ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 17ના મોતઃ ચારે તરફ વિનાશના દૃશ્યો, હજારો યાત્રાળુઓ ફસાયા

October 19, 2021 5:18 pm

ઉત્તરાખંડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખરાબ હવામાનના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં એક ઘર તૂટવાથી બે લોકોના મોત થયા હતા. અહીં ચલઠી નદી પર બાંધકામ હેઠળનો એક પૂલ પણ તણાઈ ગયો હતો. સૂત્રોએ કહ્યું કે ચારધામની યાત્રાએ ગયેલા હજારો પ્રવાસીઓ […]

સફાઈ કર્મચારીની 100 ટચની ઇમાનદારીઃ કચરામાંથી સોનાનો 100 ગ્રામનો સિક્કો મળ્યો, મૂળ માલિકને પરત કર્યો

October 19, 2021 4:43 pm

સોનાના હાલના ભાવ પ્રમાણે 100 ગ્રામના સિક્કાની કિંમત લગભગ સાડા સાત લાખ રૂપિયા થાય. આટલો કિંમતી સિક્કો ભૂલથી કચરામાં જતો રહે તો કેવી હાલત થાય? તમિલનાડુમાં એક વ્યક્તિનો 100 ગ્રામ સોનાનો સિક્કો કચરામાં જતો રહ્યો હતો, પરંતુ એક મહિલા સફાઈ કર્મચારીની ઇમાનદારીના કારણે આ સિક્કો તેને પરત મળી ગયો છે. ગણેશ રામન નામનો યુવાન એક […]

યુપીમાં કોંગ્રેસ 40 ટકા ટિકિટો મહિલા ઉમેદવારોને આપશેઃ પ્રિયંકાની નવી રણનીતિ

October 19, 2021 3:40 pm

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 40 ટકા ટિકિટો મહિલા ઉમેદવારોને આપશે. એટલે કે રાજ્યમાં કુલ 403 બેઠકો છે જેમાંથી 160 બેઠકો પર કોંગ્રેસ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. આ જાહેરાત કરતા પ્રિયંકાએ કહ્યું કે આનાથી રાજ્યમાં મહિલાઓની સ્થિતિમાં […]

ભારત વેક્સિનના એક અબજ ડોઝને પાર કરવાની તૈયારીમાં, પણ 80 ટકા લોકોએ બીજો ડોઝ નથી લીધો

October 19, 2021 3:01 pm

ભારત ટૂંક સમયમાં વેક્સિનનો એક અબજમો ડોઝ આપશે, પરંતુ અત્યાર સુધીમાં દેશના માત્ર 20 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે. એટલું જ નહીં દેશની 40 ટકા વસતીની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તેમના માટે હજુ રસીકરણ શરૂ થયું નથી. અત્યારે ભારતમાં રસી મેળવનાર અને રસી મેળવ્યા વગર રહી ગયેલા લોકો વચ્ચે મોટો ગેપ છે. […]

મુન્દ્રા ખાતે પકડાયેલા હેરોઈન કેસમાં ત્રણ વ્યકિતને 10 દિવસના રિમાન્ડ

October 19, 2021 2:13 pm

ગયા મહિને મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા 2,988 કિલો હેરોઇનના કેસમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અંતર્ગત વિશેષ કોર્ટે ત્રણ વ્યક્તિઓને પૂછપરછ માટે 10 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. તપાસ એજન્સીઓની દલીલ કે તેઓ ભારત સામે ડ્રગનો આતંકવાદ હોઈ શકવાની શક્યતાઓની છાનબીન કરવા માંગે છે, ને માન્ય રાખીને કોર્ટ દ્વારા આ પગલું ભરાયું છે. ત્રણેય આરોપીઓ આશી ટ્રેડિંગ […]

કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાને લઇ અમિત શાહ એક્શન મોડમાં : સુરક્ષા એજન્સીઓ સાથે યોજી મિટિંગ

October 18, 2021 7:38 pm

છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં થઇ રહેલા હુમલાઓની ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ એક્શનમોડમાં આવી ગયા છે. આજે અમિત શાહે સુરક્ષા એજન્સી ,પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. કાશ્મીરમાં થઇ રહેલા હુમલાઓ અને આંતરિક સુરક્ષાને લઈને બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરમાં વધી રહેલા હુમલાઓની […]

લખીમપુર ખેરી હિંસા માટે અજય મિશ્રાએ સ્થાનિક પોલીસને જ જવાબદાર ઠેરવી

October 18, 2021 7:14 pm

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ટિકુનિયા ગામમાં લખીમપુર ખેરીની હિંસા માટે યુપીની સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવી હતી, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. મંત્રીના પુત્ર કે જે આ કેસમાં મુખ્ય આરોપી છે તે હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 3 ઓક્ટોબરની હિંસાને પગલે મૃત્યુ પામેલા ભાજપના કાર્યકરો માટે સિંઘા ખુર્દ ગામમાં […]

