નોમુરાના એનાલિસ્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રેટિંગ પહેલી વાર ઘટાડ્યુંઃ જાણો શું છે કારણ

October 19, 2021 6:43 pm

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તાજેતરમાં 30 ટકાની તેજી આવ્યા પછી રેટિંગ એજન્સી નોમુરા હોલ્ડિંગ્સના એનાલિસ્ટ અનિલ શર્માએ રિલાયન્સ ઇન્ડ.નું રેટિંગ ‘બાય’થી ઘટાડીને ‘ન્યુટ્રલ’ કર્યું છે. ટેલિકોમના ટેરિફમાં વધારો કરવામાં થયેલા વિલંબ અને તેના શેરના અત્યંત ઊંચા મૂલ્યને ટાંકીને નોમુરાએ રેટિંગમાં કાપ મુક્યો છે. નોમિરાએ જણાવ્યું કે રિલાયન્સના મહત્ત્વના બિઝનેસનું આઉટલૂક આશાસ્પદ હોવા છતાં તાજેતરના વધારા પછી […]

અમદાવાદ અને સુરત બન્યા બોગસ GST બિલિંગ માટેના કેન્દ્રો : સરકાર

October 17, 2021 5:06 pm

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અમલીકરણ પછી, અમદાવાદ અને સુરત ગુજરાતમાં બોગસ બિલિંગનું કેન્દ્ર બન્યા છે, ત્યારે આ ગેરકાયદેસર વ્યવહારો ઝડપથી ઔધ્યોગિકરણ કરનારા જિલ્લાઓ જેવા કે ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગર સુધી ફેલાઈ ગયા છે જ્યાં મોટી સંખ્યામાં ટ્રેડિંગ અને બિઝનેસ કંપનીઓ પણ આ રેકેટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે કોંગ્રેસના ધારાસભ્ય […]

ભાજપ સમર્થિત પેનલનો ગોંડલ એપીએમસીની ચૂંટણીમાં ભવ્ય વિજય

October 16, 2021 12:14 pm

બુધવારે જેનું મતદાન થયું હતું તે ગોંડલ એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતોના મતવિસ્તારની 10 બેઠકોની જીત સાથે એપીએમસીની તમામ 16 બેઠકો માટે ભાજપ સમર્થિત પેનલ દ્વારા સંપૂર્ણ વિજય અંકે કરાયો છે. પેનલે પહેલાથી જ વ્યાપારી મતવિસ્તારની ચાર બેઠકો અને વેચાણ-ખરીદી યુનિયનોની બેબેઠકો બિનહરીફ જીતી લીધી હતી.. APMC ના […]

સરહદે તકરાર, છતાં ભારત-ચીન વ્યાપાર કરશે 100 બિલિયન ડોલરને પાર

October 14, 2021 4:24 pm

પૂર્વ લદ્દાખમાં લશ્કરી વિવાદને કારણે બે એશિયન દિગ્ગજો વચ્ચે એટલા સૌહાર્દપૂર્ણ સંબંધો ન હોવા છતાં, ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારનું સ્તર નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. પહેલા નવ મહિનામાંઅત્યાર થી જ 90 અબજ ડોલરને સ્પર્શી ગયા પછી, તે આ વર્ષે 100 અબજ ડોલરનો રેકોર્ડ આંકડો પાર કરવા માટે તૈયાર છે. છેલ્લા બે વર્ષમાં રોગચાળાને […]

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારનું હસ્તાંતરણ કર્યું

October 11, 2021 9:34 pm

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પૂર્ણ માલિકીની પેટા કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL)એ શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ (SPCPL), ખુરશેદ દારુવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડ (SWSL) સાથે SWSLમાં 40 ટકા હિસ્સો મેળવવા માટે નિશ્ચિત કરાર કર્યા છે. તે પ્રમાણે પ્રતિ શેર રૂ. 375.0ની કિંમતે 2.93 ઇક્વિટી શેર્સનું (15.46 ટકા પોસ્ટ પ્રેફરન્શિયલ શેર […]

