આણંદમાં દારુનો વ્યવસાય કરતી મહિલાને જિલ્લા પોલીસે હેવમોરનું પાર્લર ખાલી આપ્યું

May 23, 2022 7:07 pm

આણંદમાં સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત પોલીસ દ્વારા મહિલા બુટલેગરને દારૂના વ્યવસાયમાંથી બહાર કાઢી તેને આઈસ્ક્રીમ પાર્લર કરી આપવામાં આવ્યો છે. આ પ્રયોગ આગામી સમયમાં સફળ થશે તો અન્ય શહેરોમાં પણ આવી રીતે પાર્લર ખોલી દેવામાં આવશે. આણંદના પોલીસ અધિક્ષક અજીત રાજીયણ દ્વારા દેશી દારૂનો ધંધો કરતી મહિલાઓ દારૂના બદનામ વ્યવસાયને કાયમી તિલાંજલિ અર્પિ સામાજિક ક્ષેત્રે માનભેર […]

સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ: વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફેરવ્યું

May 23, 2022 6:14 pm

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં નટુભાઇ પરમારની દિકરી ભારતીના લગ્ન નિમિત્તે દિકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દિકરા દિકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ગણપતિ ફાટસર વિસ્તારમાં દિકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક […]

ચૂંટણીને પગલે પાર તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ રદ્દ કરવાની પ્રજાને લોલીપોપ: કોંગ્રેસ

May 23, 2022 6:05 pm

પાર – તાપી- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનાં વિરોધમા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના ધારાસભ્યો આનંદભાઈ ચૌધરી અનંતભાઇ પટેલ, પુનાજી ગામીત, સુનીલભાઈ ગામીતે સંબોધન કરતા કહ્યું પાર- તાપી- નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ રદ્દ કરાઈ છે, તે માત્ર સરકાર લોલીપોપ આપી રહી છે તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનેને લઈને આ રદ્દ […]

અમિત શાહનો માસ્ટર પ્લાન – કોર્પોરેટ બાદ ભાજપનું ટ્રમ્પ કાર્ડ કો-પોરેટીવ બનશે

May 23, 2022 5:35 pm

ગુજરાતના ચૂંટણી વર્ષમાં જ્યાં વિપક્ષ જ્ઞાતિ સમીકરણના આધારે બેઠો હતો તે જ સત્તાધારી પક્ષે રાજનીતિના આધુનિક ‘ચાણક્ય’ અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે લક્ષ્ય હાંસલ કરવા બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. જે માટે 78000 સહકારી મંડળીઓનો સહયોગ લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 28 ના રોજ સહકારી પરિષદને સંબોધિત કરશે, જે સહકાર […]

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈ સમગ્ર રાજ્યના વાતાવરણનો મિજાજ બદલાયો, જગતનો તાત ચિંતામાં

May 23, 2022 4:09 pm

ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરુ થતા ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત,વલસાડ,જેતપુર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્તા ધરતીપુત્રોમાં ભારે […]

SSA ગુજરાત ભરતી 2022: સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓ માટે 1500 જગ્યાઓ ખાલી; 26 મેથી ઓનલાઇન અરજી શરૂ

May 23, 2022 3:30 pm

સર્વ શિક્ષા અભિયાન (SSA) ગુજરાતે સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો 8 જૂન 2022ના રોજ અથવા તે પહેલાં નિયત ફોર્મેટ દ્વારા તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકે છે. SSA ગુજરાત ઑનલાઇન અરજી 26 મેથી શરૂ થશે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર તપાસ કરતા રહેવું જરૂરી છે. બોર્ડ […]

અલામત સવારી: ST બસ ચાલકે બેફામ રીતે બમ્પ કૂદાવતા મહિલા મુસાફરનો કમરનો મણકો તુટ્યો

May 23, 2022 3:06 pm

રાજયમાં સૌથી સલામત સવારી એટલે એસટી બસ. પરતું એસટી બસના ઘણી એવી બેદરકારીનો ભોગ મુસાફરો બનતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા મહિલા મુસાફરનો મણકો ફેકચર થઈ ગયો હતો. આ અંગે મહિલાએ બસ ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ […]

રાજકોટમાં પૂછપરછ માટે બોલાવાયેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો લગાવ્યો

May 23, 2022 11:13 am

હુમલાના કેસમાં સંડોવાયેલ હોવાની શંકાસ્પદ 36 વર્ષીય નયના કોલીએ રવિવારે સવારે રાજકોટ (Rajkot) શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનના વોશરૂમમાં કથિત રીતે ફાંસી લગાવી દીધી હતી, જ્યાં નયનાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. રાજકોટના (Rajkot) ડીસીપી પ્રવીણ મીણાએ જણાવ્યું હતું કે, નયના પર આઈપીસીની કલમ 326 (સ્વેચ્છાએ ખતરનાક હથિયારો અથવા માધ્યમથી ગંભીર ઈજા પહોંચાડી) સંબંધિત કેસમાં […]

