બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ નિરંતર હિંસાઃ અત્યાર સુધીમાં 29 ઘર સળગાવાયા

October 18, 2021 6:53 pm

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોમી હિંસા નિરંતર ચાલુ છે. તેમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. દુર્ગા પૂજાના પંડાલો પર થયેલા હુમલા બાદ વધુ હિંદુ મંદિરો પર હુમલા થયા છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં આ હિંસામાં હિંદુઓના 29 મકાનો સળગાવી દેવાયા છે. મુસ્લિમ કટ્ટરવાદીઓ આ મંદિરો અને હિંદુઓના ઘરો પર હુમલા કરી રહ્યા છે. તેમણે […]

શું અમેરિકામાં સ્થાયી ગુજરાતીઓને સહેલાઈથી મળી શકશે ગ્રીનકાર્ડ?

October 16, 2021 9:50 pm

વર્ષોથી સ્થાયી થયેલા અને વિઝાની અવધી અને ગ્રીનકાર્ડને લઈને લાદવામાં આવેલા નિયમોને હવે સરળ કરવામાં આવ્યા છે. બાયડેન વહીવટી તંત્રએ અમેરિકામાં સ્થાયી થવા માંગતા અને વિઝા એક્ટેનશનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષોથી અમેરિકામાં વસતા ભારતીયો અને અન્ય દેશોના નાગરિકો કે જેઓ નિયમોની આંટીઘુટીમાં ફસાઈને વિઝા એક્ટેનશન અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હતા તેઓની […]

બાંગ્લાદેશના ઈસ્કોન મંદિર ઉપરના કથિત હુમલામાં એક સભ્યનું મોત

October 16, 2021 4:55 pm

બાંગ્લાદેશના નોઆખલી જિલ્લામાં એક ટોળાએ કથિત રીતે ઇસ્કોન મંદિર પર હુમલો કર્યો હતો, જેમાં સમુદાયના જણાવ્યા અનુસાર મંદિરના એક સભ્યનું મોત થયું છે. બાંગ્લાદેશ ઇસ્કોન સમુદાયના સત્તાવાર ટ્વિટર હેન્ડલે જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ દુ:ખ સાથે ઇસ્કોનના સભ્ય પાર્થ દાસના સમાચાર શેર કરીએ છીએ, જેની ગઈકાલે 200થી વધુ લોકોના ટોળાએ ક્રૂર રીતે હત્યા કરી […]

રસીકરણ થઈ ગયું હોય તેમના માટે 8 નવેમ્બરથી અમેરિકાના દ્વારા ખુલ્લાં

October 15, 2021 9:00 pm

અમેરિકાએ જાહેરાત કરી છે કે કોરોનાની વેક્સિનના તમામ ડોઝ લઈ લીધા હશે તેવા વિદેશી પ્રવાસીઓને આઠમી નવેમ્બરથી અમેરિકામાં પ્રવેશ મળી શકશે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હશે તો વિમાનમાર્ગે અથવા જમીનમાર્ગે યુએસમાં પ્રવેશી શકાશે. આ નીતિ પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખીને નક્કી કરાઈ છે અને તે ચુસ્ત છે, તેમ વ્હાઈટ હાઉસે ટ્વિટ […]

યુકેના સાંસદની જાહેરમાં ચપ્પુ મારીને હત્યાઃ જાણો કોણ હતો હુમલાખોર

October 15, 2021 8:19 pm

બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના સાંસદ ડેવિડ એમેસ પર શુક્રવારે પૂર્વ ઇંગ્લેન્ડના એક ચર્ચમાં ચપ્પુ વડે હુમલો થયો હતો જેમાં તેમનું મૃત્યુ થયું છે. આ હુમલો 25 વર્ષના એક યુવાને કર્યો છે અને તેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે બપોર પછી ચપ્પુ મારવાની ઘટના બની હતી જેમાં ચપ્પુ પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે […]

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના પંડાલો પર અસામાજિક તત્વો ત્રાટક્યા, મૂર્તિઓ ખંડિત કરીઃ હિંસામાં ત્રણના મોત

