સોલા ખાતેથી પોલીસ જેવા કલરની પ્લેટ લગાવી દારુ હેરફેર કરનાર બે પકડાયા, 40 પેટી દારુ કબ્જે

May 23, 2022 9:09 pm

રાજ્ય ગૃહ વિભાગ કંઇ પણ કરી લે પરંતુ બુટલેગરો તો એક પછી એક નવો કિમીયો કરી દારુ રાજ્યમાં ઘુસાડી દેશે જ તે નક્કી છે. એસજી હાઇવે ગોતા બ્રીજથી સરખેજ જતા રોડ પર પોલીસ કમિશનરના સ્કવોર્ડે સોમવારે સવારે એક કારને પકડી પાડી હતી. આ કારમાં પાછળની બાજુમાં પોલીસની કારમાં હોય તેવા કલર સાથેના સિમ્બોલ લગાવેલા હતા. […]

એસીબીમાં પકડાયેલા સાણંદના સબ રજીસ્ટ્રારના ઘરેથી 263 દસ્તાવેજો મળ્યા

May 23, 2022 8:57 pm

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી સબ રજીસ્ટ્રારની કચેરી મહેસુલ ભવન ખાતે સબ રજીસ્ટ્રાર અને તેનો સાગરીત 11 લાખની લાંચ લેતા પકડાયા હતા. તેની તપાસમાં એસીબીએ આરોપીના ઘરે સર્ચ કરતા 263 દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજો કચેરીમાં નોંધ પડી હતી અને તે 2018 પછી પડેલા દસ્તાવેજોની કોપી હતી. આરોપીના કાકા ગાંધીનગરમાં એઆરટીઓ હતા ત્યારે […]

એલીસબ્રીજમાં રહેતી યુવતીએ મિત્રતા તોડી નાખતા યુવકે અપાવેલા 50 હજારના કપડા પરત માંગ્યા

May 23, 2022 8:47 pm

આંબાવાડીમાં રહેતી યુવતીએ મિત્રતા તોડી નાખતા પ્રેમીએ તેના પિતાને કોલ કરી ધમકી આપી હતી. યુવકે આપેલા 50 હજારના કપડા પણ પરત માગ્યા હતા. આ અંગે યુવતીના પિતાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આંબાવાડી વિસ્તારમાં મનસુખ મુછડીયા રહે છે. તેમની દિકરી જીગ્નાને રાહુલ નામના યુવક સાથે મિત્રતા હોવાની તેમને જાણ થઇ હતી. બાદમાં જીગ્નાને સમજાવતા […]

રિક્ષા ચલાવીને સિવિલના દર્દીઓની સેવા કરીને, પ્રદીપ પરમાર કેબિનેટ મંત્રી કઈ રીતે બન્યા, જાણો

May 23, 2022 8:42 pm

અસારવા વિધાનસભામાં 2017માં ચૂંટાયેલા પ્રદીપ પરમાર કોઈ રાજકીય બેક ગ્રાઉન્ડ વગર માત્ર લોકોની સેવા અને સમાજના મુદ્દે રહેલી સંવેદનાને કારણે આજે ગુજરાત રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા છે. જીવનમાં સેવા અને સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચનાર પ્રદીપ પરમાર મંત્રી બન્યા પછી પણ પોતાના પરિવાર સાથે પોતાના કલાપીનગરમાં આવેલ પરિવારીક મકાનમાં […]

2 હજારની 98 ડુપ્લીકેટ નોટોનો વેપાર કરતો એન્જીનીયરીંગનો વિદ્યાર્થી પકડાયો

May 23, 2022 7:28 pm

શહેરમાં અલગ અલગ જગ્યાએ રૂ. 2 હજારની ડુપ્લીકેટ નોટો વટાવી અસલ નાણાં મુખ્ય સુત્રધારને મોકલનાર એન્જીન્યર વચેટીયાને ક્રાઇમ બ્રાંચે ગત શુક્રવારે પકડી પાડ્યો હતો. પોલીસે ડુપ્લિકેટ 2 હજારની કુલ 98 નોટો કબજે કરી છે. આરોપી અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ પૈસા કમાવવાની લાયમાં ડુપ્લીકેટ નોટોનો વેપાર કરતો હોવાનું પુછપરછમાં બહાર આવ્યું છે. શહેરમાં લાંબા સમયથી આરોપીએ […]

આણંદમાં દારુનો વ્યવસાય કરતી મહિલાને જિલ્લા પોલીસે હેવમોરનું પાર્લર ખાલી આપ્યું

May 23, 2022 7:07 pm

આણંદમાં સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત પોલીસ દ્વારા મહિલા બુટલેગરને દારૂના વ્યવસાયમાંથી બહાર કાઢી તેને આઈસ્ક્રીમ પાર્લર કરી આપવામાં આવ્યો છે. આ પ્રયોગ આગામી સમયમાં સફળ થશે તો અન્ય શહેરોમાં પણ આવી રીતે પાર્લર ખોલી દેવામાં આવશે. આણંદના પોલીસ અધિક્ષક અજીત રાજીયણ દ્વારા દેશી દારૂનો ધંધો કરતી મહિલાઓ દારૂના બદનામ વ્યવસાયને કાયમી તિલાંજલિ અર્પિ સામાજિક ક્ષેત્રે માનભેર […]

