અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગરમાં ગત મહિને એક મહિલાની કોવાઇ ગયેલી લાશ મળી હતી. તેની હત્યામાં સીસીટીવી ફુટેજ આધારે તેલંગાણાના એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીને મરનાર મહિલાના સેન્ટ્રલ આઇબીના ઇન્સ્પેક્ટરે હત્યાની સોપારી આપી હતી. આરોપીને હાલ 15 હજાર આપ્યા હતા અને બાદમાં વધુ પૈસા આપવાના હતા. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસમાં પત્ની જીતી જતાં તેને દર મહિને મહેનતાણું આપવાનું હતુ સહિતની સમસ્યાઓ ન નડે તે માટે પતિએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીને ઝોન-7 ડીસીપીની એલસીબીએ પકડી પાડ્યો હતો અને વધુ તપાસ માટે વેજલપુર પોલીસને સોપવા માટે તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ -2 ગત મહિને એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલાની પ્રાથમિક તપાસ અને પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, મહિલાની અજાણ્યા શખસો હત્યા કરી નાખી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ઝોન-7 ડીસીપીની એલસીબી ટીમે અનેક સીસીટીવી ફુટેજની ચકાસણી કરી હતી. જેમાંથી બાઇક પર આવેલા બે શખસો સીસીટીવી ફુટેજમાં કેદ થયા હતા. બાઇક નબંરના આધારે પોલીસે તપાસ કરી અને એડ્રેસ પર પહોચી હતી. બાઇક કોઇના પાસે ખરીદ્યું ન હતુ પરંતુ ભાડે લીધું હતુ. બાદમાં આ ખલીલુદ્દીન નામના શખસ અમદાવાદમાં રોકાયો પણ હતો. બાદમાં એક પોલીસની ટીમ તેલંગાણા ખાતે તપાસમાં પહોચી હતી. પોલીસે તપાસ દરમિયાન ખુલીલુદ્દીન સૈયદને પકડી પાડ્યો હતો.
ડીસીપી ઝોન -7 એ જણાવ્યું હતુ કે, આરોપીની પુછપરછ કરતા મૃતક મનિષાબેનના પતિએ રાધાક્રિષ્નન મધુકરરાવ દુદેલા જે સેન્ટ્રલ આઇબીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેણે સોપારી આપી હતી. આરોપી ખુલીલુદ્દીન સૈયદને મનિષાના પતિ રાધાક્રિષ્નન સાથે જુનો પરિચય હતો. તેથી તેને હાલ 15 હજાર આપી હત્યાને અંજામ આપવા માટે અમદાવાદ મોકલ્યો હતો. આરોપીએ કબુલાત કરી હતી કે, મનિષા અને રાધાક્રિષ્નનને ઘર કંકાસ ચાલી રહ્યો હતો અને કેસ મનિષા જીતી ગઇ હતી તેથી તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આમ હત્યામાં આઇબી ઇન્સ્પેકટર રાધાક્રિષ્નન દુદેલા, જાવેદ અને સતીશ નામના શખસોની શોધખોળ હાથ ધરી છે.
પતિના કહેવાથી પાંચ માસ આરોપીએ રહી પત્નીની રેકી કરી
આરોપી ખલીલુદ્દીન સૈયદે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, છેલ્લા પાંચ મહિનાતી રાધાક્રિષ્નનના કહેવાથી અમદાવાદની હોટલમાં ભાડે રહેતો હતો અને ભાડેથી મોટર સાઇકલ રાખી મનીષાનો પીછો પણ કરતો હતો અને તેની રેકી પણ કરી હતી. નોકરી અને ઘર સહિત તમામ જગ્યા પર ક્યારે જાય અને તેની સાથે કોણ કોણ હોય છે તે તમામ રેકી કરી હોવાની કબુલાત કરી હતી.