ભારતીય શેરબજાર યુકેના માર્કેટને ગમે ત્યારે પછાડશેઃ જાણો અત્યારે કેટલું પાછળ છે

October 11, 2021 6:32 pm

ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં ચાલુ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. બજારનું મૂલ્ય હવે વધીને 3.46 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. ટૂંક સમયમાં ભારતીય માર્કેટ યુકેના માર્કેટને પાછળ રાખી દેશે. ભારતનું માર્કેટ ટૂંક સમયમાં વિશ્વના ટોચના પાંચ માર્કેટમાં સામેલ થશે. આ દરમિયાન ભારતમાં વ્યાજના દર રેકોર્ડ નીચા સ્તરે છે. આ ઉપરાંત રિટેલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઉછાળો આવ્યો […]

પહેલી વાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સોયાબીન ખરીદશે ગુજરાત સરકાર

October 13, 2021 12:18 pm

ગુજરાતમાં વિક્રમી બે લાખ હેક્ટરમાં સોયાબીનના વાવેતરને પગલે પગલે રૂ .3950 પ્રતિ ક્વિન્ટલ ના નિર્ધારિત ટેકાના ભાવ પર ખરીદી કરવાની કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે.એવું પહેલી વાર થશે કે ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરી હોય. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ સોયાબીનના વાવેતરમાં 74% ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકારનો અંદાજ છે […]

મેટ્રો પ્રોજેકટ પુરજોશમાં પણ થલતેજવાસીઓ ઘોંઘાટથી ત્રાહિમામ

October 11, 2021 9:06 am

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે થનારા વિકાસની પ્રસૂતિપીડા તરીકે, હાલ પૂરતું તો, જુના થલતેજ ગામના રહેવાસીઓને ભોગવાનું આવ્યું છે. એસ જી હાઇવે પર આવેલા એક્રોપોલિસ મોલથી થલતેજ ગામ તરફ જતાં મુસાફરો જોગણી માતા મંદિર પાસે જયારે પહોંચે ત્યારે આગળ રસ્તો બંધ હોવન કારણે મોટાભાગના લોકો ડાબો વળાંક લઈને આજુબાજુની સાંકડી ગલીઓમાં […]

સાણંદ પ્લાન્ટને ફોર્ડ મોટર્સનું બાય બાય ટાટા

October 10, 2021 2:15 pm

દેશમાં કાર માર્કેટમાં નોંધપાત્ર રીતે પગ જમાવવાના 25 વર્ષના પ્રયત્નો નિરર્થક રહ્યા બાદ, ફોર્ડ મોટર્સે ગયા મહિને ભારતમાંની પોતાની તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓમાંથી હાથ બહાર ખેંચી લેવાનું નક્કી કર્યું છે. ભારતમાં આવનાર પ્રથમ વિદેશી કાર ઉત્પાદકોમાંની એક, ફોર્ડ મોટર કંપની સ્થાનિક સ્તરે 5 મોડલ, ઇકોસ્પોર્ટ, ફિગો, ફ્રી સ્ટાઇલ, એન્ડેવર અને એસ્પાયરનું ઉત્પાદન કરતી હતી, તેમ છતાં […]

પાન્ડોરા પેપર્સમાં ધડાકો: તપાસ ચાલુ હતી ત્યારે સ્ટર્લિંગ બાયોટેકના ભાગેડુ ડિરેક્ટર નીતિન સાંડેસરા કયા ગોટાળામાં વ્યસ્ત હતા?

October 8, 2021 8:10 pm

2017માં જ્યારે તપાસ એજન્સીઓ સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરા અને તેમના જૂથ સામે ફોજદારી કેસોની તપાસમાં વ્યસ્ત હતી, ત્યારે સાંડેસરા બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં તેના ઓઇલ બિઝનેસને વિસ્તૃત કરવા માટે નાઇજિરિયન બેન્કોમાંથી કેરેક્ટર સર્ટિફિકેટ એકત્ર કરવામાં વ્યસ્ત હતા. ફિડેલિટી કોર્પોરેટ સર્વિસ લિમિટેડને આપેલા સંદર્ભ પત્રમાં, યુનિયન બેન્ક ઓફ નાઇજીરીયા પીએલસીએ જણાવ્યું હતું કે નીતિન સાંડેસરા સારી […]

IMPSની ટ્રાન્ઝેક્શન લિમિટ વધીઃ હવે એક ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે

October 10, 2021 2:20 pm

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે આઇએમપીએસ (ઇમિજિયેટ પેમેન્ટ સર્વિસ) હેઠળ પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ડોમેસ્ટિક પેમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં આઈએમપીએસનું મહત્ત્વ ધ્યાનમાં રાખીને તેની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. […]

દુબઇ એક્સ્પોમાં ગિફ્ટ સીટીનું બજશે બીન : રોકાણકારો ડોલશે?

