કિશન ભરવાડ હત્યા કેસ : મૌલાના કમર ગની ઉસ્માનીની સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ હાથ ધરી

| Updated: February 2, 2022 9:51 pm

ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર એવા દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીની એટીએસની ટીમે ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બનાવની ગંભીરતા જોતા સેન્ટ્રલ આઈબીના અધિકારીઓની ટીમ અમદાવાદ એટીએસ ખાતે પહોંચી ગઈ છે અને કલાકો સુધી પૂછપરછ હાથ ધરી છે.

આગામી દિવસમાં સ્ટેટ આઈબી અને એનઆઈએ પણ પુછપરછ કરશે. મૌલાનાએ દેશમાં આવા અન્ય કોઈ કારનામા કર્યા છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવશે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તેમજ ગુજરાતની લોકલ આઈબીની ટીમો પણ મૌલાનાની પૂછતાછ કરશે કરશે. મૌલાનાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી અને તેમને અમદાવાદ લાવતી વખતે સુરક્ષાના કારણોસર પાંચ વખત ગાડીઓ બદલવી પડી હતી.

ધંધુકાના કિશન ભરવાડ નામના યુવકની હત્યા સ્થાનિક વિસ્તારના શબ્બીર અને ઈમ્તિયાઝ નામના યુવકોએ કરી હતી જોકે તેમને હત્યા કરવા માટે અમદાવાદના મૌલાના ઐયુબ તથા દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની ઉશ્કેર્યા હતા.

માત્ર સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટને કારણે જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા ગુજરાતમાં વાતાવરણ બગડવ લાગ્યું હતું ત્યારે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એટીએસની ટીમ દ્વારા તમામ હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા છે હવે એટીએસની ટીમ દ્વારા આ સમગ્ર ઘટનાક્રમન માસ્ટર માઇન્ડ એવા ઉસ્માનીની પૂછપરછ કરવામાં આવી રહી છે પાકિસ્તાની સંગઠનો સાથે સંપર્ક ધરાવતા અને યુવાનોને કટ્ટરવાદી બનાવવા માટે કુખ્યાત મૌલાના પોલીસને તપાસમાં સહકાર આપતા નથી.

જોકે અન્ય આરોપીઓની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે અને જેના અનુસંધાનમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ઉસ્માની દેશમાં સંખ્યાબંધ યુવાનોના કાનમાં ઝેર નાંખ્યું હોવાથી તેણે આવી કોઈ ઘટનાને અંજામ આપવામાં મદદ કરી હતી કે કેમ તેની પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ આઇબીની ટીમ અમદાવાદમા આવી ગઈ છે.

આ ઉપરાંત એનઆઈએ તથા ગુજરાતની સ્થાનિક આઇબીના અધિકારીઓ પણ મૌલાનાની અને આ ષડયંત્ર સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરશે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા મૌલાના ગની ઉસ્માનીએ અમદાવાદમાં જે જે લોકો સાથે મીટિંગ કરી હતી તેમની પણ એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં તેમના નિવેદનો પણ લેવામાં આવશે.

જ્યારે દિલ્હીથી ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી હતી તે પહેલાં જ તેણે સોશિયલ મીડિયા ઉપર પોતાનો એક વીડિયો વાયરલ કર્યો હતો જેને કારણે તેની ધરપકડ થવાનું તેના સમર્થકોને ધ્યાનમાં આવી ગઈ હતું. માટે જ છેક દિલ્હીથી ઉસ્માને બાય રોડ અમદાવાદ લાવવામાં કોઈ તકલીફ થાય નહિ અને સુરક્ષાના કારણોસર તેને દિલ્હી થી અમદાવાદ પહોંચતી વખતે પોલીસની ટીમે જુદા જુદા સ્થળે પાંચ વખત ગાડીઓ બદલી હતી. આટલું જ નહીં પરંતુ ઉસ્માની ને અત્યારે એટીએસ કેમ્પસમાં રાખવામાં આવ્યો હોવાથી એટીએસ કેમ્પસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે કેમ્પસને ચારેબાજુ હથિયારધારી પોલીસ કર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

Your email address will not be published.