અદાણી ગ્રૂપે સેબીના નિયમોનું પાલન ન કરવાના આક્ષેપો નકાર્યા

July 19, 2021 10:13 pm

સેબી દ્વારા નિયમોનું પાલન કરવા બાબતે અદાણી જૂથની કંપનીઓમાં સેબી દ્વારા કરવામાં આવેલી તપાસ તથા ડીઆરઆઈ તપાસ અંગેના સમાચારોના સંદર્ભમાં અમે નીચે મુજબ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે “અમે હંમેશાં સેબીના બધા નિયમોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ અને ભૂતકાળમાં પણ અમે સેબી દ્વારા માંગવામાં આવેલી વિશિષ્ટ માહિતી સંપૂર્ણ પણે આપી હતી.” ડીઆરઆઈના મુદ્દે, ડીઆરઆઈએ આશરે […]

કોમર્શિયલ માઇનિંગઃ કોલસાના બ્લોક્સ માટે વેદાંતા, અદાણી પાવર, હિન્દાલ્કોએ બિડ કરી

July 12, 2021 2:24 pm

વેદાંતા લિ., હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર મહારાષ્ટ્ર અને ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (બાલ્કો) સહિત 20 કંપનીઓએ કોમર્શિયલ માઇનિંગના બીજા રાઉન્ડમાં 19 કોલસાની ખાણોના વેચાણ માટે બિડ કરી છે. આ કંપનીઓ દ્વારા સોંપાયેલી કુલ 34 બિડમાંથી મહત્તમ (ચાર-ચાર બિડ) ઔરબિંદો રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સનફ્લેગ આયર્ન અને સ્ટીલ કંપની લિ. દ્વારા કરવામાં આવી છે.શ્રી સત્ય માઇન્સ […]

ગુજરાતની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી થકી ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીને મળશે વેગ – ઈન્ડસ્ટ્રી એક્સપર્ટસ

July 8, 2021 7:27 pm

પહેલી જુલાઈ  2021 થી અમલમાં આવેલી ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી થકી આગામી 4 વર્ષોમાં 110,000 ઈલેક્ટ્રીક ટુ વ્હીલર, 70000 ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 20000 ઈલેક્ટ્રીક ફોરવ્હીલરને ફાયદો થશે.  ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા સરકારે 22 જૂનના દિવસે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી 2021 ની જાહેરાત કરી. જે મુજબ કેન્દ્રીય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી ઉપરાંત ઈન્સેન્ટિવ […]

શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, બે મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો

July 8, 2021 6:36 pm

સ્થાનિક કારણોમાં વધી રહેલો ફુગાવો અને વૈશ્વિક પરિબળોના આધારે ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે વેચાણ જોવ મળ્યું હતું. સત્રના અંતે સેન્સેક્સ 485 પોઈન્ટ ઘટી 52568 અને નિફ્ટી 151 પોઈન્ટ ઘટી 15727ની સપાટીએ બંધ રહ્યા હતા. બુધવારે બન્ને ઇન્ડેક્સ વિક્રમી ઉંચી સપાટીએ બંધ રહ્યા પછી આજે છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક […]

ઝોમેટોનો પબ્લિક ઇસ્યુ: લિસ્ટીંગ પછી દેશની 55મી સૌથી મુલ્ય વાન કંપની બનશે

July 8, 2021 7:15 pm

મોબાઈલ એપ અને ઓનલાઈન ઓર્ડર એકત્ર કરી લોકોના ઘર સુધી ફૂડ ડિલીવરી આપતી કંપની ઝોમેટો લીમીટેડ તા.14 જુલાઈથી 16 વચ્ચે પોતાના શેરનો પબ્લિક ઇસ્યુ લઇ આવી રહી છે. ગુરુવારે કંપનીએ આ રૂ.9375 કરોડના શેર ઇસ્યુ માટે રૂ.72થી 76ના પ્રતિ શેરના ભાવની જાહેરાત કરી હતી. આ સાથે કંપનીનું લીસ્ટીંગ પછી બજાર મુલ્ય (કે માર્કેટ કેપ) રૂ.59,623 […]

ફાર્મા સેકટરમાં હૈદરાબાદ કેવી રીતે અમદાવાદ કરતાં આગળ નીકળી ગયું

July 8, 2021 5:28 pm

આજના સમયમાં હૈદરાબાદમાં પત્રકારત્વ કરવું એ સૌથી સારૂં છે. મારી એક મિત્ર હાલમાં જ અમદાવાદથી બદલી થઈને તેના અખબારના હૈદરાબાદ બ્યૂરોમાં આવી છે. તેની સ્ટોરીઓને નેશનલ લેવલ પર બાયલાઈન મળતી હોવાથી હું એને હંમેશા અભિનંદનના મેસેજ મોકલતો રહયો છું. તેમના જે અહેવાલો રોજેરોજ પ્રગટ થાય છે એ તેલંગણામાં કોવિડ સંક્રમણને લગતા કે હોસ્પિટલોમાં બિછાનાઓની અછતને લગતા […]

સિટી બેન્કની વિદાયને કઈ રીતે જોવી જોઈએ?

July 6, 2021 3:13 pm

સિટીબેંક ભારતમાં કન્ઝ્યુમર બેન્કિંગમાંથી બહાર નીકળી જવાની યોજના બનાવી રહી છે તેવા સમાચાર મળ્યા ત્યારે મને ઘણી ચિંતા થઈ હતી તે મારે સ્વીકારવું જ જોઇએ. ચોક્કસ લોકો માટે સિટી એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જેને એક સમયે બિઝનેસ સ્કૂલ કેમ્પસમાં શ્રેષ્ઠ જોબ પૈકી એક માનવામાં આવતી હતી, જે ભારતીયોને વૈશ્વિક કારકિર્દીની તક પૂરી પાડે છે. સિટી […]

ગિફ્ટ સિટી અને ઝોન સ્ટાર્ટઅપ્સે ફિનટેક ઇનોવેશન માટે હાથ મિલાવ્યા

July 1, 2021 8:09 pm

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) એ ફિનટેકમાં ઇનોવેશન વધારવા અને દેશમાં નાણાકીય ટેક્નોલોજીનું હબ વિકસાવવાની સંભાવના ચકાસવા માટે એક એમઓયુ કર્યા છે. ગિફ્ટ સિટી એ દેશનું પ્રથમ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટર છે. આ એમઓયુ ગિફ્ટ સિટી અને બીઆઇએલ રાયરસન ટેક્નોલોજી સ્ટાર્ટઅપ ઇનક્યુબેશન ફાઉન્ડેશન (BRTSIF) વચ્ચે કરવામાં આવ્યા છે. BIRTSFએ બીએસઈ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ […]

રિલાયન્સની વૈશ્વિક છલાંગઃ અબુ ધાબીમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપશે

June 29, 2021 10:34 pm

ગયા સપ્તાહમાં 75,000 કરોડના મેગા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની જાહેરાત કર્યા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રુવાઈઝ ખાતે તાઝિઝમાં કેમિકલ્સ બિઝનેસ સ્થાપવા કરારની જાહેરાત કરી છે.બે ગ્લોબલ એનર્જી કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા ક્લોર-આલ્કલી, ઇથાઇલિન ડાઇક્લોરાઇડ અને પીવીસીનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ADNDC 18 અબજ યુએઈ દિરહામનું રોકાણ કરી રહ્યું છે.આ પ્રોજેક્ટમાં રિલાયન્સ કેટલું રોકાણ કરવાની છે […]