રાજયમાં કોરોના પર કાબૂ મેળવવા મુખ્ય સચિવે એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યા

| Updated: January 5, 2022 6:00 pm

રાજયમાં છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જુરુરી લાગશે તેવા પગલા લેવામાં આવશે તે વિષય પર ચર્ચાઓ કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લા કલેકટરો પણ જોડાયા હતા. કોરોનાની પરિસ્થિતિ જોતા સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

રાજયમાં કોરોના વાયરસના કેસને કબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગને સંભવિત વિસ્તારોમાંથી કોરોનાના કેસ શોધવા માટેની સૂચના આપવામાં આવી છે અને કોરોના સંક્રમિતોને શોધવા માટે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. મુખ્ય સચિવએ ધન્વંતરી રથ અને સંજીવની રથના રોજ-બરોજ મોનીટરીંગ કરીને કેસો પર ધ્યાન રાખવા સૂચના આપી હોસ્પિટલોમાં જિલ્લાઓ દ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યુ હતું.તેમણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જે કેસો આવી રહ્યા છે તેના પરથી દૈનિક મોનીટરીંગ કરીને આવનાર દિવસોમાં સંભવત કેસો વધે તો તે અંગે ઝીરો કેઝ્યુલીટી માટે કેવી તૈયારીઓ રાખવી અને શું આયોજન કરવું તે અંગે સવિસ્તૃત માહિતી પૂરી પાડીને તમામને આ અંગે જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનરઓએ સહભાગી થઇ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

અમદાવાદમાં વધી રહેલા કેસને ધ્યનામાં રાખી ફ્લાવર શો રદ્દ કરવા માટે ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ ગુજરાત હાઇકોર્ટ પીટીશન દાખ કરી છે. તેઓએ જણાવ્યું કે ફ્લાવર શો ના કારણે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધવાની પુરેપુરી શક્યતા છે.

Your email address will not be published.