RBL બેંકના રિજિયોનલ હેડ CBIના સકંજામાંઃ 30 લાખની લાંચ લેતા પકડાયા

| Updated: November 19, 2021 6:05 pm

ગુજરાતમાં CBIએ આકરી કાર્યવાહી કરીને રત્નાકર બેંકના રિજીયોનલ હેડને સકંજામાં લીધા છે. રત્નાકર બેંકના રિજીયોનલ હેડ 30 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે વેલ્યુએશન સર્ટિફિકેટ આપવા માટે લાંચ માંગી હતી. પૂનાના રિકવરી હેડ પણ CBIના છટકામાં ઝડપાયા છે.
અમદાવાદથી રિજીયોનલ હેડની ધરપકડ કરવામાં આવી છે. રિજીયોનલ હેડ નિમેષ માંગેરને સીબીઆઈ દ્વારા પકડવામાં આવ્યા છે.

અમદાવાદના પ્રહલાદનગર રોડ પરની બ્રાન્ચમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. લાંબા સમય બાદ બેંકના ટોચના અધિકારી સકંજામાં આવ્યા છે.
અમદાવાદ, પૂના, દિલ્હી સહિત પાંચ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. CBI આ અંગે દરેક જગ્યાએ તપાસ કરી રહી છે. બંન્ને આરોપીને CBI કોર્ટમાં રજૂ કરશે. સીબીઆઈએ બેંકના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે.

Your email address will not be published. Required fields are marked *