ડેરા સચ્ચા સૌદાના ગુરમિત રામ રહીમ, અન્ય ચારને હત્યા કેસમાં આજીવન કેદ

October 18, 2021 5:02 pm

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમ સિંહ અને અન્ય ચારને ડેરાના મેનેજર રણજિત સિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. રણજિત સિંહની હત્યાના કેસમાં તમામ દલીલો સાંભળ્યા પછી અને પૂરાવાને ધ્યાનમાં લીધા બાદ આ સજાની જાહેરાત કરવામાં આવી છે. આ કેસ પાંચકુલા ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલ્યો હતો જેણે આ સજાની જાહેરાત […]

ક્રિકેટર યુવરાજ સિંહ જાતિવાદી ટિપ્પણી કેસમાં ધરપકડ બાદ જામીન પર છૂટ્યા

October 18, 2021 2:25 pm

ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર ગત વર્ષે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન યુઝ્વેન્દ્ર ચહલ ક્રિકેટર સામે જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે જ્યારે તે હિસારના હાંસી નગરમાં ગયો હતો ત્યારે આ મામલે તેની “ઔપચારિક ધરપકડ” કરવામાં આવી હતી. તેમજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશનું પાલન કરીને તેને જામીન પર […]

લખીમપુર ખેરી હિંસા: SKM દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘રેલ રોકો’ આંદોલનનું એલાન

October 18, 2021 9:56 am

સંયુક્ત કિસાન મોરચા (SKM) એ સોમવારે દેશભરમાં ‘રેલ રોકો’ આંદોલનની છ કલાકની હાકલ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી (MoS) અજય મિશ્રાને તેમના પુત્ર આશિષની લખીમપુર ખેરી હિંસાની ઘટનામાં કથિત સંડોવણી અંગે કેબિનેટમાંથી હટાવવાની માંગ સાથે સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી આંદોલન કરવામાં આવશે. SKM દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, […]

બદરીનાથ-કેદારનાથ સહિત ચારધામ યાત્રા અટકાવાઈઃ ભારે વરસાદની આગાહી

October 17, 2021 7:49 pm

ઉત્તરાખંડમાં ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કામચલાઉ ધોરણે ચારધામની યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા (કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને બદરીનાથ) માટે દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. પરંતુ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાને કામચલાઉ ધોરણે અટકાવાઈ છે. જે યાત્રાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રીમાં દર્શન કરી લીધા […]

ભોપાલમાં કારને રિવર્સમાં લઈ દુર્ગા માતાના ભક્તોને કચડી નાખનાર ઝડપાયો

October 17, 2021 6:51 pm

ભોપાલમાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક માથાફરેલો કાર ડ્રાઇવર અચાનક પૂર ઝડપે કારને રિવર્સમાં લે છે અને ત્યાંથી પસાર થઈ રહેલા દુર્ગાભક્તો પર કાર ચઢાવી દે છે. પોલીસે આ ડ્રાઈવરને પકડી લીધો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રસ્તા પર દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે નાચતા-ગાતા જતા હોય છે. અચાનક એક કાર […]

મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્યએ પીએમ મોદી સાથે કરી મુલાકાત: જાણો કઈ અનોખી ભેટ આપી

October 17, 2021 6:40 pm

ગુજરાતના ધાર્મિક મુખ્ય મથક મણિનગર સ્વામિનારાયણ ગાદીના વડા જીતેન્દ્રપ્રિયદાસજી મહારાજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાનને પાઘડી, શાલ, રક્ષાસૂત્ર અને સ્વર્ણિમ કલશ અર્પણ કર્યા હતા. આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વર્તમાન આધ્યાત્મિક નેતા છે. તેઓ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વારસદાર છે અને […]

પેટ્રોલ-ડીઝલનો ભાવ હવે વિમાનોના ઇંધણ કરતા પણ 30 ટકા વધુઃ જાણો દેશમાં સૌથી મોઘું ઇંધણ ક્યાં મળે છે?

