કેપ્ટન કૂલે સ્વીકારી ભૂલ; ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે 7 વિકેટેથી હાર્યું

| Updated: May 16, 2022 4:21 pm

એમએસ ધોનીની કેપ્ટનશીપમાં પરત ફર્યા બાદ પણ ચેન્નઈ સુપર કિંગ્સને (Chennai Super Kings) સતત સફળતા મળી નથી. રવિવાર 15 મેના રોજ, સીએસકેને ટોચના ક્રમાંકિત ગુજરાત સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો. સીએસકે માટે આ નવમી હાર હતી, જેના કારણે ટીમ નવમા સ્થાને રહી. મેચ બાદ કેપ્ટન ધોનીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી, જેના કારણે ટીમ આ મેચમાં પહેલાથી જ પાછળ હતી.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) 20 ઓવરમાં માત્ર 133 રન બનાવી શકી હતી. ધોનીએ આ નિર્ણયને પોતાની ભૂલ ગણાવી હતી. ધોનીએ સ્વીકાર્યું કે ગુજરાત સામે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય નહોતો. મેચ બાદ તેણે કહ્યું, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય સારો નહોતો. પહેલા હાફમાં ફાસ્ટ બોલરોને ફટકારવાનું મુશ્કેલ હતું અને પછી સ્પિનરો સામે પણ એવું જ થયું.

સીએસકેએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો હતો,અને આ સિઝનમાં પ્રથમ વખત અંબાતી રાયડુની જગ્યાએ નારાયણ જગદીસનને સામેલ કર્યો. જગદીશને 33 બોલમાં 39 રન બનાવ્યા હતા અને તે ઝડપી બેટિંગ કરી શક્યો નહોતો.

આઈપીએલના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે સીએસકે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. અગાઉ 2020માં UAEમાં રમાયેલી સિઝનમાં સીએસકેની સ્થિતિ ખરાબ હતી અને આઠ ટીમોમાં તે સાતમા સ્થાને રહી હતી. જોકે, સીએસકેના ઈતિહાસમાં આ સિઝન સૌથી ખરાબ છે. પ્રથમ વખત, ટીમ એક સિઝનમાં 9 મેચ હારી છે, જે 10 પણ હોઈ શકે છે. 2020માં, તે 8 મેચમાં હાર અને 6માં જીતી હતી. ચેન્નાઈની છેલ્લી મેચ 20 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સાથે થશે, જ્યાં ટીમ જીત સાથે સિઝનનો અંત લાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 39 તીર્થયાત્રીઓના મોત

Your email address will not be published.