પત્નીના બંધ મોબાઈલ નંબરના કારણે ચેતક કમાન્ડો કઈ રીતે છેતરાયા?

| Updated: June 26, 2021 6:57 pm

પત્નીના વર્ષોથી ઉપયોગમાં ન લેવાયેલા મોબાઈલ ફોનના કારણે ચેતક કમાન્ડો ફોર્સના એક એએસઆઈએ 69 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

ગાંધીનગરના સેક્ટર-30માં રહેતા એએસઆઈ સુજિત કુમાર જાનીને તાજેતરમાં મોબાઈલ ફોન પર મેસેજ મળ્યો કે તેમના અન્ય એક મોબાઈલ નંબર પરથી ઓનલાઈન ખરીદી કરવામાં આવી છે. સુજિત કુમારને આંચકો લાગ્યો કારણ કે આ મોબાઈલ નંબર તેમના પત્નીનો હતો જે છેલ્લા ચાર વર્ષથી બંધ હતો. સાઈબર અપરાધીઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.68,997ની ખરીદી કરી હતી.

ગાંધીનગર સાઇબર પોલીસ સ્ટેશનના સૂત્રોએ કહ્યું કે, “અમે ઓનલાઇન ખરીદી માટે ઉપયોગમાં લેવાયેલી ડિવાઈસના આઇપી લોગ એડ્રેસના આધારે કેસની તપાસ કરી રહ્યા છીએ.” જાનીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તેમણે તેમના પત્ની રૂપલના નામે ઇએમઆઇ કાર્ડ ખરીદ્યું હતું. કાર્ડની વેલિડિટી જાન્યુઆરી 2016થી જાન્યુઆરી 2026 સુધીની હતી.

એફઆઇઆરમાં જણાવાયું છે કે જાની અને તેમનો પરિવાર ઘરવપરાશની ચીજો ખરીદવા ઇએમઆઇ કાર્ડનો ઉપયોગ કરે છે. સાઈબર સેલના અધિકારીએ કહ્યું કે જાનીના સેલેરી એકાઉન્ટ સાથે ઇએમઆઈ કાર્ડ લિંક કરાયું હતું. આ કાર્ડ જાનીની પત્નીના મોબાઈલ નંબર સાથે રજિસ્ટર્ડ હતું. જોકે, 2018થી આ મોબાઈલ નંબર ઉપયોગમાં નથી.

એફઆઇઆરમાં જણાવાયું છે કે જાનીએ ઓનલાઈન ખરીદી કરી ન હોવાથી ઇએમઆઈ કાર્ડ પ્રોવાઈડરની ઓફિસે ગયા હતા. ત્યાં તેમને જાણવા મળ્યું કે પત્નીના મોબાઈલ નંબરના આધારે ખરીદી કરાઈ હતી.

Your email address will not be published.