ગુજરાતના રાજકોટ જિલ્લાના પડીદાદ ગામમાં આજે વહેલી સવારે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ કામદારોના મોત થયા હતા.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પડીદાદ ગામમાં સિમેન્ટ મેન્યુફેરચરિંગ બનાવવાના પ્લાન્ટમાં હાઇ-બોન્ડ સિમેન્ટ પ્લાન્ટમાં કામદારો વેલ્ડીંગમાં રોકાયેલા હતા અને સ્ટોરેજ સ્ટ્રક્ચરમાં સ્પાર્કના કારણે બ્લાસ્ટ થયો હતો. જો કે, બ્લાસ્ટ થતા કામદારો કાટમાળથી દબાયા હતા અને ઘણાને તેમના હાથ અને પગ પર ઇજાઓ પહોંચી હતી. જયારે ત્રણ કામદારોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૃતકોની ઓળખ આશિષ સોલંકી (25), રાહુલ પંપાનીયા (22) અને અમરનાથ વિશ્વકર્મા (30) તરીકે થઈ હતી. સોલંકી કોડીનારના દેવલપુર ગામનો વતની હતો જ્યારે પંપણીયા ગીર સોમનાથના સુત્રાપાડા ગામનો વતની હતો. વિશ્વકર્મા ઉત્તર પ્રદેશના વતની હતા.
હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના મૃતદેહોને બાદમાં પોસ્ટમોર્ટમ માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(પ્રતિકાત્મક તસવીર )