October 14, 2021 4:55 pm

બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી તત્વોએ હિંસક રૂપ ધારણ કર્યું છે. આ દરમિયાન દુર્ગા પંડાલો અને હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ બની છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાં શાંતિ જાળવવા માટે અર્ધલશ્કરી દળોને ઉતારવા પડ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે કેટલીક જગ્યાએ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ પર હુમલા થયા છે. દેશમાં […]

જી -20 શિખર સંમેલન: અફઘાનિસ્તાનમાંના પડકારોનો સાથે મળીને સામનો કરવા વડાપ્રધાન મોદીની હાકલ

October 13, 2021 5:07 pm

વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓ સામેલ છે તેવી, હાલના અધ્યક્ષ ઇટાલીના વડા પ્રધાન મારિઓ દ્રાગી દ્વારા બોલાવવામાં આવેલ G-20 સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધતા, ભારતીય વડાપ્રધાને અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં ઇચ્છિત ફેરફારો લાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે મળીને પ્રયાસ કરવાની હાકલ કરીને કહ્યું હતું કે “દરેક ભારતીય અફઘાન લોકોની પીડા અનુભવે છે” વિદેશ મંત્રાલય (MEA) એ માહિતી આપી હતી […]

ટેસ્લાનું મુખ્ય મથક કેલિફોર્નિયાથી ટેક્સાસ ખસેડાશે

October 8, 2021 7:09 pm

ગઈકાલે ટેસ્લાની વાર્ષિક શેરહોલ્ડર બેઠકમાં જાહેરાત કરતા, એલોન મસ્કે માહિતી આપી હતી કે ટેસ્લાનું મુખ્ય મથક પાલો અલ્ટો, કેલિફોર્નિયાથી ઓસ્ટિન ટેક્સાસમાં ખસેડાશે. કેલિફોર્નિયામાં ટેસ્લાને ઇલેક્ટ્રિક-વાહન ખરીદનારાઓ અને ગ્રીન-એનર્જી પહેલ માટે નોંધપાત્ર પ્રોત્સાહનો ઉપરાંત સિલિકોન વેલીમાં હોવાથી ગૂગલ, એપલ અને ફેસબુક જેવા અન્ય ટેકનોલોજી જાયન્ટ્સની તથા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની નજીક હોવાનો ફાયદો પણ હતો. જોકે એલોન મસ્ક […]

યુકેએ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને માન્યતા આપી, ‘ભેદભાવપૂર્ણ’ નિર્ણય રદ કર્યો

October 8, 2021 9:19 am

11 ઓક્ટોબરથી યુકે અને ભારત વચ્ચેના સંઘર્ષને દૂર કરીને, WHO દ્વારા મંજૂર કરાયેલ કોવિશિલ્ડ સાથે સંપૂર્ણપણે રસીકરણ કરાયેલા ભારતીયોને યુકે પહોંચ્યા બાદ હવે 10 દિવસના ફરજિયાત કોરેન્ટાઈન માંથી પસાર નહીં થવું પડે. યુકેમાં જવાના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કોવિશિલ્ડ અથવા અન્ય યુકે-માન્ય રસી ના બંને ડોઝ લેનારા પ્રવાસીઓએ પ્રસ્થાન પહેલાં અથવા આગમન પછી 8 […]

ઇમરાન ખાન નહીં સુધરેઃ અફઘાનિસ્તાન વતી બિલ ગેટ્સ પાસે ભીખ માંગી

October 6, 2021 6:57 pm

કોરોના કાળમાં નાદારીના આરે પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બિલ ગેટ્સ પાસે હાથ ફેલાવ્યો છે. પરંતુ આ વખતે તેઓ પાકિસ્તાન નહીં, અફઘાનિસ્તાન માટે નાણાકીય મદદ માંગી રહ્યા છે. ઈમરાન ખાને બુધવારે અબજોપતિ ઉદ્યોગપતિ અને દાનવીર બિલ ગેટ્સને વિનંતી કરી હતી કે અફઘાનિસ્તાનના લોકોને માનવતાના ધોરણે મદદ કરવી જોઈએ. માઈક્રોસોફ્ટના સ્થાપક સાથે વાત કરતા પાકિસ્તાનના વડાપ્રધાને […]

