બેઠાડુ જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે: કાર્ડિયોલોજિસ્ટો

January 26, 2022 7:55 pm

રાજયમાં હાલ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક નગરોમાં પારો 10 ડિગ્રીથી નીચે જતો રહ્યો છે. ત્યારે ઠંડીમાં હૃદયરોગોથી પીડિતા લોકોને શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાને નિવારવા વિશેષ સાવચેતી જાળવવાની કાર્ડિયોલોજિસ્ટોએ અપીલ કરી છે. હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસ્તીનો એક મોટો વર્ગ તથા બેઠાડુ જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા […]

બાબા સાહેબ આંબેડકરે જે રીતે બંધારણ ઘડયું છે કે કોઇની ઇચ્છા હોય તો પણ તેમા કોઇ ફેરફાર થઇ શકે નહી : CR પાટીલ

January 26, 2022 4:33 pm

આજે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જો કે હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન પ્રમાણે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહ્યા હતા. સી.આર.પાટીલે ધ્વજવંદન કરી સંબોધન કરતા જણાવ્યું […]

જુઓ, 2001માં આવેલ ભયાનક ભૂકંપની કેટલીક ચોંકાવનારી તસવીરો

January 26, 2022 4:01 pm

આ તસવીરો ગુજરાતમાં ભુજ અને કચ્છ સિવાય 26 જાન્યુઆરી 2001ના રોજ અમદાવાદમાં આવેલા વિનાશક ભૂકંપની છે. 6.9ની તીવ્રતાના આ ભૂકંપે (Pictures of the 2001 earthquake) ગુજરાતનો નકસો જ બદલી નાખ્યો હતો. ભુજ અને કચ્છ બરબાદ થઈ ગયું હતું. ભુજ અને કચ્છમાં 12000 લોકોના મોત થયા હતા. ઘરો પત્તાના મહેલની જેમ પડી રહ્યા હતા. આ દુર્ઘટનામાં […]

AMCએ યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ ડોમ તો શરુ કર્યા પરતું ટીમ જ સમયસર પહોંચતી નથી

January 25, 2022 4:36 pm

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ (AMC Started testing dome) પણ લગાડવામાં આવ્યા છે. પરતું આ ડોમ શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યા છે. મોટેરા વિસ્તારમાં લગાવવામાં આવેલ ડોમમાં લોકો વહેલી સવારથી ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઉભા હતા પરતું ટીમ ના […]

ધંધાપાણીની ધારદાર સમજ ધરાવતા ગુજરાતમાં ટૅક સ્ટાર્ટ અપ્સ કેમ સફળ થતા નથી?

January 25, 2022 1:12 pm

વર્ષ 2017માં જેસન ગણાત્રાએ પોતાના ડ્રીમ સ્ટાર્ટઅપ ‘મેકર્સસ્પેસ’ની રાજકોટમાં શરૂઆત કરી હતી. આ સ્ટાર્ટઅપ ઑન-ડિમાન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસ પૂરી પાડતું હતું. ગણાત્રાએ બે વર્ષ રાજકોટમાં કામ કર્યું. બાદમાં 2019માં તે બેંગલુરુ શિફ્ટ થઈ ગયા. જેસન જણાવે છે કે, ‘મેં ગુજરાતમાં કંપની શરૂ કરી ત્યારે હાર્ડવેર સ્પેસમાં ડિમાંડને લઈને મારો અંદાજ વધુ પડતો હતો. રાજકોટમાં મને ભાગ્યે […]

કોવિડ 19ની સાંપ્રત પરિસ્થિતિ અંગે રાજ્યમાં એક્શન પ્લાન તૈયાર કરવા ઉચ્ચ અધિકારીઓને સૂચના અપાઈ

January 5, 2022 8:16 pm

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર એ આજે રાજ્યમાં પ્રવર્તમાન કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિ સંદર્ભે મહાનગર પાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. જેમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાજ્યમાં ટ્રેકિંગ-ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીને પ્રાધાન્ય આપીને સઘન આયોજન કરવા માર્ગદર્શન તેમણે પુરું પાડ્યું હતું. મુખ્ય સચિવે મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરઓને કોરોનાના […]

ગુજરાત સરકાર પ્રોપર્ટી કાર્ડથી ડિજિટલ બનશે

January 4, 2022 10:34 pm

ગુજરાત સરકારે ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ 7/12 રેકોર્ડને બંધ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સરકાર તેના બદલે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરશે કારણકે ડિજિટલ થકી જ સરકારમાં હોય કે વ્યવસાય જેમાં આગળ વધી શકાય છે. 7/12 શું છે?7/12 એ જમીનની વિગતો આપતો કાનૂની દસ્તાવેજ છે જેમાં સર્વે નંબર, વિસ્તાર, માલિક, માલિકીની પેટર્ન વગેરેનો […]

