અમેરિકાના જનરલે જણાવ્યું કે, ભારત સાથેની ચીનની સરહદ પરના તમામ ક્ષેત્રોમાં વેસ્ટર્ન થિયેટર કમાન્ડ હેઠળ ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરી રહ્યું છે તે ચિંતાજનક છે.
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી પેસિફિકના કમાન્ડિંગ જનરલ, ચાર્લ્સ એ ફિલન હાલમાં ભારત આવ્યા છે, તેઓએ દિલ્હીમાં પત્રકરો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં હેઠળ જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે તે ચિંતાજનક છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખના મડાગાંઠને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું, વાટાઘાટો ચાલી રહી છે ,તે મદદરૂપ છે, પરંતુ તેઓનું આ કપટી વલણ અત્યંત ચિંતાજનક છે, અને તેમના આવા વલણ પર બધાને ચિંતા થવી જોઈએ , જે થઈ પણ રહી છે.
જનરલ ફ્લિને ભારતને મજબૂત સહયોગી ગણાવ્યું અને કહ્યું કે અમેરિકા ભારત સાથે વિવિધ રીતે કામ કરવા ઇચ્છુક છે. તેમણે જણાવ્યું હતું કે, “આ અસ્થિર પ્રવૃત્તિઓના પ્રતિકાર તરીકે, પ્રદેશમાં સંબંધોને મજબૂત કરવાની અમારી ક્ષમતા અને તેમની જમીન, સંસાધનોની સુરક્ષા, મુક્ત અને ખુલ્લા ભારત માટે સાથી, ભાગીદારો અને સમાન વિચારધારા ધરાવતા દેશોના નેટવર્કને મજબૂત બનાવવું. ઇન્ડો- પેસિફિક સાથે ચીનના કેટલાક બળજબરીભર્યા અને ભ્રષ્ટાચારી વર્તણૂક સામે પ્રતિકૂળ તરીકે સાથે મળીને કામ કરવા લાયક છે.
વધુમાં, જનરલ ફ્લિને જાહેરાત કરી હતી કે, બંને દેશો લશ્કરી ક્ષમતાઓને વધારવા માટે સંયુક્ત કવાયતનું આયોજન કરી રહ્યા છે. આવી જ એક કવાયત યુદ્ધ અભ્યાસ છે જે ભારતમાં ઓક્ટોબરમાં 9,000-10,000 ફૂટની ઉંચાઈવાળા વિસ્તારમાં યોજાશે.
આ પણ વાંચો: જાડેજા દંપતીએ અનોખી રીતે ઉજવ્યો પુત્રીનો જન્મદિવસ