કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થયો વધારો: જાણો મોદી કેબિનેટના બીજા મહત્વના નિર્ણયો

| Updated: July 14, 2021 5:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરી બેઠક અંગેની જાણકારી આપી હતી.

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, DAમાં હવે 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને 28 ટકા સુધી પહોચાડવામાં આવ્યો છે. આ ફેરફાર એક જુલાઈ, 2021થી લાગૂ કરવામાં આવશે. જૂન સુધી 17 ટકા જ મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્ર સરકારના 48 લાખથી વધારે કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને ફાયદો થશે. અનુરાગ ઠાકુરે આ અંગે કુલ બજેટ 34 હજાર કરોડ રૂપિયા રહેશે તેવું જણાવ્યું હતું.

અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે, કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ ક્ષેત્રમાં એક મહત્વની સ્કીમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે એપરલ, ગારમેન્ટ અને મેડઅપ્સ અંગે RoSCTL સ્કીમને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમ 31 માર્ચ, 2024 સુધી ચાલુ રહેશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ ઉપરાંત ગ્રામીણ ભારતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત પશુપાલન અને અન્ય ક્ષેત્રમાં ફાયદો થશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા બ્રીડનો પણ વિકાસ કરવામાં આવશે. પશુઓ માટે પશુ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે 9800 કરોડ રૂપિયાનું ફંડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ સમગ્ર સ્ક્રીમ 54,000 કરોડ રૂપિયાની છે તેવું તેમણે જણાવ્યું હતું.

કેબિનેટે નિર્ણય કર્યો છે કે, નેશનલ આયુષ મિશનને 2025-26 સુધી ચાલુ રાખવામાં આવશે. આ અંતર્ગત આયુષ પ્રણાલી અંગેનું શિક્ષણ અને તાલિમ વધુ લોકોને આપવામાં આવે તે અંગે વિકાસ કરવામાં આવશે. નવા 12 હજાર આયુષ હેલ્થ વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે. 6 નવી આયુષ કોલેજ બનાવવામાં આવશે. 12 પીજી ઇન્સ્ટીટયુટ બનાવવામાં આવશે. નવી આયુષ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે અને જુની હોસ્પિટલોને અપગ્રેડ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ સિવાય દેશના વિવિધ ભાગમાં નવા કોર્ટ હોલ બનાવવા અંગે,કોર્ટમાં સુવિધાઓ વધારવા અંગે તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Your email address will not be published.