ગુજરાતમાં પર્યુષણ પર્વ દરમિયાન રાજ્ય સરકારે કતલ ખાના બંધ કરવા કર્યો અનુરોધ

August 14, 2021 11:33 am

ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થવાની છે. જે નિમિત્તે રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન નગર પાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે.

ગુજરાતમાં આગામી 6 દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના

August 14, 2021 11:21 am

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 17 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,667 નવા કેસ

August 14, 2021 10:34 am

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,667 નવા કેસ સાથે 35,743 લોકો સાજા થયા અને 478 લોકોના મૃત્યુ નોંધાયા.

રસીની આડ અસરથી ચાર માસની બાળકીનું થયું મોત

August 13, 2021 6:44 pm

જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરા ગામની ઘટના ત્રણ દિવસ પહેલા ચાર માસની બાળકીને ઉંદરા પીએએચસી ખાતે રસી મુકાવ્યા બાદ થઈ હતી આડ અસર રસી મુકાવ્યા બાદ 10 મિનીટમાં ખેંચ આવ્યા બાદ બાળકી થઈ હતી બેભાન તાત્કાલિક પાછા પીએચસી પર લઈ જતા લુણાવાડા સિવિલ ખાતે રીફર કરાવી હતીમહીસાગર સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક ન હોવાથી હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી […]

વીજ મંત્રાલયે કેન્દ્ર સરકારની કચેરીઓને પ્રીપેડ સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવા કહ્યું

August 12, 2021 7:14 pm

વીજ મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયોને તેના હેઠળની સંસ્થાઓ માટે પ્રીપેડ સ્માર્ટ વીજળી મીટરનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યા છે.

અફઘાન ડાયસ્પોરા અમેરિકામાં પાકિસ્તાન દૂતાવાસ સામે કરશે વિરોધ પ્રદર્શન

August 12, 2021 6:55 pm

તાલિબાનને ટેકો આપવા બદલ અફઘાન ડાયસ્પોરા વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાન દૂતાવાસ સામે વિરોધ કરશે.

જુલાઈ મહિનામાં ભારતનો રીટેલ ફુગાવો ઘટીને 5.59% થયો

August 12, 2021 6:31 pm

જુલાઈ મહિનામાં ભારતનો રીટેલ ફુગાવો ઘટીને 5.59% થયો છે. આ રેટ જૂનમાં 6.26% અને જુલાઈ 2020માં 6.73% હતો.

પોરબંદર-મુંબઈ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 18 ઓગસ્ટથી ફરી શરૂ થશે

August 12, 2021 1:49 pm

પોરબંદર-મુંબઈ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસની સેવા ફરી 18 ઓગસ્ટથી શરૂ થશે. આ ઉપરાંત ઓખા-ભાવનગર ટ્રેનની સુવિધા પણ આજ દિવસથી ચાલુ કરાશે. કોરોનાના કારણે આ બંને ટ્રેનોની સુવિધા બંધ કરાઈ હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોની સફળતાથી જામનગરવાસીઓને મુંબઈની વધુ ટ્રેનની સેવા પુનઃ પ્રાપ્ત થઈ.

દુબઈ બિઝનેસ એક્સપો 2021: ઇન્ડિયા પેવેલિયનમાં ગુજરાત પણ થશે સામેલ

August 12, 2021 12:21 pm

દુબઈના 173 દિવસના બિઝનેસ એક્સપોના ઇન્ડિયા પેવેલિયનમાં ગુજરાત પણ સામેલ થશે. દુબઈનો બિઝનેસ એક્સપો 1લી ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી યોજવાનો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. જે હેઠળ ભારત સરકાર 500 કરોડ તથા રાજ્ય સરકાર 10 કરોડનો ખર્ચ કરશે. આ એક્સપોમાં કુલ 190 દેશ ભાગ લેશે. આ […]

ટ્વિટરે કોંગ્રેસનું ઓફિશિયલ અકાઉંટ કર્યું લોક

August 12, 2021 11:10 am

ટ્વિટર ઇન્ડિયાએ તેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ હેન્ડલને લોક કરી દીધું છે.