October 17, 2021 4:03 pm

કોરોના આવ્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એટલી ઝડપે વધારો થયો છે કે ઇંધણના ભાવ હવે દરરોજ નવા વિક્રમ તોડે છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વિમાનો માટેના જેટ ફ્યુઅલ કરતા પણ 30 ટકા વધારે છે. રવિવારે ઓટો ઇંધણના ભાવમાં લિટરે 35 પૈસાનો વધારો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે લિટરે 105.84 છે જ્યારે મુંબઈમાં […]

T20 વર્લ્ડકપ હવે મોટા પડદે: PVR સિનેમામાં થશે લાઈવ સ્ક્રીનીંગ

October 16, 2021 5:11 pm

PVR સિનેમાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) સાથે તેના સિનેમાઘરોમાં મોટા પડદા પર આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021ની લાઈવ સ્ક્રીનિંગ મેચ માટે ભાગીદારી કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી હેઠળ તે ટુર્નામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલની સાથે ઓલ ઇન્ડિયા ગેમ્સનું લાઇવ સ્ક્રીનિંગ કરશે. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થશે, અને અંતિમ મેચ […]

કોંગ્રેસ CWCની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન “હું જ પૂર્ણકાલીન અધ્યક્ષ”

October 16, 2021 3:49 pm

કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે દિલ્હીમાં CWCની બેઠક મળી હતી. હાલના પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ બેઠક મળી હતી. બેઠકની શરૂઆતમાં જ સોનિયા ગાંધીએ ટીપ્પણી કરી હતી કે હું ફૂલ ટાઇમ કોંગ્રેસ અધ્યક્ષ છું. તેમની સાથે મીડિયા દ્વારા વાત કરવામાં ન આવે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મળેલી બેઠક ખુબ જ મહત્વની માનવામાં આવી રહી […]

સોધબિઝ દ્વારા ચાર કરોડથી વધુ અંદાજિત કિમતના “કૃષ્ણા હોટલ” ચિત્રનું અમદાવાદ કનેક્શન

October 16, 2021 12:34 pm

વિશ્વવિખ્યાત ગુજરાતી ચિત્રકાર ભૂપેન ખખ્ખર (૧૦ માર્ચ ૧૯૩૪-૮ ઑગસ્ટ ૨૦૦૩)નું “કૃષ્ણા હોટલ” નામનું ઓઇલ પેઇન્ટિંગ, સોધબીઝ, લંડન ખાતે 26 ઓક્ટોબરે હરાજી મુકાશે. સોધબીઝ દ્વારા, 1972 બાદ જાહેરમાં ના દેખાયેલા આ ચિત્રની અંદાજિત કિંમત £ 200,000 (રૂ. 2 કરોડ) થી £ 400,000 (રૂ. 4 કરોડ) મુકાઈ છે પરંતુ લાઈવ હરાજી દરમિયાન આનાથી પણ વધુ મળવાની અપેક્ષા […]

મેઘાલયને વંશીય આધાર પર વિભાજિત કરવાની માંગ ઉગ્ર બની

October 15, 2021 5:17 pm

પૂર્વ ખાસી હિલ્સમાં માવરીંગકેંગ અને માવફ્લાંગ, અને પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં રાજાબાલા, એમ ત્રણ વિધાનસભા બેઠકો માટે 30 ઓક્ટોબરના રોજ યોજાનારી પેટાચૂંટણી પહેલા વંશીય તર્જ પર રાજ્યના વિભાજનની માંગને વેગ મળ્યો છે. 1972 માં આસામમાંથી અલગ રાજ્ય તરીકે બહાર આવ્યા પછી ખાસી-જૈન્તિયા અને ગારોલેન્ડ રાજ્ય તરીકે વંશીય તર્જ પર મેઘાલયને વિભાજીત કરવાની માંગ 50 વર્ષ […]

ભૂખમરામાં પાકિસ્તાન અને નેપાળ કરતા પણ ભારતની હાલત બદતર

October 15, 2021 5:21 pm

એક સરેરાશ ભારતીય, ભારતમાં 237 અબજપતિઓ હોવાના સમાચારોના પ્રતિબિંબિત પ્રકાશમાં મહાલી શકે છે અથવા તો એ અબજોપતિઓમાંના એકે હમણાં હમણાં એક મીડિયા હાઉસના સમારોહના ચકાચૌંધભર્યા પોડિયમ પરથી ખુશખુશાલ ચહેરે જે જણાવ્યું હતું – “અપના ટાઈમ આયેગા નહીં, અપના ટાઈમ આ ગયા” , સાંભળીને પોતાના ભવિષ્ય વિષે દિવાસ્વપ્નો જોઈ શકે છે, પરંતુ એ દરમ્યાન કડવી વાસ્તવિકતા […]

ભારત પત્રકારો માટે સૌથી ખતરનાક દેશોમાંનો એક દેશ છે: રીપોર્ટ

October 15, 2021 10:02 am

2021 માં રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) દ્વારા ઉત્પાદિત વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં 180 દેશોમાંથી ભારત 142 મા ક્રમે છે. 2016 માં ભારત 133 મા ક્રમે હતું જે 2020 માં 142 પર પહોંચી ગયું હતું. RSF ના અહેવાલમાં જણાવાયું છે કે પત્રકારો માટે તેમનું કામ યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરવા માટે ભારત સૌથી ખતરનાક દેશોમાંનો એક […]