ગુજરાતના વાતાવરણમાં પલટો, વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ કરી દો

| Updated: May 22, 2022 11:22 am

ગુજરાતમાં આજ સવારથી જ વાતાવરણમાં બદલાવો જોવા મળી રહ્યો છે વાદળાઓ જોવા મળી રહ્યા છે વાળદા થવાના કારણે વાતવરણ ઠંડુ થઇ ગયું છે.હવામાન વિભાગની આગાહી અનૂસાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે,વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે જેના કારણે લોકોએ હાથકારો થયો છે સહન ના થાય તેવી ગરમીના સહન કરીને હવે લોકોને રાહત મળી છે.
ગુજરાતમાં હવે વરસાદની ધડીઓ ગણવાનું શરૂ કરી દો થોડા જ દિવસોમાં વરસાદનું આગમન થઇ જશે

25 મેના રોજ ગુજરાતમાં વરસાદનુ આગમન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી 25 મેના વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.

સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે.ગત રાત્રીના પવન ફુંકાયો હતો અને જેના કારણે કાલથી જ વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું.

Your email address will not be published.