યુકેથી બે કરોડનું પાર્સલ મોકલી આપું છેુ તેમ કહી યુવકે યુવતી પાસે 21.79 લાખ પડાવ્યા

| Updated: April 16, 2022 9:34 pm

મેટ્રોમની સાઇટ પર વારંવાર યુવતીની સાથે ઠગાઇ કરનાર ટોળકીઓ વારંવાર વધી રહી હોવાનું નકારી શકાય તેમ નથી. લગ્ન ઇચ્છુક યુવતીઓ સાથે લાખોની ઠગાઇ કરનાર શખ્સને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો છે. દિલ્હીના શખ્સે પોતાની ઓળખ બદલી યુકે રહેતો અને નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતુ. અમદાવાદની યુવતીને બે કરોડ રુપિયા પાર્સલમાં યુકેથી મોકલ્યા હોવાનું જણાવી અલગ અલગ ચાર્જના નામે 21.79 લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવી ઠગાઇ આચરી હતી. આ શખ્સે અનેક યુવતીઓ સાથે ઠગાઇ કરી હોવાનું પોલીસ માની રહી છે. તે દિશામાં સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતી 35 વર્ષીય યુવતીએ લગ્ન કરવા માટે મેટ્રોમોની સાઇટ પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. જીવન સાથી મેટ્રોમોની સાઇટ પ્રોફઇલ તપાસ કરતા દરમિયાનમાં અમોલ દલવી નામની પ્રોફાઇલ બનાવનાર યુવકની પ્રોફાઇલ પસંદ આવી હતી. અમોલ યુકેમાં ગ્લાસલો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે હોવાનું જણાવ્યુ હતુ. પોતે પૂણેનો રહેવાસી છે. નાનપણથી યુકેમાં આવી ગયો હતો અને ભારતમાં રહેતી યુવતી સાથે લગ્ન કરવા માગે છે અને ભારતમાં રહેવા માંગે છે. આમ ફરિયાદીના સંપર્કમાં આવ્યો અને વોટ્સએસ ઓઢિયો કોલીંગથી વાતચીત કરવા લાગ્યા હતા.

આમ વિશ્વાસમાં લેવા માટે ફોટા મોકલ્યા, યુકેથી પાર્સલ મોકલ્યું અને તેમાં યુકેની કરન્સી પણ હતી અને ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ થાય છે. આમ પાર્સલ છોડાવવાના નામે મુંબઇ કસ્ટમ વિભાગમાંથી કોઇ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. આમ આરોપીએ મુંબઇ બ્રીટીશ એમ્બેસીની ઓળખ આપી અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેવું જણાવી પૂર્વ આયોજીત કાવતરુ રચ્યું હતુ. રીલાયન્સ ડીલીવરી કંપનીનો ટ્રેક શિપમેન્ટ રેકોર્ડ, યલો ફિવર સર્ટિફિકેટ, દુબઇથી મુંબઇ એમીરેટ્સ એર લાઇન ટીકીટ, બ્રીટીશ એમ્બેસી મુંબઇનું આઇડી કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવડાવ્યા હતા.

આ તમામ દસ્તાવેજો યુવતીને મોકલી આપ્યા હતા. બાદમાં ઇન્કમેટક્સ, જીએસટી, ઇન્સ્યુરન્સ, આઇએમએફ, કોર્ટ સહિતના અલગ અલગ ચાર્જ પેટેલ 21.79 લાખ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ભરાવ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં અરજી કરી હતી. જેથી આ અરજી અંગે તપાસ ચાલી રહી હતી. દરમિયાનમાં એસીપી જે એમ યાદવના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોબાઇલ નંબર આધારે અને બેંક ડિટેલ્સ આધારે ટેકનિકલ એનાલીસીસ કર્યું હતુ.

આ બંને વિગતો આધારે સોશિયલ મીડિયા દ્વારા તપાસ કરતા આરોપી ઇરફાનખાન બેચ્ચેખાન ખાન(ઉ.32, રહે. દ્વારકા પોચનપુર સેકટર-23, ન્યુ દિલ્હી. મૂળ ઉત્તરપ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતુ. સાઇબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી આરોપી ઇરફાનખાનને પકડી પાડ્યો હતો. આરોપીએ તેના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં એડ્રેસ બદલી નાખી નોયડા કરાવ્યું હતુ અને તેના પર સિમકાર્ડ ખરીદ્યું હતુ. તેને બેંક એકાઉન્ટ પણ ખોલાવી દીધા હતા.

પોલીસે આરોપીના કેનેરા બેંકના એકાઉન્ટમાંતી 9.75 લાખ ફ્રોડના નાણા જમા થયા હતા અન્ય કોના કોના એકાઉન્ટમાં પૈસા ગયા છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેવામાં આરોપી એલ એન્ડ ટી કન્ટ્રકશન આઇઆઇસીસી દ્વારાકા ન્યુ દિલ્હી ખાતે સાઇટ પર સુપવાઇઝર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે અને તે એફવાયબીએનો અભ્યાસ કર્યો છે.

Your email address will not be published.