મૌની રોયનો કેઝ્યુઅલ લૂક થયો વાયરલ, સોફા પર પોઝ આપતી જોવા મળી હતી અભિનેત્રી, જુઓ તસવીરો

May 23, 2022 6:33 pm

મૌની રોયે(mouni roy) તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ઘરમાં સોફા પર આરામ કરતી જોવા મળી રહી છે. ફોટોઝ પરથી ખબર પડી છે કે મૌની માત્ર બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં રહે છે. મૌનીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.. મૌની રોયનો (mouni roy)સુપર […]

સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ: વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફેરવ્યું

May 23, 2022 6:14 pm

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં નટુભાઇ પરમારની દિકરી ભારતીના લગ્ન નિમિત્તે દિકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દિકરા દિકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ગણપતિ ફાટસર વિસ્તારમાં દિકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક […]

બાલિકા વધુ ફેમ અવિકા ગોરે કાન્સના રેડ કાર્પેટ પર ગ્લેમરસ લુકમાં ધૂમ મચાવી, જુઓ તસવીરો

May 23, 2022 6:14 pm

સીરીયલ બાલિકા(Avika Gore) વધુ ફેમ અવિકા ગોર (વાલિકા વધુ ફેમ અવિકા ગોર) હવે ટીવી સિવાય દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ થેન્ક યુમાં વ્યસ્ત છે, જેમાં તે નાગા ચૈતન્ય સાથે જોવા મળશે. ફિલ્મ પ્રોજેક્ટ્સ ઉપરાંત, તે તેની નવી તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચતી પણ જોવા મળે છે.. પર્પલ કલરના […]

ચૂંટણીને પગલે પાર તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ રદ્દ કરવાની પ્રજાને લોલીપોપ: કોંગ્રેસ

May 23, 2022 6:05 pm

પાર – તાપી- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનાં વિરોધમા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના ધારાસભ્યો આનંદભાઈ ચૌધરી અનંતભાઇ પટેલ, પુનાજી ગામીત, સુનીલભાઈ ગામીતે સંબોધન કરતા કહ્યું પાર- તાપી- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ રદ્દ કરાઈ છે, તે માત્ર સરકાર લોલીપોપ આપી રહી છે તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનેને લઈને આ રદ્દ […]

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી પેચ અપ? ભૂલ ભુલૈયા 2 બન્ની મેચ મેકર! કેવી રીતે શીખો

May 23, 2022 6:00 pm

સિદ્ધાર્થ મલ્હોત્રા(Siddharth Malhotra) અને કિયારા અડવાણી વચ્ચે કંઈક સારું થઈ ગયું છે અને તેનું કારણ છે કાર્તિક-કિયારાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2. વાસ્તવમાં, સિદ્ધાર્થે કિયારાની ભૂલ ભૂલૈયાની સ્ક્રીનિંગમાં પણ હાજરી આપી હતી.. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ (Siddharth Malhotra) ભલે ક્યારેય તેમના સંબંધો જાહેર કર્યા ન હોય, પરંતુ તેઓનું એક બીજા સાથે રહેવું […]

એટલા માટે સની લિયોને લોન્ચ કરી પોતાની બ્રાન્ડ, કહ્યું- ભારતમાં એવી કોઈ કંપની નથી જે…

May 23, 2022 6:06 pm

સની લિયોન (Sunny Leo)આજે લાખો લોકો માટે જાણીતું નામ અને ચહેરો છે. તે પોતાના મેકઅપ, સ્ટાઈલ અને કપડાને કારણે ઘણી વાર લાઇમલાઇટમાં રહે છે. બોલિવૂડની ‘બેબી ડોલ’ સની લિયોનીની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે પરંતુ જ્યારે બ્રાન્ડ્સની વાત આવે છે ત્યારે તેની પણ એક અલગ વાર્તા છે. એક ઈન્ટરવ્યુમાં સનીએ જણાવ્યું હતું કે તેને પણ […]

હું માખણ પર નહીં પણ, પથ્થરો પર રેખાઓ દોરું છું: પીએમ મોદી

May 23, 2022 5:32 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યોમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આજે ભારતમાં સાચા અર્થમાં લોકોના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે. શાસનનું આ મોડલ ડિલિવરી કાર્યક્ષમ બનાવી રહ્યું છે. ભારત પોતાનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવી રહ્યું છે. નવું ભારત ભવિષ્ય વિશે આશાવાદી લોકશાહીમાં સતત મજબૂત થતી આસ્થાનું આ સૌથી મોટું કારણ છે. […]

