ભરુચ જિલ્લામાં વાતાવરણમાં પલટો, 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

| Updated: May 22, 2022 3:48 pm

રાજયમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ (Climate change in Bharuch district) જોવા મળ્યું છે. ત્યારે ભરુચ જિલ્લામાં વાતાવરણ પલટાયું અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજ્યમાં આગ ઝરતી અસહ્ય ગરમીના પ્રકોપ અને તડકાથી લોકો એક તરફ ત્રસ્ત થઈ ગયા છે ત્યાં બીજી તરફ આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન અને રેતની ડમરીઓ ઉડવા લાગી હતી.જોકે આછા વાદળછાયા વાતાવરણથી ખેડૂતવર્ગ ચિંતામાં મુકાઈ ગયો હતો.વાતાવરણમાં બદલાવ આવતા ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.જોરદાર પવન સાથે ઉડતી રેતની ડમરીઓથી વિઝીલીબિટી ઓછી થઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પવન સાથે ઉડતી રેતની ડમરીઓથી વાતાવરણ ધૂંધળું બની ગયું હતું.

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં પલટો, વરસાદના આગમનની ઘડીઓ ગણવાનુ શરૂ કરી દો

આગામી 25 મે થી દક્ષિણ ગુજરાતમાં વરસાદની (Climate change in Bharuch district) આગાહી આપી છે. તો બીજી બાજુ હાલ લગ્નગાાળો ચાલી રહ્યો છે. વરસાદની આગાહીને લઈ લગ્ન પ્રસંગ રાખનાર પરિવારમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. આ પહેલા રાજયમાં કાળઝાળ ગરમીથી લોકો ભારે પરેશાન હતા.

ચોમાસાની આગાહીને લઈ હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

Your email address will not be published.