સોનાની દાણચોરીની અનોખી તરકીબ : અમદાવાદ એરપોર્ટ પર એક કિલો સોના સાથે મહિલાની ધરપકડ

October 19, 2021 4:44 pm

હજુ થોડા દિવસો પહેલા જ કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટથી છેલ્લા 1 વર્ષમાં મોટી માત્રામાં દાણચોરીનું સોનું ઝડપાઈ છે. ત્યારે આજે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. રાત્રે અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી એક ફ્લાઇટમાં એક મહિલા ગુપ્ત ભાગમાં 1 કિલો સોનાની ત્રણ કેપ્સ્યુલ સંતાડીને […]

સોસાયટીમાં જ રહેતા સગીરે 12 વર્ષની છોકરીને કહ્યું ‘આઈ લવ યુ’

October 19, 2021 4:53 pm

શહેરમાં નાની વયના સગીરોમાં પ્રેમ કરી બેસવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને ખાસ કરીને સગીર સાથે ભળતા હોય કે એક જ સોસાયટીમાં રહેતા એકબીજાને પ્રેમ કરી બેસે છે. પણ કેટલાક કિસ્સાઓમાં સગીર વયના ટાબરીયાઓ એકતરફી પ્રેમમાં સગીરાને છેડતી કરવાના કિસ્સો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં 14 વર્ષીય સગીરએ તેની જ સોસાયટીમાં રહેતી સગીરાના એક તરફી […]

ઉનામાં ફિલ્મી ઢબે લૂંટ : ગણતરીની મિનિટોમાં 47 લાખની મતા ઉડાવી ગયા

October 19, 2021 3:00 pm

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની હતી. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટનો ભોગ બન્યો હતો. ઉના બસ સ્ટેન્ડમાં 5થી 6 લૂંટારૂઓ રૂપિયા 47 લાખથી વધુની લૂંટ ચલાવી રફુચક્કર થઇ ગયા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના, અંદાજીત 18 લાખના હીરા સહિત રોકડ રકમનો સમાવેશ થાય છે.  ઉના બસ-સ્ટેન્ડમાં આંગડિયા કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. […]

જે પ્રેમી માટે પતિને છોડ્યો તેણે મહિલાને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી

October 19, 2021 2:42 pm

અમદાવાદની એક પરિણીતાને પાડોશી સાથે પ્રેમ થઈ જતા તેણે પતિને છોડી દીધો અને પ્રેમી પાસે જતી રહી, પરંતુ પ્રેમીએ તેને ગર્ભવતી બનાવીને તરછોડી દેતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. બે સંતાનોની માતા તેના પાડોશી યુવક સાથે સંપર્કમાં આવી હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. પાડોશી યુવકે તેની સાથે લગ્ન કરી તેના પતિ કરતા વધુ સારી […]

સેટેલાઈટના બંગલામાંથી ચોર સોના-ચાંદીના ઘરેણાને છોડી વાસણો, ગેસ સિલિન્ડર ઉઠાવી ગયા

October 19, 2021 7:45 am

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા બંગલામાં ચોરોએ અનોખી ચોરી કરી છે..કરોડો રૂપિયાના બંગલામાંથી ચોરોએ સોના ચાંદી કે રોકડ રકમ નહીં પણ રસોડામાં રહેલા વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બગલાંમાંથી કુકર..ગેસનો બાટલો..સ્ટવ.. તપેલા અને અન્ય વાસણોની ચોરી કરી હતીઃ..આ ચોરી અંગે બંગલાના માલીકે સેટેલાઈટ પોલીસ મથકે ફરીયાદ કરી છે.. આ ચોરીની વિગત એવી છે […]

“બીમાર હોઉં તો પણ પતિ સેક્સ માટે જબ્બરજસ્તી કરે છે, બાળકોને ઉપાડી જવાની ધમકી આપે છે”

October 19, 2021 7:38 am

ગત બે અઠવાડિયાથી શહેરમાં પરિણીતાને પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેમાં પણ પતિ દ્વારા પત્ની પાસે સેક્સને લઈને અલગ અલગ માંગણીઓ અને જોર જબરજસ્તી કરવામાં આવે છે. ત્યારે વૈષ્ણવદેવી રેહતી એક પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તે બીમાર હોય તયારે પણ તેનો પતિ તેને સેક્સ માટે જબરજસ્તી […]