ગુજરાત હાઈકોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશે

August 12, 2021 11:00 am

ગુજરાત હાઈકોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશે. હાઈકોર્ટને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાશે જેથી 14 ઓગસ્ટ સુધી હાઈકોર્ટ બંધ રહેશે. 17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ લાંબા સમય બાદ શરૂ થશે. આ અગાઉ કોરોનાને પગલે હાઇકોર્ટે પ્રત્યક્ષ સુનાવણી બંધ કરી હતી.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો

August 11, 2021 8:09 pm

છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો16રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો8,24,602ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ0રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા28ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા8,14,830રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા194

પંજાબના સીએમ અમરિન્દર પીએમ મોદીને મળ્યા, કૃષિ કાયદો રદ કરવાની કરી અપીલ

August 11, 2021 7:33 pm

બુધવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી સામે કૃષિ કાયદા રદ કરવાની અપીલ કરી હતી.

મહારાષ્ટ્રમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સ હવે 10 વાગ્યે સુધી રહી શકશે ખુલ્લા

August 11, 2021 7:11 pm

મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા કોવિડ -19 નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવા માટે વધતા દબાણ વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે બુધવારે હોટલ અને રેસ્ટોરન્ટ્સ માટે કામના કલાકો 10 વાગ્યા સુધી લંબાવ્યો છે. અત્યાર સુધી, મહારાષ્ટ્રમાં હોટલ અને રેસ્ટોરન્ટને સાંજના માત્ર 4 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની મંજૂરી હતી.

ઓએલએક્સના નામે છેતરપિંડીની કુલ 952 ઘટના; 8,462 ખોટી વેબસાઈટ કરાઈ બંધ

August 11, 2021 6:57 pm

ગુજરાતમાં ઓએલએક્સના નામે છેતરપીંડી થવાની સંખ્યામાં વધારો થતાં ઓએલએક્સના નામે ચાલતી 8,462 ખોટી વેબસાઈટ બંધ કરાઈ હતી. ઓએલએક્સના નામે છેતરપિંડીના કુલ 952 ઘટના સર્જાઈ હતી. જેમાંથી 26 ઘટનામાં સાયબર ક્રાઈમે ગુના દાખલ કરીને તપાસ હાથધરી હતી.

અમદાવાદના જ્વેલર્સ શોપમાં 75 હજારના દાગીનાની ચોરી

August 11, 2021 6:46 pm

અમદાવાદમાં વધુ એક વાર જ્વેલર્સ શોપમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. એક પુરુષ અને મહીલા જ્વેલર્સ શોપમાં ગ્રાહક બનીને આવ્યા હતા. જે બાદ તેઓએ દાગીના બતાવવાનું કહી 75 હજારના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ઘાટલોડિયા પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

મોહરમમાં અમદાવાદમાં નહીં નીકળે તાજિયા

August 11, 2021 2:55 pm

પોલીસ અધિકારી તથા તાજિયા કમિટી સાથે બેઠક બાદ મોહરમ નિમિત્તે શહેરમાં તાજિયા નીકળવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જુલુસ પર પ્રતિબંધ હોવાથી તાજિયા કાઢવા પર નિર્ણય થશે તેમજ તાજિયા સિવાયની ધાર્મિક વિધિ માટે નિર્ણય લેવાશે. ગાઈડલાઇનના આધારે ધાર્મિક વિધિ કરી શકાશે.

ગુજરાતના અરવલ્લીમાં ગાય પર થયો એસિડ એટેક

August 11, 2021 1:05 pm

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગાય પર એસિડ એટેક થયો હતો. આ ઘટના શહેરના મહાદેવ ફળીયામાં બની હતી. અસામાજિક તત્વોનું ગાય માતા પર હિંચકારું કૃત્યને કારણે ગાય ગંભીર રીતે દાજી હતી. જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ ડોકટરની મદદ લેવાઈ હતી જે બાદ ઇજાગ્રસ્ત ગાય સારવાર હેઠળ છે. સ્થાનિકોની માંગ છે કે આ મામલાને મેઘરજ પોલીસ ગંભીરતાથી લઈને […]

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

August 11, 2021 11:33 am

સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી હતી. આ સાથે લોકસભાનું ચોમાસુ સત્ર સમાપ્ત થયું છે. ઓમ બિરલાએ આ મુદ્દે સાંસદમાં કહ્યું કે આ સત્રની કાર્યવાહી અપેક્ષા મુજબ ન રહી.

ગુજરાતમાં સિંચાઈ માટે મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું પાણી

August 11, 2021 11:18 am

ગુજરાતમાં વરસાદની ખેંચના પગલે મંગળવારે રાજ્ય સરકારે ખેડૂતોના ઊભા પાક બચાવવા ડેમ-જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને અમલમાં મુક્તા, આજે રાજ્ય સરકાર દ્વારા મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું હતું.