રાજ્યમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશન આપવા મેગા ડ્રાઈવ યોજાશે

December 31, 2021 12:47 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના-ઓમિક્રોનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બેઠક અંગેની વિગતો આપતા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતુ કે, રાજ્યના […]

સરપંચના અનોખા શપથ:અમરેલીના ભુરખીયા ગામે હાથમાં ધૂપિયું લઇ શપથ

December 26, 2021 1:27 pm

સુપ્રસિધ્ધ ભુરખીયા હનુમાનજીના જયાં બેસણા છે તે ભુરખીયા ગામ આજે અનોખી રીતે ચર્ચામાં જોવા મળી રહ્યું છે.ત્યાનાં સંરપચે લીધા અનોખા શપથ.જેને લઇ આ વાત ચર્ચાનો વિષય બન્યો છે,આ ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સતાધીશોએ એક એવો નિર્ણય લીધો છે જે બીજા માટે પણ પ્રેરણારૂપ છે. સરપંચ અને તેના પતિએ ભુરખીયા હનુમાન મંદિરમા ધુપીયુ હાથમા લઇ […]

ખેડૂતોએ આ વખતે જીરુનું વાવેતર શા માટે ઘટાડ્યું?

December 8, 2021 5:20 pm

આ વર્ષે ગુજરાતના ખેડૂતો જીરાના વાવેતરથી દૂર જઈ રહ્યા છે. ચાલુ વર્ષે હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે તેના કારણે ખેડૂતોએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત, બધા પાક કરતાં જીરુમાં દવાઓનો ખર્ચ વધી જાય છે. તેથી ખેડૂતોએ આ વર્ષે જીરાના પાકમાં મોટો કાપ મૂક્યો છે. વર્ષની તુલનાએ જીરાના વાવેતરમાં 38 […]

કોરોનામાં સરકારી ચોપડે નોંધાયેલા મૃતકો માટે સીધી સહાય અપાશે

November 25, 2021 6:34 pm

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સરકાર સહાય આપશે. સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. કોરોના દરમિયાન દેશમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન ગુજરાત સરકારે 10,080 લોકોની નોંધણી કરી હતી જેઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના પ્રમાણપત્ર અપાયા છે. કોરોનાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા હતા અને જેમની સરકારી નોંધણી કરવામાં આવી […]

ગુજરાત યુનિવર્સિટીના બે મોટા નિર્ણયો લોકોને કેવી અસર કરશે?

November 23, 2021 6:26 pm

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થી ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે. તે ઉપરાંત પીજીના વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થાને ઓનલાઇન પરીક્ષા આપી શકશે અને જો વિદ્યાર્થી પોતાના પરિણામથી સંતુષ્ટ ના હોય તો તે માર્કશીટ સબમીટ કરાવીને ફરીથી પરીક્ષા આપી શકશે. રાજ્યમાં પહેલી વખત ગુજરાત યુનિવર્સિટીના પીજીના વિદ્યાર્થીઓને લઈને […]

ટેક્સના કારણે બુલિયન વેપારીઓની હાલત કફોડી: અડધા વેપારીઓએ તો ધંધો જ છોડી દીધો

November 20, 2021 3:24 pm

“અમારા હાથમાં કંઈ આવતુ નથી.(હવે અમને ભાગ્યે જ વળતર મળે છે)”, આવું અમદાવાદના સીજી રોડના બુલિયન વેપારી રોહિત વાવડિયા કહે છે. તેઓ 2018 થી આ ધંધામાં છે. પરંતુ સોનાના બુલિયન પર ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ)નો અમલ કરાયા પછી તેમની હાલત કફોડી બની છે. 1 ઓક્ટોબર, 2020થી કેન્દ્ર સરકારે 50 લાખથી વધુની રસીદની રકમ પર […]

પાવાગઢ મંદિરમાં પ્રથમવાર ભવ્ય અન્નકૂટનો ભોગ અને 1.11 કરોડનું દાન

November 19, 2021 9:26 pm

યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. ખાસ કરીને આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખ્ખો ભક્તો માતાના આશિષ લેવા ઉમટી પડે છે. આ ઉપરાંત પૂનમ,દિવાળી અને દેવ દિવાળી જેવા તહેવારમાં પણ મોટી સંખ્યામાં ભકતો દર્શન માટે આવતાં હોય છે. આ વર્ષે દેવ-દિવાળીના દિવસે પાવાગઢમાં ભવ્ય અન્નકૂટનો ભોગ […]

