ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ, ખેડૂતો માથે ચિંતાના વાદળો છવાયા

| Updated: April 20, 2022 2:45 pm

હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી કે ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને આ આગાહી મૂજબ આજે વરસાદ પડી રહ્યો છે જુનાગઢ અમરેલીના અનેક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતુ અને ગીરના અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

વરસાદની આગાહી મળતાની સાથે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ભર ઉનાળે વરસાદી ઝાપટા આવવાના કારણે ખેડૂતોના પાકમાં નુકશાની થવાની ભીંતી સેવાઇ રહી છે તેના કારણે અનેક ખેડૂતો ચિંતામા છે.વરસાદના પગલે રાજકોટ યાર્ડમાં નવી આવકો બંધ કરવામાં આવી છે.

ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન જોવા મળી રહી છે અને તેની સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી પણ આપવામાં આવી છે

આ પણ વાંચો-PM ગુજરાતમાં: મોદી ગાંધીનગરમાં આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું

ગડોદર, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ (weather)જોવા મળી રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ (weather)છવાયુ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આજે વહેલી સવારથી જૂનાગઢ, રાજકોટ, જેતપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયુ છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં (weather)પલટો જોવા મળી રહ્યો છે અને પવન ફુંકાઇ રહ્યો છે.ત્રણ દિવસ માવઠાની આગાહી વચ્ચે આજે ધણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.આ સાથે કેરીના પાકને પણ નુકશાન થવાની ભિંતી જેવા મળી રહી છે.

જેતપુરના વાતાવરણમાં(weather) પલટો જોવા મળી રહ્યો છે તેની સાથે રાજકોટમાં પણ વાતાવરણાં ફેકફાર જોવા મળી રહ્યો છો.

જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ(weather) જોવા મળી રહ્યું છે અને આ સાથે વરસાદી છાંટા પણ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે હવે ખેડૂતો મૂજાયા છે.

Your email address will not be published.