૂકવવી પડશે. ભાવનગરના ઘોઘા બંદરને લાભ આપવા તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાઈ પરિવહન માટે ઘોઘા […]

ગુજરાત સરકાર કૃષિ રાહત પેકેજ જાહેર કરશે, પણ ખેડૂતોની અપેક્ષા પ્રમાણે વળતર મળશે?

October 19, 2021 8:36 pm

આ વખતે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોની મદદ કરવા માટે બુધવારે કૃષિ રાહત પેકેજની જાહેરાત થવાની છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર હેક્ટર દીઠ 13 હજાર રૂપિયાની સહાય કરશે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે તો જ સહાયની ચુકવણી કરવામાં આવશે. કિસાન કોંગ્રેસે પ્રતિ હેક્ટર 35 […]

ખુલ્લી જિપ્સીમાં સિંહદર્શનની મજા માણો : ગીરમાં પર્યટકો માટે હવે વધુ સવલતો

October 19, 2021 4:48 pm

વન્યજીવનના પ્રેમી પ્રવાસીઓને ખાસ આનંદ થાય એવા સમાચારમાં, ગીર અભયારણ્યનું સંચાલન કરતા વન વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને સફારીમાં જતાં તમામ જીપ્સી કારના માલિકોને આદેશ આપ્યો છે કે જીપ્સીમાં આગળ રાખેલી ડ્રાઇવર કેબિન કાઢી નાખીને ચારેય બાજુથી ખુલ્લી કરી દેવામાં આવે. આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં વન્ય પ્રવાસનની જેમ જ પ્રવાસીઓ સિંહ અને અન્ય વન્યજીવોનો […]

ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવ્યા સીએમ ભુપેન્દ્ર પટેલ : પરિસ્થિતિ પર સતત નજર

October 19, 2021 3:47 pm

ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને ચારધામની યાત્રા હાલ અટકાવી દેવામાં આવી છે. ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીયો ફસાઈ ગયા છે. વરસાદી આફતને લઈને કેન્દ્ર તેમજ રાજય સરકાર સતર્ક છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવ્યા છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. ઉત્તરાખંડ […]

કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો

October 19, 2021 4:35 pm

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના સપૂતે બલિદાન આપ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. સાથે સાથે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દેશ માટે સદાય તત્પર રહેનાર અને પોતાની જાન નછોવાર કરનાર આર્મી જવાનના પાર્થિવદેહને આજે તેના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ભરતીકાંડમાં ભીનું સંકેલવા કવાયત

October 19, 2021 1:38 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની ભલામણના આધારે કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાના કૌભાંડનો હોબાળો થતા આખી ભરતી પ્રક્રિયા જ રદ કર કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ UGCના ભરતી માટેના નિયમોનો ઉલાળિયો કરીને માત્ર ઈન્ટરવ્યૂના જ 40 માર્ક કરીને ભરતી પ્રક્રિયા કરી દીધી હતી. હકીકતમાં, નિયમ પ્રમાણે કરાર આધારિત ભરતીમાં ઉમેદવારને ગેજ્યુએશનમાં 80%થી વધુ ગુણ હોય […]

અમદાવાદના કબ્રસ્તાનોમાંથી તાત્કાલિક અસરથી અતિક્રમણ દૂર કરવાનો ટ્રિબ્યુનલનો હુકમ

October 19, 2021 11:22 am

મુસ્લિમ સમુદાયો માટે બનેલા કબ્રસ્તાનો માં મોટાપાયે થયેલાઅતિક્રમણ અંગે ગંભીર નોંધ લેતા, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે વકફ બોર્ડને 15 દિવસની અંદર આવા અતિક્રમણ દૂર કરવા નિર્દેશ આપ્યો છે. ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન, પીર કમાલ અને લાલઘુમટી કબ્રસ્તાન અને શાહીબાગ ખાતે મુસા સુહાગ કબ્રસ્તાનમાં ઘણા વર્ષોથી ઘણું અતિક્રમણ જોવા મળ્યું છે. મુસા સુહાગ કબ્રસ્તાનના કિસ્સામાં શહેર પોલીસ […]

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને રાજ્ય સરકાર આપી રહી છે છેલ્લી ઓપ

October 19, 2021 10:46 am

2003થી શરૂ થનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કોરોના મહામારી બાદ પ્રથમ વાર થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ સમિટને ગુજરાત સરકાર દ્વારા છેલ્લી ઓપ અપાઈ રહી છે.    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભ્પેન્દ્રભાઈ પટેલ તેમજ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન […]

ડીસાના પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો, ચારના કરુણ મોત

October 18, 2021 9:32 pm

ડીસાના લક્ષ્મીપુરાના એક પરિવારને રાજસ્થાનમાં ભયંકર અકસ્માત નડ્યો છે, જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ડીસાનો સુથાર પરિવાર યાત્રાએ ગયો હતો ત્યારે રાજસ્થાનના બાડમેર પાસે ભગતસિંહ મેઘ હાઇવે પર અકસ્માત થયો હતો. બોલેરો અને ટ્રક સામસામે ટકરાતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં એકજ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. બાડમેર પાસે […]

ફેબ ઇન્ડિયાએ દિવાળીને ‘જશ્ન-એ-રિવાઝ’ તરીકે ઓળખાવતા સોશિયલ મીડિયામાં દેકારોઃ અંતે એડ રદ કરવી પડી

October 18, 2021 8:49 pm

ક્લોધિંક બ્રાન્ડ ફેબ ઇન્ડિયાએ દિવાળીના તહેવારો નિમિત્તે બનાવેલી પ્રમોશનલ એડને ભારે વિરોધ બાદ રદ કરવી પડી છે. ફેબ ઇન્ડિયાએ દિવાળી 2021 કલેક્શનનો પ્રચાર ‘જશ્ન-એ-રિવાઝ’ તરીકે કરતા સોશિયલ મીડિયામાં કંપનીને ટ્રોલ કરવામાં આવી હતી. ટ્વિટર પર #BoycottFabindia ટ્રેન્ડ શરૂ થયો હતો જેમાં કંપનીની ભારે ટીકા કરવામાં આવી હતી. આ વિરોધના કારણે તેમના નવા કલેક્શનનો પ્રચાર કરતી […]