ગોંડલમાં લાંચિયા તલાટી એસીબીની જાળમાં ફસાયાઃ જાણો કયા કામ માટે માંગી હતી લાંચ

October 18, 2021 9:35 pm

રાજકોટના ગોંડલમાં રેવન્યુ વર્ગ 3ના તલાટી લાંચ લેતા ઝડપાયા હતા. હક્ક પત્રકમાં નોંધણી કરાવવા માટે 1800 રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ લેતા તલાટી એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. તમારે સરકારમાં કાગળિયાનું કામ કઢાવવું હોય અને તેમાં લાંચિયા બાબુઓ ન હોય તો નવાઈ જ નહી. રાજકોટના ગોંડલમાં આવા જ એક તલાટીને લાંચ લેતા ઝડપી પાડી […]

ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ નર્સે જીવન ટુંકાવ્યું

October 18, 2021 4:30 pm

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં નર્સે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતી એક યુવતીએ રવિવારની મોડી સાંજે સિવિલ હોસ્પિટલના સ્ટોરરૂમમાં એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી હતી. સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતી એક યુવતીએ હોસ્પિટલના સ્ટોરરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો […]

“પતિ અશ્લિલ ફિલ્મો જોઈને અકુદરતી સંબંધની માંગ કરે છે, ના પાડું તો ઢોરમાર મારે છે”

October 18, 2021 3:13 pm

ઇન્ટરનેટ પર અશ્લિલ વીડિયો જોવા ટેવાયેલા અને આવા વીડિયો મુજબ સેક્સની માંગણી કરતા એક પતિ સામે અમદાવાદની એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના પોશ વિસ્તાર નવરંગપુરામાં રહેતી 48 વર્ષીય મહિલાની ફરિયાદ છે કે વિકૃત ફિલ્મો અને વેબ સિરિઝ જોઈને તેના પતિને પણ આવા સંબંધોની ટેવ પડી ગઈ છે અને તેના માટે પત્ની પર દબાણ […]

વડોદરામાં લૂંટના ઈરાદે સોની વેપારી પર ફાયરિંગ, ગોળી ચલાવી લૂંટારાઓ ફરાર

October 18, 2021 2:11 pm

વડોદરામાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓછો થયો હોય તેમ એક બાદ એક ક્રાઈમની ઘટનાઓ બની રહી છે. ત્યારે નિઝામપુરામાં જવેલર્સના ઘરની બહાર જ જવેલર્સ પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસનો મામલો સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. વડોદરાના નિઝામપુરામાં આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ સોની ગત […]

વડોદરામાં ઝડપાયો લાખોનો દારૂ : વિદેશી દારૂની 190 પેટી જપ્ત

October 17, 2021 7:44 pm

વડોદરામાં સ્ટેટ મોનિટર વિજિલન્સની ટીમે બાતમીને આધારે ફતેગંજ વિસ્તારમાંથી લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટર વિજિલન્સ ની ટીમે રેડ કરી 190 પેટી અંદાજીત 20 લાખ રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો હતો. ગાંધીનાં ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ અવારનવાર દારૂ ઝડપાવવાના કિસ્સા સામે આવે છે. વધુ એક વાર વડોદરામાંથી લાખોનો દારૂ ઝડપાયો છે. સ્ટેટ મોનિટર […]

ડીસામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચાર આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજૂર

October 17, 2021 5:22 pm

ડીસા તાલુકા પોલીસે બે દિવસ અગાઉ ચાર રાજસ્થાની શખ્સોને મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડયાં હતાં. પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ડીસા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીસા તાલુકા પોલીસે બે દિવસ અગાઉ ધાનેરા હાઇવે પરના ટેટોડા નજીક કારનો પીછો કરતાં ચાર શખ્સોને ભાગતા પકડી ગાડીમાં તપાસ કરતાં મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. […]

80 વર્ષના દાદા દારૂ પી ઘરે રોજ નવી યુવતીઓ બોલાવતા, વૃદ્ધાએ કંટાળી પોલીસ હેલ્પલાઇનની મદદ લીધી

October 17, 2021 2:19 pm

શહેરના પોષ વિસ્તાર તેવા એસ જી હાઇવે પર આવેલા કરોડોના બગલોઝમાં રેહતા 80 વર્ષીય રંગીન મિજાજ વૃદ્ધ નશાના રવાડે ચડી ગયા હતા અને ઘરે રોજ નવી નવી યુવતીઓને બોલાવતા હતા. આ સમગ્ર વાતની જાણ તેમના 75 વર્ષીય પત્નીને થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને અંતે વૃદ્ધ પત્નીએ પોલિસ હેલ્પલાઇન અભયમને ફોન કરી આ સમગ્ર […]

