વેક્સિન લો હોસ્પિટલથી બચો: સંક્રમિતોની સંખ્યા વધારે છતા હોસ્પિટલો ખાલી

| Updated: January 8, 2022 6:09 pm

રાજયમાં કોરોના કેસોના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આ આંકડાઓની સાથે એક રાહતની વાત સામે આવી છે. રસીની અસર થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે કેમકે મોટા ભાગની હોસ્પિટલોનાં 95 ટકા બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.

કાલના આંકડાની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના આંકડા 5000થી પણ વધુ નોંધાયા હતા.અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો 2 હજારથી પણ વધુ નોંધાયા છે.મોટા ભાગની હોસ્પિટલોનાં 95 ટકા બેડ ખાલી પડ્યાં છે.અને તેની સાથે જો કોરોના એ લોકોમાં સામાન્ય લક્ષણ જોવા મળે છે.આ વાત રાહતની કહી શકાય.કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારે પોતાના સભ્ચોને ગુમાવ્યા હતા.ત્રીજી લહેર એટલી ધાતકી સ્વરૂપે ના આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

બીજી લહેરમાં અનકે અસુવિધાનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો હતો.આ સાથે સારી વાતએ જાણવા મળી છે કે કોરોના હોવા છતા હોસ્પિટલમાં 95ટકા બેડ ખાલી જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં કેસોનો રાફડો ફાટ્યો છે. જો કે અમદાવાદમાં માત્ર 2 દર્દી જ વેન્ટિલેટર પર છે.અને 24 દર્દી HDU,2 દર્દી ICU માં છે.અને 11 જેવી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.રસીના કારણે લોકોને રાહત મળી હોય તેવું જોવા મળી રહ્યું છે.વધુમાં વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે.જેના કારણે રસી અસર કરી રહી હોય તેવું લાગે છે.કોરોના થયા પછી મોતના આંકડામાં વધારો જોવા મળી રહ્યો નથી.જેના કારણે એવું લાગે છે કે રસી આપી રહી છે રક્ષણ

Your email address will not be published.