ઇસનપુરના યુવકે એમેજોન પેથી પૈસા ટ્રાન્સફર કર્યા, પેન્ડીંગ પૈસાની માહિતી લેવા જતાં 73 હજાર ગુમાવ્યા

| Updated: April 24, 2022 7:50 pm

ઈસનપુરમાં રહેતા યુવકે એમેજોન પે પરથી રૂ. 10 હજાર ટ્રાન્સફર કર્યા હતા તે પૈસા એકાઉન્ટમાંથી કપાઈ ગયા અને પેન્ટીંગમાં બતાવતા હતા. પેન્ડીંગ બતાવતા યુવકે ગુગલ પરથી એમેજોન કસ્ટમર કેરનો નંબર મેળવી ફોન કર્યો હતો. અજાણ્યા શખ્સે યુવક પાસેથી આઈડી પાસવર્ડ મેળવી યુવકના એકાઉન્ટમાંથી રૂ.73 હજાર પડાવી લીધા હતા. આ અંગે ઈસનપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.

ઈસનપુરના ચામુંડા નિવાસમાં વિપુલ દરજી પરિવાર સાથે રહે છે. થોડા દિવસ પહેલા પાટણ ખાતેના ચન્દ્રમાણા ગામે ગયા હતા. તેમના વસ્ત્રાલ રીંગરોડ પર આવેલા કેશર હાઈટસ ખાતે મકાનમાં ફર્નીચરનું કામ ચાલતું હોવાથી કામ કરનાર હિરાભાઈને રૂ.10 હજાર આપવાના હતા. તેથી એમજોન પે પરથી રૂ.10 હજાર ટ્રાન્સફર કર્યા હતા. પૈસા કપાઈ ગયા હોવા છતા સામેના એકાઉન્ટમાં આવ્યા ન હતા અને પેન્ડીંગમાં બતાવતા હતા.

જેના પગલે વિપુલભાઈએ ગુગલ પરથી એમેજોન પેનો કસ્ટમર કેર હેલ્પ લાઈન નંબર મેળ્યો હતો. વિપુલે ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સામેના અજાણ્યા વ્યક્તિએ આઈડી અને પાસવર્ડ સહિતની તમામ વિગતો મેળવી લીધી હતી. બાદમાં આ ઠગ ટોળકીએ વિપુલના ખાતામાંથી 73 હજાર અલગ ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.