October 2, 2021 5:30 pm

દુબઇ ખાતે યોજાનાર એક્સ્પો 2020 માં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું નક્કી કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીએ પોતાના અસ્તિત્વ વિષે સભાન થઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું માર્કેટિંગ કરવા નિરધાર્યું છે. ગિફ્ટ સિટીના એમડી તપન રેના કી નોટ સંબોધન પછી ગિફ્ટ સિટીમાં રોકાણની તકો પર બે ખાસ પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ, યુરોપ […]

ગુજરાતમાં 2020-21માં શિશુ મુદ્રા લોનના NPA માં 159%નો ધરખમ વધારો

October 1, 2021 5:30 pm

અત્યાર સુધી જે ખુલ્લું રહસ્ય હતું તે સત્તાવાર આંકડાઓ દ્વારા પુષ્ટિ મળી રહી છે. રોગચાળાએ સમાજના ઓછા પ્રચલિત વર્ગને ભારે ફટકો માર્યો છે. PMMY અથવા MUDRA જેમ જાણીતું છે, તે એક પ્રકારની ધિરાણ સુવિધા છે જે સામાન્ય રીતે ઉત્પાદન, વેપાર અથવા સેવાઓ સાથે સંકળાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવે છે. તેના ટૂંકાક્ષરો માટે, મુદ્રા […]

ઓટો કંપનીઓ માટે ભારતમાં બિઝનેસ મુશ્કેલઃ હોન્ડા કાર ઇન્ડિયાએ ફરીથી કરોડોની ખોટ નોંધાવી

October 1, 2021 3:24 pm

ભારતમાં ધંધો કરવા આવનાર વિદેશી કાર ઉત્પાદકોમાં બધુ સમું સૂતરું નથી. ફોર્ડે દેશ છોડવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર બાદ હોન્ડાએ પણ ભારતમાં ખોટ નોંધાવી છે જે ઓટો ઉદ્યોગ માટે બીજો આઘાત છે. કોર્પોરેટ અફેર મંત્રાલયમાં દાખલ કરાયેલા રિટર્ન મુજબ, હોન્ડા કાર ઇન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1588 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે જે ગયા […]

તેજીમાં ગુજરાતની 14 કંપનીઓને બખ્ખેબખ્ખા. શેરના ભાવ બમણા થયા

September 25, 2021 12:46 pm

બજારોની અસાધારણ તેજી વચ્ચે જે સેન્સેક્સ 60000 ની ટોચને પાર કરે છે, ગુજરાતમાંથી ચૌદ કંપનીઓના શેરના ભાવ તેના મૂલ્યના બમણા અથવા બમણાથી વધુ થઈ ગયા છે. આ આ યાદીમાં  ગણેશ હાઉસિંગ 416%ના વધારો સાથે લીડ કરે છે. 305% સાથે આર એન્ડ બી ડેનિમ, 270% સાથે અદાણી ટોટલ ગેસ, 266% સાથે મોનાર્ક નેટવર્થ, 254%સાથે અદાણી ટ્રાન્સમિશન, […]

મોંઘવારીના માર માટે થઈ જાઓ તૈયાર! કાર, મોબાઈલ, TV, ફ્રીઝ સહિતની ચીજવસ્તુઓમાં થશે ભાવવધારો

September 24, 2021 4:19 pm

મોંઘવારીનો વધુ એક ડોઝ લેવા તૈયાર થઈ જાઓ, કારણ કે ટૂંક સમયમાં જ કાર, ટુ-વ્હીલર્સ, સ્માર્ટફોન, લેપટોપ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ અને એર-કંડિશનર્સમાં ભાવવધારાનો થવાનો છે. આ વર્ષે ઇનપુટ અને નૂર ખર્ચમાં સતત વધારો થવાથી ઘરવપરાશની મોટી-મોટી ચીજવસ્તુઓમાં ભાવવધારો તોળાઈ રહ્યો છે. આ મામલે વાતચીત કરતા એક ઉત્પાદકે કહ્યું હતુ કે, “અમે આનાથી વધુ ખરાબ સમય ક્યારેય […]

