સુરત ખાતે પક્ષીઓ માટે અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા આઈ.સી.યુ સેન્ટર ઉભુ કરાયુ

| Updated: January 13, 2022 3:41 pm

સુરત ખાતે કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇસીયુ સેન્ટર શરૂ કરાવામાં આવ્યુ છે. આ પ્રસંગે આજે તારીખ 13 જાન્યુઆરી 2022 ના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યું હતુ. અગાઉ વન અને પર્યાવરણ મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરીને કરુણા અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ઉતરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ, સવારે 9 કલાક પહેલાં અને સાંજે 6 કલાક પછી પતંગ ઉડાડીએ નહીં તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ તેમણે જણાવ્યુ હતુ કે વર્ષ 2017થી રાજ્યમાં કરુણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક સારી શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે.

આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અંદાજે ૫૫ હજારથી વધુ પક્ષીઓને આપણે સારવાર દ્વારા બચાવી શક્યા છીએ. ગત વર્ષે 9 હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં આશરે 750 પક્ષીઓના મૃત્યુ થયા હતા. ગત વર્ષના અનુભવના આધારે આ વર્ષે રાજ્યભરમાં જરૂરિયાત મુજબ 764થી વધુ પક્ષી નિદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જેમાં અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આઈ.સી.યુ સેન્ટરનુ પણ ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતુ. કરુણા સંસ્થા દ્વારા આ તમામ કેન્દ્રો માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પર શરુ કરાયા છે જે, 832000200 પર “karuna” વૉટસએપ કાર્યરત કરાવામાં આવ્યુ છે.

Your email address will not be published.