ચંદૌસી વિધાનસભા બેઠક (Chandausi Assembly Seat) ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની એક વિધાનસભા બેઠક છે. ચંદૌસી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી 140 કિલોમીટર અને મુરાદાબાદ શહેરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. ચંદૌસી દેશના અન્ય ભાગો સાથે સડક તેમજ રેલ માર્ગ દ્વારા જોડાયેલ છે. ચંદૌસી કપાસ અને શેરડીના ઉત્પાદન માટે ખાસ ઓળખ ધરાવે છે. ચંદૌસી ફુદીનાના તેલ માટે પણ દેશમાં પ્રખ્યાત છે.
રાજકીય પૃષ્ઠભૂમિ
ચંદૌસી વિધાનસભા બેઠકની (Chandausi Assembly Seat) રાજકીય પૃષ્ઠભૂમિની વાત કરીએ તો આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 1962ની ચૂંટણીથી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કુંવર નરેન્દ્ર સિંહ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ પાંચ, કોંગ્રેસ ચાર, સમાજવાદી પાર્ટી (SP) બે અને બહુજન સમાજ પાર્ટી (BSP), જનતા પાર્ટી, ભારતીય ક્રાંતિ દળ (BKD) ને એક-એક જીત મળી છે.
ચંદૌસી વિધાનસભા બેઠક પરથી 2002ની વિધાનસભા ચૂંટણીમાં, ગુલાબ દેવી ભાજપની ટિકિટ પર વિધાનસભામાં ચૂંટાયા હતા. 2007ની ચૂંટણીમાં ગિરીશ ચંદ્ર BSPની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. આ આરક્ષિત બેઠક પરથી વર્ષ 2012માં લક્ષ્મી ગૌતમ સપાની ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
2017 નો જનાદેશ
ચંદૌસી વિધાનસભા બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય ગુલાબ દેવી પર દાવ લગાવ્યો હતો. બીજેપીના ગુલાબ દેવીની સામે સપા અને કોંગ્રેસ ગઠબંધન તરફથી વિમલેશ કુમારી, બસપા તરફથી બિરમાવતીનો પડકાર હતો. બીજેપીના ગુલાબ દેવીએ તેમના નજીકના હરીફ કોંગ્રેસના વિમલેશ કુમારીને 45,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. બીએસપીની બિરમાવતી ત્રીજા સ્થાને રહી હતી.
સામાજિક માળખું
ચંદૌસી વિધાનસભા બેઠકના સામાજિક સમીકરણોની વાત કરીએ તો અહીં અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા વધુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ સાડા ત્રણ લાખ મતદારો છે. જ્ઞાતિના સમીકરણોની વાત કરીએ તો અહીં ચંદૌસી વિધાનસભા બેઠકના ચૂંટણી પરિણામ નક્કી કરવામાં ઉચ્ચ જાતિના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ મતદારો પણ સારી એવી સંખ્યામાં છે.
ધારાસભ્ય રિપોર્ટ કાર્ડ
ચંદૌસી વિધાનસભા સીટના વિધાનસભ્ય ભાજપના ગુલાબ દોવીનો દાવો છે કે તેમના કાર્યકાળમાં રસ્તાઓથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધીના દરેક ક્ષેત્રમાં કામ થયું છે. વિરોધ પક્ષોના નેતાઓ ધારાસભ્યના દાવાને પોકળ ગણાવી રહ્યા છે. ચંદૌસી વિધાનસભા સીટ માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભાજપે આ સીટ પરથી પોતાના વર્તમાન ધારાસભ્ય ગુલાબ દેવીને ઉમેદવાર બનાવ્યા છે. બસપાએ રણવિજય અને કોંગ્રેસે મિથિલેશને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.