કેનેડા જવા માટે 30 લાખમાં નક્કી કરી ખોખરાનો એજન્ટ 11 લાખ અને પાસપોર્ટ લઇ ફરાર થયો

| Updated: August 3, 2022 8:52 pm

રાણીપમાં રહેતા વ્યક્તિએ તેના પરિવારને કેનેડા મોકલવા માટે ખોખરાના એજન્ટનો સંપર્ક કર્યો હતો. 30 લાખ આપવાનું કહીને 11 લાખ અને પાસપોર્ટ લઇ એજન્ટ ભાગી ગયો હતો. આ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોધી એજન્ટની શોધખોળ હાથ ધરી છે.

રાણીપ વિસ્તારમાં આવેલા સુવર્ણ એપાર્ટમેન્ટમાં તેજસ પટેલ પરિવાર સાથે રહે છે અને તેઓ કિરાણાની દલાલીનો ધંધો કરે છે. મારી પત્ની અને બાળકોને કેનેડા ખાતે સ્થાઇ થવું હતુ. તેથી વિઝીટર વિઝા અને વર્ક પરમીટની જરુર હતી. દરમિયાનમાં સબંધી પાસેથી ખોખરામાં ઓફિસ ધરાવતા ક્રિશ્ચયન રોબીન સેમ્યુલ નામના શખસની મુલાકાત થઇ હતી. જેથી પુત્રને વિઝા અપાવવાની વાત કરી હતી અને તેણે 30 લાખ આપવાની વાત કરી હતી. બાદમાં પાસપોર્ટ અને પૈસા મેળવી લીધા હતા.

આમ એજન્ટે 11 લાખ પડાવી લીધા અને પાસપોર્ટ પણ પરત આપ્યા ન હતા. ક્રીશ્ચયન રોબીનની શોધખોળ હાથ ધરી પરંતુ તે પૈસા અને પાસપોર્ટ લઇને ભાગી ગયો હતો. આ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.