સુરતમાં વિશ્વનું વિશાળ કોર્પોરેટ ડાયમંડ બુર્સ તૈયાર; 5 જુને કરાશે ગણેશ સ્થાપના

May 23, 2022 10:16 am

વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં (Surat)  તૈયાર થઇ ગયું છે. 5 જૂને આ સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. લગભગ 100 ટકા કામ થઈ ગયું હોવાથી મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે ત્યાર બાદ […]

અમદાવાદ: ઈસ્કોન-આંબલી રોડ પર પાછલા વર્ષમાં 1,500 કરોડના જમીન વ્યવહારો નોંધાયા

May 23, 2022 8:38 am

અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન-આંબલી રોડ વિસ્તારમાં ઝડપથી આવી રહેલી આકર્ષક અને અપમાર્કેટ રહેણાંક અને વ્યાપારી મિલકતોની શ્રેણી છે. વાસ્તવમાં, ઈસ્કોન ક્રોસરોડ્સથી બોપલ જંકશન સુધીના ચાર કિલોમીટરના પટમાં રોગચાળાની બીજી લહેરના ઘટાડાને પગલે હાઈ સ્ટ્રીટમાં કેટલીક ઝડપી અને ઉગ્ર રીઅલ એસ્ટેટ કાર્યવાહી જોવા મળી હતી, જેમાં પાછલા વર્ષમાં રૂ. 1,500 કરોડના ઓછામાં ઓછા એક ડઝન મોટા જમીન […]

અમદાવાદમાં આજે તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા

May 23, 2022 8:22 am

રવિવારના રોજ સતત ત્રીજા દિવસે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરના લોકોએ 41.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનનો અનુભવ કર્યો હતો, પરંતુ સાંજે વાતાવરણ તેજ પવન સાથે ઠંડુ રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે અરબી સમુદ્ર ઉપરથી દક્ષિણ-પશ્ચિમ પવનો દ્વારા લાવવામાં આવેલા ભેજના પરિણામે શહેરનાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. […]

સુરતમાં સીઆર પાટીલના ગઢમાં ઔવેસીએ પ્રચારનું બ્યૂગલ ફુંકયું

May 22, 2022 9:03 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રવાસ શરુ થઈ ગયો છે. ત્યારે આજે AIMIMના પ્રમુખ અસુદ્દીન ઔવેસી સુરત પ્રવાસે આવ્યા હતા. તેઓએ શિક્ષા અને મોંઘવારી મુદ્દે ચૂંટણી પ્રચાર કરશે અને ચૂંટણી લડશે. તેઓએ રાજ ઠાકરેના સવાલ પર તેઓએ નજર અંદાજ કર્યા હતા. ત્યારબાદ જ્ઞાનવાપીના વિવાદ પર કહ્યું કે બાબરી મસ્જિદનું જજમેન્ટ આવ્યું હતું […]

કેરાલાના વેપારીએ લાખોના દાગીના ખરીદી 22 લાખની ઠગાઇ આચરી

May 22, 2022 7:58 pm

કેરાલાના વેપારીએ નવરંગપુરા સીજી રોડ પર વેપાર કરતા સોના ચાંદીના વેપારી પાસે લાખોના દાગીના ખરીદ્યા હતા. વિશ્વાસ રાખી અમદાવાદના વેપારીએ તેને દાગીના આપ્યા હતા. દરમિયાનમાં અડધા પૈસા આપ્યા અને બાકીના 22 લાખ રકમ કેરાલાના સોનાના વેપારી રફીમુસલ્લઇ એલામ્પરાએ આપી ન હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી […]

અમદાવાદમાં એસએમસીનો સપાટો, દારુ બંધીની પોલ ખોલી, ટાર્ગેટ થતો હોવાની ચર્ચા

May 22, 2022 7:51 pm

અમદાવાદ શહેરમાં દારુ બેફામ વેચાય છે તે નકારી શકાય તેમ નથી. શહેર પોલીસ કમિશનરની બ્રાંચ પીસીબી સતત રેડો કરી રહી છે બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલ પણ જાણે નિદ્રાંમાથી જાગી હોય તેમ અમદાવાદ પર ત્રાટકી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં લાંબા સયમયથી ચાલતી દારુની ફેકટરી પકડી પાડી હતી. વટવા વિસ્તારમાં 52 હજારના દારુ સહિતના મુદ્દામાલ સાથે […]