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના પર્વ પર દ્વારકાધીશ મંદિરમાં અધધધ આવક…

November 16, 2021 9:57 pm

દેવભૂમિ દ્વારકા હિન્દુઓનું વિશ્વ વિખ્યાત યાત્રા ધામ છે. લોકો દૂર દૂરથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતાં હોય છે, ખાસ કરીને તહેવારોના દિવસોમાં તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર હજારો-લાખો લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા અને સાથે શક્તિ પ્રમાણે દાન પણ કર્યું હતું, જેમાં અગિયારસના દિવસે […]

સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પર વરસ્યો ડોલરનો વરસાદ

November 17, 2021 12:45 pm

ગુજરાતનાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. કિર્તીદાન ગઢવીના માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ લોકો તેમના સૂર અને સંગીતના દિવાના છે. હાલમાં જ અમેરિકામાં ડાયરા દરમિયાન તેમના પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં કિર્તીદાન ગઢવીએ “લીલી લીંબડી રે.. લીલો નાગરવેલનો છોડ” ગીત ગાતા જ અમેરિકાની મહિલાઓએ ડોલરની […]

રાજ્યમાં નવા ૧૧ પ્રવાસન સ્થળો વિકસાવવાનું આયોજન

November 13, 2021 5:08 pm

કેબિનેટની બેઠકમાં ગુજરાતમાં નવા ૧૧ પ્રવાસન સ્થળોની યાદી રજૂ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસન સ્થળની સાથે ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉપલબ્ધ સુવિધામાં વધારો કરી પ્રવાસન સ્થળ તરીકે તેને વિકસાવવાનું આયોજન કરવામાં આવશે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતે ટુરીઝમ […]

અમદાવાદ સ્થિત પુનિષ્કા ફાર્મા રૂ 700 કરોડમાં યુએસની કંપની એમનીલ દ્વારા હસ્તગત

November 10, 2021 4:44 pm

યુએસ ફાર્મા પ્લેયર એમનીલે આશરે રૂ.700 કરોડના મૂલ્યમાં અમદાવાદ સ્થિત પુનિષ્કા હેલ્થકેરના સંપાદનની જાહેરાત કરી છે. એમનીલે ભારતમાં તેની સ્થિતિને મજબૂત બનાવવા કરવા માટે પાછલા વર્ષોમાં $300 મિલિયનથી વધુનું મૂડી રોકાણ અને એક્વિઝિશન કર્યું છે. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કલ્પેશ પટેલ દ્વારા સ્થાપિત, પુનિષ્કાનું સંચાલન ભાઈઓ શાલીન પટેલ અને કરણ પટેલ કરે છે. કંપની ભારતની સૌથી મોટી […]

અમદાવાદ અને સુરત બન્યા બોગસ GST બિલિંગ માટેના કેન્દ્રો : સરકાર

October 17, 2021 5:06 pm

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અમલીકરણ પછી, અમદાવાદ અને સુરત ગુજરાતમાં બોગસ બિલિંગનું કેન્દ્ર બન્યા છે, ત્યારે આ ગેરકાયદેસર વ્યવહારો ઝડપથી ઔધ્યોગિકરણ કરનારા જિલ્લાઓ જેવા કે ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગર સુધી ફેલાઈ ગયા છે જ્યાં મોટી સંખ્યામાં ટ્રેડિંગ અને બિઝનેસ કંપનીઓ પણ આ રેકેટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે કોંગ્રેસના ધારાસભ્ય […]

ભાજપ સમર્થિત પેનલનો ગોંડલ એપીએમસીની ચૂંટણીમાં ભવ્ય વિજય

October 16, 2021 12:14 pm

બુધવારે જેનું મતદાન થયું હતું તે ગોંડલ એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતોના મતવિસ્તારની 10 બેઠકોની જીત સાથે એપીએમસીની તમામ 16 બેઠકો માટે ભાજપ સમર્થિત પેનલ દ્વારા સંપૂર્ણ વિજય અંકે કરાયો છે. પેનલે પહેલાથી જ વ્યાપારી મતવિસ્તારની ચાર બેઠકો અને વેચાણ-ખરીદી યુનિયનોની બેબેઠકો બિનહરીફ જીતી લીધી હતી.. APMC ના […]