ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગેંગરેપ કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ

| Updated: February 13, 2022 8:22 pm

શનિ-રવિની રજા હોવા છતાં gangrape-case પણ તમામ વિભાગોના સંકલનમાં રહી આરોપી સામે 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગેંગરેપ કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ પોલીસ ભાવનગર પોલીસ દ્રારા રજુ કરાઇ છે. જિલ્લાના અલંગ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ત્રાપજ-અલંગ રોડપરથી એક કારમાં શહેરની સગીરા સાથે દુષ્કર્મ આચરી રહેલા ત્રણ શખ્સોની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જોકે પોલીસે ગુનાની gangrape-case ગંભીરતા જાણી અને શનિ-રવિની રજા હોવા છતાં પણ તમામ વિભાગોના સંકલનમાં રહી આરોપી સામે 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપેલ છે.

એએસપી સફીન હસન

સમગ્ર બનાવ અંગે ભાવનગર શહેર એએસપી સફીન હસને આપેલ માહિતી મુજબ ગત તા.11/2/2022 ના રોજ સાંજના સમયે શહેરના કાળીયાબિડ વિસ્તારમાંથી એક સગીરાનુ સંજય છગન મકવાણા તથા મનસુખ બોધા સોલંકીએ ઈકો કારમાં અપહરણ કરી તળાજા તાલુકાના ત્રાપજ ગામે ગયા હતા.ત્રાપજ ગામના મુસ્તુફા શેખ નામના શખ્સે મદદગારી કરી હતી અને આ શખ્સને પણ સાથે લઈ જઈ અલંગ-ત્રાપજ રોડપર કાર ઉભી રાખી સગીરા સાથે ત્રણેય શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. gangrape-case એ દરમિયાન પેટ્રોલીંગ પર નિકળેલી અલંગ પોલીસને આ કાર શંકાસ્પદ જણાતા કારની તલાશી સાથે ત્રણેય શખ્સોની પુછપરછ સાથે સગીરા પાસેથી સમગ્ર હકીકત જાણી હતી. gangrape-case આથી અલંગ પોલીસે ત્રણેય શખ્સો તથા કારનો કબ્જો લઈ પોલીસ મથકે લાવી ભાવનગર પોલીસને સમગ્ર ઘટના અંગે વાકેફ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોએક તરફી પ્રેમમાં પાગલ યુવકે ઘર સામે જ યુવતીનું ગળું કાપી નાંખ્યુ,

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અને પોલીસ દ્વારા સગીરાનું મેડીકલ સહિતની જરૂરી કામગીરી સરકારના તમામ સંબંધિત વિભાગોના સંકલનમાં gangrape-case રહી શનિ-રવિની રજા હોવા છતાં પણ આરોપી સામે માત્ર 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે. ગેંગરેપ કેસના ગુનામાં ભાવનગરમાં પોલીસની આ પ્રથમ કામગીરી ગણી શકાય.

Your email address will not be published.