ગુજરાત: પશુ આરોગ્ય સંભાળમાં બેસ્ટબડ્સને મોટી સફળતા

May 22, 2022 7:37 pm

જો નજીકમાં કોઈ આરોગ્ય કેન્દ્ર ન હોય તો શું તમે કોઈ પ્રિય વ્યક્તિને સારવાર વિના છોડી દેશો? શું તમે વેદનાથી રાહતના નામે શાંત થવા માટે સંમત થશો અથવા ફક્ત એટલા માટે કે શહેરમાં વ્યાવસાયિક પશુ આરોગ્ય સુવિધાઓ નથી? ઓછામાં ઓછા એમ્ડિસ્ટ્સને હવે આવી પરિસ્થિતિઓમાં તેમના પાલતુ પ્રાણીને છોડવાની જરૂર નથી. કારણ કે અહીં શૈવાલ દેસાઈ […]

એસજી હાઇવે ખાણીપીણી બજાર નજીકમાં ડ્રગ્સ વેચાણ કરતો શખ્સ ઝડપાયો

May 22, 2022 5:16 pm

શહેરમાં ડ્રગ્સ વેચાણ બેફામ થતું હોવાનું નકારી શકાય તેમ નથી. તેવામાં એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના કાફે બહાર ડ્રગ્સ પેડલરો ફરતા હોય છે અને તેઓ વેચાણ કરતા હોવાનું અગાઉ પણ બહાર આવ્યું છે. ત્યારે ફરી એક વાર એમડી ડ્ર્ગ્સ વેચાણ કરનાર શખ્સને સરખેજથી 7.12 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. તે મકરબા, જુહાપુરા, ફતેવાડી, એસજી […]

ભુજના માલધારીઓના માથે આભ ફાટ્યું, ઘેટાં-બકરામાં રોગ લાગુ પડી જતા ટપોટપ મોત

May 22, 2022 4:35 pm

એક સામટા 70 ઘેટાં-બકરા (sheep and goats die) મૃત્યુ પામતા રૂ. 4થી 5 લાખની નુકસાની સહન કરવાનો વારો15 દિવસથી આ વિસ્તારમાં ઘેટાં બકરામાં સંક્રમણ પેદા થતા મૃત્યુ થઈ રહ્યા છે – પશુ ચિકિત્સકઆગોતરી રસી અથવા દવા આપવાથી પશુનો જીવ બચાવી શકાય છે – પશુ ચિકિત્સક ભુજ તાલુકાના દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ડગાળા ગામની સીમમાં […]

સુરતમાં 133 કરોડના ખર્ચે તૈયાર થશે રાજયનો સૌથી લાંબો બ્રિજ, 15 લાખ લોકોને થશે ફાયદો

May 22, 2022 4:15 pm

સુરતવાસીઓને ટૂંક સમયમાં એક નવો બ્રિજ તૈયાર થશે. આ સુરત સિટિનો 118મો નવો બ્રિજ બનશે. આ બ્રિજની લંબાઈ 2643 મીટરની હશે. આ બ્રિજ તૈયાર થયા બાદ શહેરની 15 લાખ લોકોની જનતાને ભયંકર ટ્રાફિકથી ફાયદો થશે. આ બ્રિજ તૈયાર થતા વરાછા વિસ્તારથી સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ અલગ રેમ્પ આપવામાં આવ્યો છે. રીંગરોડથી વરાછા વિસ્તાર […]

ભરુચ જિલ્લામાં વાતાવરણમાં પલટો, 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

May 22, 2022 3:48 pm

રાજયમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ (Climate change in Bharuch district) જોવા મળ્યું છે. ત્યારે ભરુચ જિલ્લામાં વાતાવરણ પલટાયું અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં આગ ઝરતી અસહ્ય ગરમીના પ્રકોપ અને તડકાથી લોકો એક તરફ ત્રસ્ત થઈ ગયા છે ત્યાં બીજી તરફ આજે વાતાવરણમાં અચાનક […]

લગ્ન પ્રસંગ રાખનાર પરિવારો પરેશાન, પહેલા કાળઝાળ ગરમી હવે વરસાદની આગાહીથી ચિંતામાં

May 22, 2022 3:05 pm

રાજયમાં હવામાન વિભાગે આગામી 25 મે થી દક્ષિણ ગુજરાતમાં (Rainfall forecast in the state) વરસાદની આગાહી આપી છે. તો બીજી બાજુ હાલ લગ્નગાાળો ચાલી રહ્યો છે. વરસાદની આગાહીને લઈ લગ્ન પ્રસંગ રાખનાર પરિવારમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. આ પહેલા રાજયમાં કાળઝાળ ગરમીથી લોકો ભારે પરેશાન હતા. રાજયમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા […]