અમદાવાદ
નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીના એમડી સાથે તમીલનાડુ સરકારમાં બેગનું ટેન્ડર ભરવાનું કહીને 27 કરોડની ઠગાઇના કેસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. 27 કરોડની ઠગાઇ નહી પરંતુ વિશાલ ગાલા પોતે ગેમ્બલીંગમાં હારી ગયા હોવાનું બહાર આવતા સાઇબર ક્રાઇમે વિશાલ ગાલા વિરુધ્ધમાં ગુનો નોધી તપાસ હાથ ધરી છે. વિશાલ ગાલાએ સાઇબર ક્રાઇમ સામે ખોટી જાહેરાત પણ કરી હતી.
નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ મૂળચંદભાઇ ગાલાને તમિલનાડુ સરકારમાં બેગ સપલાયનું સરકારી ટેન્ડર અપાવવાની વાત કરી હતી. ટેન્ડર આપવાની અને તે કામના રો-મટીરીયલનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. આમ ટેન્ડરની લાલચ આપી 27 કરોડની ઠગાઇ આચરી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ઠગાઇ કરનાર આરોપી કર્ણાટકાના બેંગ્લોર ખાતે હોવાનું બહાર આવ્યું હતુ. સાઇબર ક્રાઇમની ટીમે કર્ણાટકાના બેંગ્લોર ખાતેના સિયાના સિલ્ક એપાર્ટમેન્ટમાંથી કરનસિઘ દાનસિંઘ રાવત(ઉ.34)ને પકડી પાડ્યો હતો. કરનસિંઘ Fonepaisa કંપનીનો ડાયરેક્ટર હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતુ કે, કોઇ ટેન્ડર પ્રોસેસ કરવાનું ન હતુ. કોઇ ટેન્ડર બાબતે વાતચીત થઇ નથી કે તેમની પાસે ટેન્ડર અપાવવાની કહીને રો મટીરીયલ્સ આપવાનું કહીને વિશાલ ગાલા પાસેથી પૈસા ભરાવેલા નથી પરંતુ તેમણે પોતાની મરજીથી india24bet.com નામની નોન સ્કીલ ગેમીંગથી પૈસ હારજીતી કરવા માટે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી તેમજ કંપની ગાલા ગ્લોબલ પ્રોડક્ટ લી. બેંકના એકાઉન્ટમાંથી કે પછી અન્ય બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભર્યા હતા. અને ગેમ્બલીંગ કર્યું હતુ. તેણે સાઇબર ક્રાઇમમાં આવી ખોટી જાહેરાત કરી હતી. ગેમ્બલીંગના કારણે પૈસા હારી જતાં આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે