Site icon Vibes Of India

ચૈત્ર નવરાત્રી 2022 : જાણો ચૈત્ર નવરાત્રી વિશેની વિશેષ વાતો વાઈબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી

Chaitra Navratri VIbes Of India Wishes

Chaitra Navratri VIbes Of India Wishes

ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રીને શક્તિ ઉપાસનાનાં પર્વ તરીકે દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે. જે પૈકી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રી આ વર્ષે 2 એપ્રિલ 2022થી શરુ થઈને 11 એપ્રિલ 2022 સુધી છે. એવી પારંપરિક ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.

આવતી કાલથી શરુ થનારી ચૈત્ર નવરાત્રી 2022ની મહત્વપૂર્ણ બાબતો

આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 દિવસોની છે અને 9 દિવસોની ચૈત્ર નવરાત્રીને શુભ માનવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ શનિવારથી થવા જઈ રહ્યો છે, એટલા માટે માતાજીનું આગમન ઘોડેસવારી દ્વારા થશે. આ સત્તા પક્ષને સાવધાન રહેવાનો સંદેશ આપે છે.
ચૈત્ર નવરાત્રીનું સમાપન સોમવારનાં રોજ થશે, એટલા માટે મા દુર્ગા ભેંસની સવારી પર પૃથ્વી લોકથી વિદાય લેશે. આ સવારી લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની સલાહ આપે છે.
ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદા તારીખ કે નવરાત્રીનાં પહેલા દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બને છે. આ સવારે 6:10 સુધી રહેશે.
ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુભ સમય બપોરે 12:00 થી 12:50 સુધી છે.
ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી જ હિંદુ નવવર્ષ કે વિક્રમ સવંતનો પ્રારંભ થાય છે. આ વર્ષે વિક્રમ સવંત 2079નો પ્રારંભ થશે.
30 વર્ષ બાદ એવો મોકો આવ્યો છે કે શનિવારે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને હિંદુ નવવર્ષ પણ શરુ થશે.

ચૈત્ર નવરાત્રી 2022ના પ્રથમ દિવસનો શુભ સમય

ઘટસ્થાપન મુહૂર્ત – સવારે 06.22 થી 08.31 સુધી
ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત – બપોરે 12:08 થી 12:57 સુધી
પ્રતિપદા તિથિ શરૂ થાય છે – 01 એપ્રિલ, 2022 સવારે 11:53 કલાકે
પ્રતિપદા સમાપ્ત – 02 એપ્રિલ, 2022 સવારે 11:58 વાગ્યે

ચૈત્ર નવરાત્રીનાં વાસ્તુ ઉપાય

ચૈત્ર નવરાત્રીનાં પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. યાદ રાખો કે આ કળશ સ્થાપના ઇશાન કોણ કે ઉત્તર-પૂર્વ કોણમાં કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણને પૂજા-પાઠ માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

નવરાત્રીમાં દુર્ગાની અખંડ જ્યોતને અગ્નેય દિશા એટલે કે દક્ષિણ-પૂર્વ કોણમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી ઘરનાં દોષો દૂર થાય છે. સદસ્યોની બીમારીઓ દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે.

ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન રોજ ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીનાં ચરણ અંદરની તરફ આવતા બનાવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધન-વૈભવ વધારે છે.

નવરાત્રી દરમિયાન વ્યાપારીઓ પોતાના ઓફિસ – દુકાનનાં મેં ગેટ પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ આ પાણીમાં લાલ અને પીળા રંગના ફૂલ રાખી દો. આમ કર્વાતાહી બીઝનેસમાં સફળતા મળે છે.
ચૈત્ર નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાયના પાઠનું મહત્વ

ચૈત્ર નવરાત્રીમાં ઘણા ભક્તો નવરાત્રિ દરમ્યાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. ખરેખર નવરાત્રિમાં તેનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય છે. જેને ત્રણ ચરિત્રોમાં વહેંચવામાં આવ્યો છે. લગભગ દરેક અધ્યાયમાં દેવી દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. દુર્ગા સપ્તશતીના પ્રથમ ચરિત્રમાં મધુ-કૈટભ વધનુ વર્ણ કરવામાં આવ્યું છે. મધ્યમ ચરિત્રમાં મહિષાસુરના સંહારનુ વર્ણન છે. તો ઉત્તર ચરિત્રમાં શુમ્ભ-નિશુમ્ભ વધ અને દેવી માંથી મળતા વરદાનનુ વર્ણન છે.