બાબા ઇંદની ઉજવણી: ગુજરાત-મધ્યપ્રદેશના બોર્ડર પર કેવી રીતે કરાઇ છે ઉજવણી?

| Updated: January 15, 2022 5:54 pm

બાબા ઈંદની ઉજવણી દરમિયાન બાબા પિઠોરા દેવ લખાવવા જેવી વિધિઓ કરાવવામાં આવે છે.આદિવાસી બાહુલ્ય વિસ્તારોમાં છોટાઉદેપુર તથા ગુજરાત સરહદી મધ્યપ્રદેશના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવે છે.અને તેની સાથે આ વિસ્તારોમાં ઠેર ઠેર બાબા ઈંદની ભારે આસ્થાભેર હાલ ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી સમયે બાબા પિઠોરા દેવ લખાવવા જેવી વિધિઓ પણ કરવામાં આવે છે અને તેની સાથે બાબા ઈંદની ઉજવણી કાર્યક્રમ ખાસ કરીને બુધવારે રાખાઇ છે અને કેટલાક ગામોમાં રવિવારે આ વિધિ કરવામાં આવે છે.

સમોણીયા જેવા પ્રસંગોમાં ગામેગામથી સગાં સંબંધીઓનેને નોતરું આપાઇ છે અને અલગ ગ્રુપોમાં ઈંદમાં મહાલવા આવતા હોય છે અને તેની સાથે સામાજિક રીતે અને પહેલાના જમાના રીતે ચાલી આવતી પંરપરાઓ દ્વારા વિધી કરવામાં આવી રહી છે અને તેની સાથે મહિલાઓ બાબા ઈંદના ગીતો ગાતાં ગાતાં આવવા જેવી વર્ષો જૂની પ્રણાલીઓ આજે પણ અકબંધ જોવા મળે છે.

દેવોનાં પાટલા મુકીને પૂજા કરવામાં આવે છે અને તેની સાથે ઇંદ માંડવાનો હોય તેનાં 9 દિવસ અગાઉ જુવારા વાવવામાં આવે છે અને તે જગ્યા પર ગામના જ્ઞાની દ્વારા જે જગ્યાએથી ડાળીઓ લાવવાની હોય ત્યાં જઈને ડાળીઓ નોતરવાની વિધિ કરવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે પણ ડાળીઓ લેવા જવામાં આવે છે અને વાજતે ગાજતે ડાળીઓ લેવા જવામાં આવે છે.ડાળીઓની સામે દેવોનાં પાટલા મુકીને ભગવાનની પૂજા કરવામાં આવે છે.

ડાળીઓ કરમાઇ નહીં જાય તે માટે નક્કી કરવામાં આવેલી કુંવારીયા દ્વારા લોટામાં પાણી સાથે રાખી પુરી રાત સમયાંતરે પાણી નો છંટકાવ કરવામાં આવે છે અને તેને સાથે આ મહિલાઓ આખી રાત નાચગાન કરતા હોય છે અને કડીવાળા ડીંગા સાથે કુરરરરરુઉઉઉઉઉઊઊ જેવી કિકિયારીઓ અને હબબબબબૂઊઊઉઉઊની બુમલી કરી ને નાચગાન કરી મજા કરીને નાચ ગાન કરવામાં આવે છે.

વર્ષોથી ગામ દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યા પર કરવામાં આવે છે અને તેની સાથે બાબા ઈંદની ઉજવણી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવે અને આવેલા મહેમાનોને ભેટ આપવામાં આવે છે અને ભોજન કરાવામાં આવે છે.

અલગ અલગ ઇંદની ઉજવણી કરવામાં આવે છે અને અમૂક લોકો પોષ મહિનામાં તો અનેક લોકો વૈશાખ મહિનામાં ઉજવણી કરતા હોઇ છે.

Your email address will not be published.