ચૌટાલાને લાંબા સમયે રાહત મળીઃ અપ્રમાણસર સંપત્તિ કેસમાં સજા સસ્પેન્ડ

| Updated: August 4, 2022 3:57 pm

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રદાન ઓમપ્રકાશ ચૌટાલાને લાંબા સમયે રાહત મળી છે. અપ્રમાણસર સંપત્તિ કેસમાં દોષિત ઠેરવામાં આવેલા ચૌટાલાને ચાર વર્ષની સજા થઈ હતી. હાઇકોર્ટે તેમની ચાર વર્ષની સજાને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશ યોગેશ ખન્નાએ 88 વર્ષીય રાજકારણીને જામીન આપતા જણાવ્યું હતું કે આ સજાનું સસ્પેન્શન ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા 50 લાખના દંડની ચૂકવણી તેમજ પાંચ લાખના અંગત બોન્ડની સાથે એક સ્યોરિટીના અમલને આધીન છે.

કોર્ટેનોંધ્યું હતું કે ચૌટાલાએ દોઢ વર્ષનો સમય કસ્ટડીમાં વીતાવ્યો છે અને અપીલને બોર્ડ પર સુનાવણીમાં આવવામાં થોડો સમય લાગી શકે છે. કોર્ટે બુધવારે જાહેર કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે અરજદાર ચૌટાલાની સજા હાલની અપીલ પડતર છે ત્યાં સુધી સ્થગતિ કરવામાં આવે છે. જો કે આ જામીન માટે ચૌટાલાએ ટ્રાયલ કોર્ટે ફટકારેલા 50 લાખનો દંડ અને પાંચ લાખના અંગત બોન્ડની સાથે લગભગ રકમ કહી શકાય તેવી એક સ્યોરિટી સુપ્રદ કરવી પડશે. આ ઉપરાંત ચૌટાલા ટ્રાયલ કોર્ટની મંજૂરી સિવાય વિદેશ જઈ શકશે નહી, એમ કોર્ટે બુધવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું.

કોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું હતું કે ચૌટાલાને હાલના કેસમાં જામીન આપવામાં આવ્યા હતા અને જામીન બોન્ડ પૂરા પાડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કસ્ટડીમાં રહ્યા હતા. અન્ય કેસમાં આપવામાં આવેલી સજાના લીધે તેમને ક્યારેય જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ન હતા. ટ્રાયલ કોર્ટે 27મી મેના રોજ ચૌટાલાને દોષિત ઠેરવ્યા હતા અને તેમને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. 1993થી 2006 દરમિયાન અપ્રમાણસર સંપત્તિના કેસમાં તેમને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે આ અઠવાડિયાની શરૂઆતમાં ચૌટાલા દ્વારા આ કેસમાં દોષિત ઠેરવવાના સંદર્ભમાં તેમનાપ ર લાદવામાં આવેલી ચાર વર્ષની સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર આદેશ અનામત રાખ્યો હતો.

સીબીઆઇએ 2005માં કેસ દાખલ કર્યો હતો અને 26 માર્ચ 2010ના રોજ 1993 અને 2006ની વચ્ચે તેમના પર કાયદેસરની આવક કરતા અપ્રમાણસર મિલકતો એકઠી કરવાનો આરોપ મૂકી તહોમતનામુ દાખલ કરવામાં આવ્યુ હતું.

સીબીઆઇની એફઆઇઆર મુજબ ચૌટાલાએ 24 જુલાઈ 199થી પાંચ માર્ચ 2005ના સમયગાળા દરમિયાન હરિયાણા મુખ્યમંત્રી તરીકે કામ કરતી વખતે તેમના કુટુંબના સભ્યો અને અન્ય લોકો સાથે મળીને સ્થાવર અને જંગમ મિલકતો મેળવી હતી. આ સંપત્તિ તેમની કાયદાસેરની આવકની તુલનામાં અપ્રમાણસર હતી.

Your email address will not be published.