પડકારો તમને વધુ મજબૂત બનાવે છે-આરબીઆઈ પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની વિદ્યાર્થીઓને શીખ

| Updated: July 4, 2022 11:17 am

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને  વિદ્યાર્થીઓને તેમની પોતાની કસોટી કરવા અને તેઓ કોણ છે જાણવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે માત્ર પડકારો જ તેમને મજબૂત અને વધુ લચીલા બનાવે છે. ક્રીઆ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ સમાજને પાછું આપવું જોઈએ, કારણ કે આ એ દેશ છે જેણે તેમનું સિંચન કર્યું છે અને પાછું આપવું એ પરિપૂર્ણતાનો વિશેષાધિકાર છે.

તેમણે જણાવ્યું કે મારી પાસે ઘણી વાર લોકો કારકિર્દીની સલાહ માગવામાં આવે છે અને હું તમને ત્રણ વિચારો આપવા માગુ છું.– તમારી જાતને ઓળખો, તમારી જાતને ચેલેન્જ કરો અને બીજાઓને તમારી સાથે લઈ જાઓ. તમે કોણ છો, તમને ખરેખર શું ઉત્સાહિત અને એક્સાઇટ કરે છે તે જાણો. તમારી જાતને ચેલેન્જ આપો – જો વસ્તુઓ સરળ હોય તો તમે પ્રગતિ કરી રહ્યા નથી. તમે જાણતા નથી કે તમે ખરેખર કોણ છો. એવું કશુંક શોધી કાઢો જે તમારી પરીક્ષા કરે. તમે જે સમાજમાં ઉછર્યા છો, જે દેશે તમને સિંચ્યા છે, તે સમાજ માટે તમે ઋણી છો.

આજે પાસ થયેલા ગ્રેજ્યુએટ્સનો  વિશેષ ઉલ્લેખ કરવાની જરૂર છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ જે પરંપરાઓનું સર્જન કર્યું છે તે યુનિવર્સિટીની સંસ્કૃતિમાં છે.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે જણાવ્યું હતું કે, ઘણી રીતે, ક્રીઆ યુનિવર્સિટીમાંથી તમારું ગ્રેજ્યુએશન એ વાતનો પુરાવો છે કે સપનાઓ સાકાર થાય છે કારણ કે અડધા દાયકા પહેલા ક્રીઆ પોતે જ કેટલાક લોકોનું એક સ્વપ્ન હતું, જેમણે અન્ય લોકો સાથે પોતાનું સ્વપ્ન શેર કર્યું હતું.

ફોર્બ્સ માર્શલના કો-ચેરમેન નૌશાદ ફોર્બ્સે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધતા જણાવ્યું હતું કે, યુવા સ્નાતકો તરીકે, તમે પડકારોને પહોંચી વળવા માટે નેતૃત્વ પૂરું પાડવા માટે આદર્શ છો. રોજગારના મુખ્ય આર્થિક પડકારોને પહોંચી વળવા માટે ટુરિઝમ અને મેન્યુફેકચરિંગને  વિકાસગાથાના કેન્દ્રમાં મુકો જેથી આપણે તેમાં તમામ 1.4 અબજ લોકોને સામેલ કરીએ છીએ. ક્રીઆ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર એસ શિવકુમારે જણાવ્યું હતું કે, શિક્ષણ અને સંશોધનમાં અનોખું યોગદાન આપવાનો પ્રયાસ એ જ યુનિવર્સિટીનું હાર્દ છે.

તેમણે જણાવ્યું હતું કે, 2 જુલાઈ, 2022 ના રોજ અમારો પ્રથમ દિક્ષાંત સમારંભ અમારા પ્રયત્નોની સફળતાની ઉજવણી છે. તે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓના પ્રયાસોનું પરિણામ છે.જેમણે રોગચાળાના વર્ષો હોવા છતાં, સમર્પણ સાથે અવિરત પણે કામ કર્યું હતું, વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે.તેમને  પ્રતિષ્ઠિત કોર્પોરેટ્સમાં પ્લેસમેન્ટ અને બિન-સરકારી સંસ્થાઓ સાથે કામ કરવાની તક મળી છે. 

Your email address will not be published.