નવો આઇફોન 13s આ અઠવાડિયે માર્કેટમાં, નવા ફિચર્સમાં કાર્બન ફુટપ્રિંટ આવશે

September 24, 2021 8:14 am

નવો આઇફોન 13s આ અઠવાડિયે માર્કેટમાં આવી રહ્યો છે. નવા મોડેલની ફિચર્સને લઈને ગ્રાહકો ખુબ જ ઉત્સાહિત છે. આગામી શુક્રવારે નવા મોડેલ સાથે આઇફોન 13s માર્કેટમાં આવી જશે. આઈફોન પોતાના ગ્રાહકોને હંમેશા કાંઈક નવું આપવા ટેકનોલોજીમાં નવતર પ્રયોગો કરતું રહે છે. આ વખતે નવા આઈફોન 13sમાં કાર્બન ફૂટપ્રિન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા આઇફોન 13sમાં અપડેટ કરેલા ફિચર્સમાં નાના કાર્બન ફૂટપ્રિંટનો સમાવેશ […]

બજારમાં 958 પોઈન્ટનો ઉછાળોઃ સેન્સેક્સ 60,000ની નજીક, રિયલ્ટી, બેન્કિંગમાં ભારે તેજી

September 23, 2021 3:53 pm

ફાઈનાન્સિયલ શેરોના ભારે ઉછાળાના કારણે સેન્સેક્સે 60,000 ઐતિહાસિક સપાટી નજીક પહોંચી ગયો છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસીના શેરોએ સેન્સેક્સમાં પેકમાં ટોચનો લાભ મેળવ્યો હતો. ગુરુવારે 30 શેરનો સેન્સેક્સ 958 પોઇન્ટ વધીને 59,885.36 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. શેરબજારોમાં આજે જોરદાર ઉછાળો નોંધાતા સેન્સેક્સ રેકોર્ડ ઉચાઈએ પહોંચ્યો હતો. બેંકિંગ અને મેટલ શેરોમાં વધારો નોંધાતા […]

ડોલર સામે રૂપિયો 26 પૈસા ઘટી 73.87 પર બંધ

September 22, 2021 8:52 pm

ડોલર સામે રૂપિયો 26 પૈસા ઘટીને 73.87ની સપાટી પર બંધ થયો હતો. જે યુએસ ફેડની બેઠકના પરિણામ પહેલા વિદેશી બજારોમાં મજબૂત અમેરિકન ચલણ ડોલરને ટ્રેક કરી રહ્યો હતો. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સ્થાનિક ચલણ 73.70 પર ખુલ્યું અને દિવસના વેપારમાં યુએસ ડોલર સામે 73.66 ની ઇન્ટ્રા-ડે હાઇ અને 73.93ની નીચી સપાટી જોવા મળી હતી. છેલ્લે […]

સ્ટાર્ટ-અપ્સના માધ્યમથી ભારતના લોજીસ્ટીક્સ ઉદ્યોગ નવી ઉંચાઈઓ આંબી રહ્યો છે

September 20, 2021 9:39 am

દેશમાં પરંપરાગત લોજિસ્ટિક્સ અને સપ્લાય (લોજિસ્ટિક્સ) ઉદ્યોગ અડધા દાયકા પહેલા સુધી તદ્દન અસંગઠિત હતો. જોકે હવે તે ધીરે ધીરે એક ઉચ્ચ-પ્રભાવિત ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે, તે ટેકનોલોજી આધારિત અને વૈશ્વિક સ્તરે સંકળાયેલો છે. ઇ-કોમર્સમાં જોવા મળતી મજબૂત વૃદ્ધિ એ દેશમાં લોજીસ્ટીક ઉદ્યોગના વિકસીત થવાનું મુખ્ય કારણ છે. છેલ્લા દોઢ વર્ષમાં, મહામારીના કારણે લોકડાઉન વચ્ચે, ટેકનોલોજી આધારિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ્સ, ટ્રક ઓપરેટરો અને […]