કચ્છમાં જખૌ ખાતે ફરીથી ચરસ મળી આવ્યુંઃ ગયા વખતે મળ્યું હતું તેના કરતાં અલગ જ પેકિંગ

| Updated: April 8, 2022 3:57 pm

બીએસએફનું માનવું છે કે આ ચરસ ગયા વખતે મળી આવેલા ચરસના પેકેટોનો જ હિસ્સો

અમદાવાદઃ કચ્છમાં જખૌ બંદર નજીક ઇબ્રાહિમ પીર બેટ વિસ્તારમાં છીછરા પાણીમાં બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) પેટ્રોલ પાર્ટીને ગુરુવારે બપોરે બે ચરસના પેકેટ મળી આવ્યા હતા. બીએસએફે જણાવ્યું હતું કે આ ડ્રગ પેકેટ ડ્રગ ટ્રાફિકરોએ મે 20202માં તેમને સુરક્ષા એજન્સીઓએ આંતર્યા ત્યારે ફેંકી દીધા હોવાનું મનાય છે.

આમ છતાં પણ ચરસના આ મળી આવેલા પેકેટ પર ગુજરાતમાં 2020-21ના મળી આવેલા પેકેટની વચ્ચે તફાવત દેખાય છે. બીએસએફે 12મી ઓગસ્ટે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે મે 2020માં ગુજરાતના દરિયાકિનારે મળેલું ચરસ કદાચ નિષ્ફળ દાણચોરીનું પરિણામ હોઈ શકે. તેના પગલે તેને દરિયામાં નાખી દેવામાં આવ્યું હોઈ શકે. તેના પછી દરિયાઈ મોજાની સાથે તે સમુદ્રમાંથી કિનારે આવ્યું હશે. તે વખતે દોઢ ટન જેટલું ચરસ પકડાયું હતું.

આ નિવેદનની ખાસ વાત એ હતી કે તે ચરસ અફઘાનિસ્તાન અને ઇરાન થઈ પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને સિંધના માર્ગે આવ્યું હતું. કરાચી ખાતેના ફૌઝી ફર્ટિલાઇઝર કોર્પોરેશન (એફએફસી)નું પેકિંગ તેના પર હતુ. આ ઉપરાંત તેના પર સોના બ્રાન્ડ 46 યુરીયાનું માર્ક હતુ. આ ડ્રગ્સની યુએઇ, સાઉદી અરેબિયા, આફ્રિકા અને અન્ય સાઉથ એશિયા દેશોમાં દાણચોરી થાય છે. પણ ઘણી વખત આ દાણચોરોને સત્તાવાળાઓ પડકારે છે ત્યારે તેઓ આ ડ્રગ્સ છોડી દે છે.

જ્યારે ગુરુવારે મળેલા પેકેટ પર મેડ ઇન જર્મની લખ્યું હતું. તે વેલ્વેટ બ્રાઉન્ડ કોફીના બ્રાન્ડના સ્વરૂપમાં હતા. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો બીએસએફની તે સમયની તપાસ દર્શાવે છે કે ચરસનું કન્સાઇનમેન્ટ યુરિયાના પેકિંગમાં આવ્યું હતું તો પછી આ વખતના પેકેટને તેઓ તે સમયના કન્સાઈનમેન્ટનો હિસ્સો શા માટે ગણાવે છે.

કચ્છ પશ્ચિમ પોલીસના એસપી સૌરભ સિંહે જેના નિરીક્ષણ હેઠળ બધુ ડ્રગ્સ જપ્ત કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે આજની તારીખ સુધીમાં અમે મે 2020ના કન્સાઇનમેન્ટના 1,507થી વધારે પેકેટ પકડ્યા છે. પણ પણ પછી મળ્યા તે પેકિંગ અલગ જ છે. તેમણે આ મુદ્દે વધુ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.  બીએસએફ ગુજરાત અને રાજસ્થાન ફ્રન્ટ હેડક્વાર્ટરના ઇન્સ્પેક્ટર જનરલ જીએસ મલિકે પકડાયેલા પેકેટની વાતને સમર્થન આપ્યુ હતુ અને અગાઉ મળી આવેલા પેકેટ કરતાં અલગ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમે પેકેટોને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે અમે આ પેકેટ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે અને સમગ્ર દરિયાકિનારે આ પ્રકારની તપાસ માટે અભિયાન આદરવાના છીએ. અમે આ માટે અન્ય અજન્સીઓના સંપર્કમાં પણ છીએ. પછી તે સરકારી હોઈ શકે કે ગમે તે હોઈ શકે. અમે રાજ્યમાં ડ્રગ વેચાણની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીશું.

Your email address will not be published.