નિકોલમાં એક્ટિવા ચાલકની આંખમાં મરચા નાંખી 15 કિલો ચાંદીની લૂંટ કરાઇ

October 17, 2021 7:56 am

શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે, તયારે શહેરના છેવાડે આવેલા નિકોલ વિસ્તારમાં એક એક્ટિવા પર ચાંદીના દાગીના લઈ જઈ રહેલા બે યુવકોને બાઇક પર સવાર 3 લોકોએ 15 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સાંજે નિકોલ જેવા ગીચ વિસ્તારમાં ખુલ્લેઆમ લૂંટની ઘટના બનતા નિકોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો […]

બુટલેગરોની નવી ટેકનીક : અમુલ દૂધના ટેન્કરમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ

October 16, 2021 10:35 pm

તહેવાર આવતા જ દારૂના વેચાણમાં તેજી આવી જાય છે. અને બુટલેગરો પણ શહેરમાં દારૂ લાવવા નવા નવા કીમિયાઓ અજમાવતા હોય છે ત્યારે ગાંધીનગર એલસીબીએ આવા જ એક ભેજાબાજ બુટલેગરને દૂધની ટેન્કરમાં લાવવામાં આવતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. થોડાક દિવસો પહેલા પણ એક બુટલેગર છોટા હાથીમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. […]

અમદાવાદના દાણીલીમડામાં અગંત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ : 18 વર્ષીય યુવકની હત્યા

October 16, 2021 6:11 pm

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ લથડતી જઈ રહી છે. શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દાણીલીમડામાં અંગત અદાવતમાં એક 18 વર્ષના યુવકની એક અન્ય યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના અંગે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગતવાર […]

વાડજની ગોકુળ વીલા હોટલમાં આઈ ડી વગર રૂમ ભાડે ન મળતા યુવકે કરી તોડફોડ

October 16, 2021 4:57 pm

અદાવાદમાં હવે ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, દિવસે દિવસે ચોરી, લૂંટફાટ, અપહરણ, હત્યાના કેસ સામે આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેમ લાગી રહ્યું છે. એવામાં એક હોટલ રૂમમાં તોડફોડની ઘટના સામે આવી છે. સુરતમાં બે દિવસ પેહલા એક ટપોરી દ્વારા હાથમાં તલવાર લઈને યુવતીની છેડતી કરવાનો કિસ્સો સામે […]

રાજકોટમાં લગ્નેતર સંબંધની શંકાના કારણે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

October 16, 2021 4:31 pm

ગુજરાત રાજ્યમાં ક્રાઇમ ગ્રાફે માથું ઊંચક્યું છે અને રાજ્યમાં હત્યાની ઘટનાઓ વધતી જાય છે. આ હત્યામાં પણ પતિ પત્નીના ખટડાક બાદ હત્યાના બનાવો વધી રહ્યા છે. કા તો પતિ દ્વારા પત્નીની હત્યા અથવા તો પત્ની દ્વારા પતિની હત્યાના કિસ્સાઓ રોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. આજે રાજકોટમાં પતિએ પત્નીના ચારિત્રર પર શંકા જતા પત્નીને છરીના […]

દ્વારકાના ખંભાળીયામાં ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું : આમ આદમી પાર્ટીનો જીલ્લા પ્રમુખ જ આરોપી

October 16, 2021 3:07 pm

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું હતું. કજુરડા ગામના રહેવાસી કેજે ગઢવી સામે આ કૌભાંડને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કૌભાંડની તપાસ થતા આમ આદમી પાર્ટીનો જીલ્લા પ્રમુખ જ કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું. દ્વારકાના ખંભાળીયા તાલુકાના ઉગમણા બારા ગામના વિરમદેવસિંહ અને અન્ય યુવાનોના ધોરણ 10 ના બોગસ […]

‘ચોરોથી સાવધાન’: ઉમરેઠમાં ચોરી કરીને ચોરોએ જ સાવધાન રહેવા લખી ચિઠ્ઠી

October 16, 2021 3:20 pm

હિન્દી ફિલ્મ ‘ઓય લકી ઓય’માં જેમ હીરો જે ઘરમાં ચોરી કરે છે ત્યાં એક મેસેજ પણ છોડી જાય છે. એવી જ ઘટના ઉમરેઠ જીલલાના ગામમાં બની છે. ચોરો ઘરમાં ચોરી કરી એક ચિઠ્ઠી મુકતા ગયા છે જેમાં તેણે પોતે જ લખ્યું છે કે ચોરોથી સાવધાન. આ ચોરીને લઈને આખા ગામમાં કુતૂહલ જોવા મળ્યું હતું. બીજી […]