ફેસબુક સર્વર્સમાં ખામી સર્જાતા ઝકરબર્ગને થયું કલાકોમાં જ $ 6 બિલિયનનું નુકસાન

October 5, 2021 2:14 pm

વ્હિસલ-બ્લોઅરના ખુલાસાઓ તેમ જ ગઈ કાલે સર્વર ડાઉન થયા બાદ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના શેરોનું મૂલ્ય 4.9% ઘટી ગયું છે અને સપ્ટેમ્બરના મધ્યથી, કુલ ઘટાડો લગભગ 15% થયો છે. માર્ક ઝકરબર્ગની વ્યક્તિગત સંપત્તિ થોડા કલાકોમાં જ 7 બિલિયન ડોલરથી વધુ ઘટી ગઈ છે અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેમનું સ્થાન બિલ […]

અમેરિકાના ડેવિડ જુલિયસ અને એર્ડમ પેટાપુટિયન બન્યા નોબેલ પ્રાઈઝ વિજેતા

October 4, 2021 4:15 pm

અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને એર્ડમ પેટાપુટિયનને વર્ષ 2021 માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે. તાપમાન અને સ્પર્શને લગતા માટે રીસેપ્ટર્સની શોધ તેમને આ પુરસ્કાર મળ્યો છે જેની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. આ પુરસ્કાર આપનાર સંસ્થાએ જણાવ્યું હતું કે તેમની શોધ દ્વારા કેવી રીતે ગરમી, ઠંડી અને યાંત્રિક બળ ચેતા આવેગ શરૂ કરી શકે છે […]

મેડાગાસ્કરમાં ઉજવાઇ મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ

October 2, 2021 9:17 pm

મેડાગાસ્કરના એન્ટનાનારીવોમાં મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિની ઉજવણી થઈ હતી.  આ ઉજવણીમાં હિન્દુ, ખોજા, ઇસમાલી, બોહરા અને અન્ય  ભારતીય સમુદાયોના સભ્યોએ હાજરી આપી હતી.   પ્રસંગની શરૂઆતમાં રાજદૂત અભય કુમારે આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન થતી વિવિધ ઉજવણીઓની વાત કરી હતી. આઝાદી અમૃત મહોત્સવ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષતો એક કાર્યક્રમ છે. તેમણે કહ્યું “ મને આજ […]

તાલિબાનનો પ્રતિબંધ છતાં અફઘાન અફીણ વેપારમાં તેજી

September 30, 2021 7:08 pm

ગુજરાત ડ્રગ્સ માફિયાઓનું નવીનતમ પ્રિય સ્થળ છે. તાજેતરમાં, ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા 3,000 કિલોગ્રામ પ્રતિબંધિત નાર્કોટિક્સ – હેરોઈન જપ્ત કરવામાં આવ્યુ હતું. તપાસકર્તાઓએ અંદાજ લગાવ્યો હતો કે જપ્ત કરવામાં આવેલી દવાઓ આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ રૂપિયાની હોઈ શકે અને તેને અફઘાનિસ્તાનથી મોકલવામાં આવી હતી.ભારતનો સૌથી મોટો 1600 કિમી દરિયાકિનારો ધરાવતું ગુજરાત વર્ષોથી વિદેશમાં વેપાર […]

એક મહાધૂમકેતુ સરકી રહ્યો છે આપણા સૂર્યમંડળ તરફ

September 30, 2021 1:47 pm

ધૂમકેતુ, ધરતી પરથી દેખાતા નાના નાના પુંછડીયા તારાઓ નથી હોતા. સામાન્ય પણે  ધૂમકેતુ એક આકાશીય સ્નોબોલ હોય છે જેનો સરેરાશ વ્યાસ 10 કિમી હોય છે. પરંતુ આ નિયમના કેટલાક અપવાદો છે, જેમ કે 1997 માં ‘ગ્રેટ ધૂમકેતુ’ તરીકે ઓળખવામાં આવેલો, 30 કિમી વ્યાસ ધરાવતો હેલ-બોપ. 2014 માં, ખગોળશાસ્ત્રીઓ પેડ્રો બર્નાર્ડિનેલી અને ગેરી બર્નસ્ટીને એક આકાશી […]

નરેન્દ્ર મોદીએ શોધ્યું રાષ્ટ્રપતિ જો બાઈડનનું મુંબઈ કનેક્શન : પારિવારિક સંબધો સિદ્ધ કરવા દસ્તાવેજો પણ બતાવ્યા

