ચરણજિતસિંહ ચન્નીને પંજાબના સીએમ બનાવવાનું કોંગ્રેસને નડશે કે ફળશે?

| Updated: September 20, 2021 6:36 am

કોંગ્રેસે પંજાબમાં મુખ્યમંત્રી બદલી નાખીને મોટું જોખમ ખેડ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાર્ટીને સૌથી પહેલા તો મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા ફટકો પડ્યો હતો જેમણે પોતાનું રાજીનામુ આપી દીધું છે અને પછી પક્ષની આકરી ટીકા કરી હતી.

કેપ્ટન અમરિંદર સિંહને સીએમની સીટ પરથી દૂર કરીને પાર્ટીએ હાઈ કમાન્ડનો આદેશ દર્શાવ્યો છે, પરંતુ તે આગળ શું કરવું તે વિશે તૈયાર નથી. તેણે રિપ્લેસમેન્ટ માટે યોગ્ય ઉમેદવારની શોધ કરવી પડી હતી.

કોંગ્રેસ પંજાબમાં એક હિંદુ મુખ્યમંત્રી લાવશે તેવી વાતો ચાલતી હતી જેમાં અંબિકા સોનીનું નામ સંભળાતું હતું. પરંતુ અંબિકા સોનીએ કહી દીધું કે પંજાબના મુખ્યમંત્રી તરીકે કોઈ શિખ જ હોવા જોઈએ.

ત્યારબાદ કોંગ્રેસે આખરે ચરણજિત સિંહ ચન્નીની પસંદગી કરી જેઓ દલિત ધારાસભ્ય છે અને અમરિંદર સિંહના મંત્રીમંડળના સભ્ય પણ છે.

શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજ પાર્ટીના જોડાણે વચન આપ્યું હતું કે કોંગ્રેસે એક પ્રકારનો જુગાર ખેલ્યો છે તેમણે વચન આપ્યું હતું કે, તેઓ 2022માં સત્તા પર આવશે તો એક દલિતને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવશે. બીજી તરફ આમ આદમી પાર્ટી આ પ્રકારની ગણતરી સાથે ગંભીર હરીફાઈ આપી હતી.

કોંગ્રેસ એવો દાવો કરી શકે કે તે એક એવો પક્ષ છે જે શિડ્યુલ્ડ કાસ્ટ સમુદાયમાંથી મુખ્યમંત્રીને નિયુક્ત કરીને સામાજિક સમાનતા લાવે છે. તેણે જાટ શિખ સમુદાયમાંથી ધારાસભ્ય પાર્ટીના ઉમેદવાદને પસંદ કરવાની વર્ષો જૂની પરંપરા તોડી છે.

સાદી ગણતરી દર્શાવે છે કે દલિતો રાજ્યમાં 30 ટકા જેટલી વસતી ધરાવે છે. પંજાબમાં જાટ શિખો રાજકીય નેતૃત્વમાં પહેલેથી છવાયેલા છે અને દલિતો સાથે સમાજના સમીકરણો અલગ છે.

આ પગલાંના કારણે સમીકરણો પર કેવી અસર પડે છે તે રાજકીય ચિત્ર બદલી શકે છે. ચૂંટણી આટલી બધી નજીક હોય ત્યારે કોઈ નવી વ્યક્તિને લાવવામાં આવે તેમાં મોટું જોખમ રહેલું છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે ચૂંટણી નજીક હોય ત્યારે મોટા ફેરફારો સત્તાધારી પક્ષને નુકસાન પહોંચાડી શકે છે.

1998માં ભારતીય જનતા પાર્ટીએ સુષ્મા સ્વરાજને સાહેબ સિંહ વર્માની જગ્યાએ મુખ્યમંત્રીની જગ્યાએ મુક્યા ત્યારે તેનો ફાયદો થયો ન હતો. શીલા દિક્ષીત સત્તા પર આવ્યા અને વધુ બે ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

પંજાબમાં પણ ચૂંટણી આટલી નજીક હોય ત્યારે તેણે નેતૃત્વ પરિવર્તન કર્યું હોય તેવું પહેલી વખત નથી થયું. 1996માં રાજિન્દર કૌર ભટ્ટલને મુખ્યમંત્રી નિયુક્ત કરાયા હતા. અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે પંજાબમાં આ હોદ્દો સંભાળ્યો હોય. તેમણે તે સમયના અસંતુષ્ટ હરચંદ સિંઘ બ્રારનો સામનો કર્યો ત્યારબાદ પક્ષે તેમને આ જવાબદારી આપી હતી.
1997ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 117 સીટની એસેમ્બલીમાં માત્ર 14 બેઠકો જીતી શકી હતી. પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વમાં શિરોમણી અકાલી દળને સંપૂર્ણ બહુમતી મળી હતી. તે સમયે પ્રદેશ કોંગ્રેસ અંબિકા સોનીના કમાન્ડ હેઠળ હતી અને ગુલામ નબી આઝાદ એઆઇસીસીના મહામંત્રી હતા જે પંજાબનો હવાલો સંભાળતા હતા.

સરહદી રાજ્યમાં નવા મુખ્યમંત્રી સામે સૌથી પહેલા બે પડકાર રહેશે. એક, રાજકીય મોરચે અને બીજો વહીવટી મોરચે. હાલની પંજાબ વિધાનસભાનો કાર્યકાળ 27 માર્ચ, 2022 સુધીનો છે. એટલે કે ત્યાં સુધીમાં આગામી ચૂંટણી ત્યાં સુધીમાં યોજાઈ જવી જોઈએ.

વર્તમાન અને આગામી એસેમ્બલીની રચના વચ્ચે નવી નેતાગીરી પાસે છ મહિના કરતા પણ ઓછો સમય છે. ચૂંટણી પંચ મોડેલ આચાર સંહિતા લાગુ કરે ત્યારે સરકારો ઢીલી પડી જતી હોય છે તેથી વાસ્તવિક સમયગાળો ઘણો ઓછો છે.
વહીવટી મોરચે નવા મુખ્યમંત્રી પાસે તેમના વચનો પૂરા કરવા માટે બહુ ઓછો સમય છે.

નવા મુખ્યમંત્રી વહીવટી તંત્ર ચલાવવા માટે થોડા અનુભવ સાથે આવ્યા છે પરંતુ તેમને પોતાની ટીમ સ્થાપિત કરવા માટે સમયની જરૂર પડશે. તેમણે પહેલા સેટલ થવું પડશે અને મુખ્યમંત્રીની ઓફિસમાં કામગીરી પર પોતાનો અંકુશ જમાવવો પડશે.

કોંગ્રેસના મુખ્યમંત્રી લોકોને સમજાવી શકશે કે તેમણે કામ દેખાડવા માટે પૂરો પ્રયાસ કર્યો હોવા છતાં તેમની પાસે બહુ ઓછો સમય હતો.

કે વી પ્રસાદ દિલ્હી સ્થિત વરિષ્ઠ પત્રકાર છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *