બદરીનાથ-કેદારનાથ સહિત ચારધામ યાત્રા અટકાવાઈઃ ભારે વરસાદની આગાહી

| Updated: October 17, 2021 7:49 pm

ઉત્તરાખંડમાં ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કામચલાઉ ધોરણે ચારધામની યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા (કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને બદરીનાથ) માટે દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. પરંતુ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાને કામચલાઉ ધોરણે અટકાવાઈ છે.

જે યાત્રાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રીમાં દર્શન કરી લીધા છે તેમને પોતાના સુરક્ષિત ગંતવ્ય સ્થાને જતા રહેવા જણાવાયું છે. મુખ્યમંત્રી ધામીએ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે. સાથે સાથે યાત્રાળુઓને પણ હમણાં યાત્રા પર ન આવવા અપીલ કરી છે.

રવિવારે સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યારે યાત્રાળુઓને સોનપ્રયાગથી આગળ જવા દેવામાં આવતા નથી. ધામમાં પહોંચેલા યાત્રાળુઓને દર્શન પછી પરત મોકલવામાં આવી રહ્યા છે.

Your email address will not be published. Required fields are marked *