બીજેપીએ રાજયભરના કાર્યકરો સાથે જોડાવા માટે સોફ્ટવેર ‘સરલ’ લોન્ચ કર્યું

May 23, 2022 5:14 pm

સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેના પ્રચારમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જાણીતી છે. આ વખતે પણ (BJP) ભાજપે રાજયભરના કાર્યકરો સાથે જોડાઈ શકે માટે એક નવુ સોફ્ટવેર વિકસાવ્યું છે. આ સોફ્ટવેરને ‘સરલ’ નામ આપ્યું છે, જેનો અર્થ ‘સંગઠન રિપોર્ટિંગ એનાલિસિસ’ થાય છે. સોફ્ટવેરનો ઉપયોગ કાર્યોની સોંપણી અને પક્ષના કાર્યકરોની પ્રવૃત્તિના ડેટાને તપાસવા જેવા કર્યો માટે […]

‘પૃથ્વીરાજ’ના મખમલી ગીતનું ટીઝર રિલીઝ, ગીત અક્ષય કુમાર-માનુષી ચિલ્લરની રોમેન્ટિક કેમેસ્ટ્રીથી ભરપૂર

May 23, 2022 5:10 pm

અક્ષય કુમાર અને માનુષી ચિલ્લર સ્ટારર પૃથ્વીરાજના નવા ગીતનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. તેને અક્ષય કુમાર અને ફિલ્મના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ રિલીઝ માટે તૈયાર છે. દરમિયાન, તેના નિર્માતાઓ અને કલાકારો સમયાંતરે ફિલ્મની પોસ્ટ્સ, ગીતો અને તેના ટીઝર રિલીઝ કરી રહ્યાં છે. તેમને જોયા […]

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી પૂર્ણ, જ્ઞાનવાપી કેસમાં આવતીકાલે આવી શકે છે નિર્ણય

May 23, 2022 4:19 pm

જ્ઞાનવાપી સંકુલમાં સ્થિતમા શ્રૃંગાર ગૌરીની દૈનિક પૂજાની પરવાનગી અને અન્ય દેવી-દેવતાઓના સંરક્ષણ માટે દાખલ કરાયેલા દાવાની સુનાવણી આજે વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે જ્ઞાનવાપી કેસમાં વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી(Gyanvapi Masjid case) પૂર્ણ થઈ હતી. આ મામલે આવતીકાલે (મંગળવારે) કોર્ટનો નિર્ણય આવી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ […]

કુતુબ મીનાર પર ખોદકામ કરવાના દાવાને કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાને ફગાવ્યો

May 23, 2022 4:19 pm

સંસ્કૃતિ મંત્રાલયે સંકુલમાં મૂર્તિઓની પ્રતિમાઓ મેળવવા માટે સૂચનાઓ જારી કરી હતી અને (Qutub Minar) કુતુબ મીનારની દક્ષિણમાં મસ્જિદથી 15 મીટરના અંતરે ખોદકામ શરૂ કરી શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ ખોદકામ શરૂ કરવાનું હતું અને સંસ્કૃતિ મંત્રાલયને જાણ કરવાનું હતું. કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જીકે રેડ્ડીએ આ અહેવાલોને ફગાવતા જણાવ્યું કે, આવો કોઈ નિર્ણય લેવામાં […]

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈ સમગ્ર રાજ્યના વાતાવરણનો મિજાજ બદલાયો, જગતનો તાત ચિંતામાં

May 23, 2022 4:09 pm

ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરુ થતા ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત,વલસાડ,જેતપુર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્તા ધરતીપુત્રોમાં ભારે […]

બોક્સ ઓફિસ કલેક્શન: કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’એ કમાણી કરી જોરદાર, જાણો ‘ધાકડ’નું કલેક્શન

May 23, 2022 3:50 pm

ભુલ ભુલૈયા 2-ધાકડ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 3: ‘ભૂલ ભુલૈયા 2’ એ કંગના રનૌતની ફિલ્મ ધાકડને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. કાર્તિક આર્યનની ફિલ્મે આ સપ્તાહના અંતે 53.50 કરોડની કમાણી કરી છે. રવિવારે ફિલ્મની કમાણી 22-23 કરોડની આસપાસ છે. બોલિવૂડમાં આ દિવસોમાં કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકતી નથી. કાર્તિક […]

SSA ગુજરાત ભરતી 2022: સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓ માટે 1500 જગ્યાઓ ખાલી; 26 મેથી ઓનલાઇન અરજી શરૂ

May 23, 2022 3:30 pm

સર્વ શિક્ષા અભિયાન (SSA) ગુજરાતે સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો 8 જૂન 2022ના રોજ અથવા તે પહેલાં નિયત ફોર્મેટ દ્વારા તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકે છે. SSA ગુજરાત ઑનલાઇન અરજી 26 મેથી શરૂ થશે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરતા રહેવું જરૂરી છે. બોર્ડ […]