September 25, 2021 10:09 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ USAના પ્રવાસે છે. આ પ્રવાસમાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ મુલાકાત કરી છે. આ મુલાકાતમાં અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા-વિચારણા કરી હતી. ચર્ચાના કેટલાક એહવાલો પણ બહાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જો બાઈડનને કહ્યું હતુ કે રાષ્ટ્રપતિના ભારત કનેક્શનને સાબિત કરવા માટે તેઓ દસ્તાવેજોનો એક સેટ લઈને આવ્યા છે. […]

કાકા- ભત્રીજી સામસામે: મેરી ટ્રમ્પ પર ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

September 23, 2021 6:49 pm

2020માં બેસ્ટસેલર પુસ્તક “ટ્રમ્પ, ટુ મચ એન્ડ નેવર ઈનફ – હાઉ માય ફેમીલી ક્રીયેટેડ વર્લ્ડસ મોસ્ટ ડેંજરસ મેન ” થી સમાચારોમાં આવનાર અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કારભાર દરમ્યાન તેમની કરી ટીકાકાર એવી એમની ભત્રીજી મેરી ટ્રમ્પ, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના પત્રકારો સુઝેન ક્રેગ, ડેવિડ બાર્સ્ટો અને રશ બ્યુટનર તેમજ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ […]

હું કાબુલના લોકો પ્રતિ જવાબદાર છું અને તેમની સાથે જ રહીશઃ પૂર્વ કાબૂલ મેયર

September 23, 2021 2:28 pm

11 સપ્ટેમ્બર, 2001ના હુમલામાં ભોગ બનેલા યુનાઇટેડ એરલાઇન્સના પાયલોટના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ, દાઉદ સુલતાનઝોયે તેના વતન અફઘાનિસ્તાન પાછા ફરવાનું અને તાલિબાન પછીની સરકાર બનાવવામાં મદદ કરવાનું નક્કી કર્યું છે. કાબુલના આ 66 વર્ષીય મેયર તાલિબાનના સત્તા પર આવ્યા બાદ તેમની નોકરીમાં રહેવા વાળા અફઘાન રિપબ્લિકનના સૌથી અગ્રણી અધિકારી છે. સુલતાનઝોયે કહ્યું કે “હું […]

“ડ્રગ્સ સામે જંગ”- અમેરિકાનું સફેદ જૂઠ

September 23, 2021 1:36 pm

“ડ્રગ્સ સામે જંગ ” શબ્દોએ સ્વયં એક ડ્રગનું સ્વરૂપ ધારણ કરી લીધું છે જે ચાલાક અમેરિકી શાસનતંત્ર દ્વારા ભોળા અમેરિકન લોકો અને દુનિયાને પીવડાવવામાં આવે છે. વિચારીને આશ્ચર્યચકિત થઇ જવાય છે કે એવું છેલ્લા પચાસ વર્ષોથી ચાલે છે. દંભ, તારું બીજું નામ યુએસએ છે, અન્ય કોઈ યુગમાં શેક્સપીયરે આવું જ કંઈ કહ્યું હોત અને છેલ્લા […]

ટેક્સાસના ગવર્નરે ગર્ભપાત-પ્રેરિત દવાઓના કડક પ્રતિબંધોના બિલ પર હસ્તાક્ષર કર્યા

September 23, 2021 7:57 am

ટેક્સાસમાં ગર્ભપાતનો કડક કાયદો અમલમાં આવ્યો છે. રિપબ્લિકન ગવર્નરે તાજેતરમાં પ્રતિબંધિત કાયદા પર હસ્તાક્ષર કર્યા બાદ ટેક્સાસમાં ગર્ભપાત-પ્રેરિત દવાઓ મેળવવી વધુ મુશ્કેલ બનશે.શુક્રવારે ગવર્નર ગ્રેગ એબોટ દ્વારા કાયદામાં હસ્તાક્ષર કરાયેલ સેનેટ બિલ 4, ગર્ભપાત માટે લાગુ પડતી જાણકારી સંમતિની જરૂરિયાતોને સંતોષ્યા વગર ગર્ભવતી મહિલાને ગર્ભપાત -પ્રેરિત દવા પૂરી પાડવાથી પ્રતિબંધિત કરે છે. કાયદામાં ચોક્કસ ફિઝિશિયન […]