કેનેડાની ફાઇનાન્સિયલ અને ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનું આમંત્રણ

| Updated: June 23, 2022 3:31 pm

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેનેડાની ફાઇનાન્સિયલ અને ફિનટેક કંપનીઓને ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. તેમણે તેમને ગિફ્ટ સિટીની વિશ્વસ્તરીય સગવડોનો ફાયદો મળશે તેમ પણ કહ્યુ હતુ. તાજેતરમાં કેનેડાના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ દિરાહ ડિડરાહ કેલીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્યસભર મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમણે આ વાત જણાવી હતું.

કેનેડા અને ભારત તથા તેમા પણ ખાસ કરીને ગુજરાત સાથેના ઉષ્માપૂર્વકના સંબંધો છે. બંને વચ્ચે શિક્ષણ, ઔદ્યોગિક રોકાણો, ગ્રીન એન્વાયર્નમેન્ટ અને ક્લીનટેક જેવા વિષયમાં સહભાગીતાની તકો અંગે સંવાદ કર્યો હતો. ભુપેન્દ્રભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ભારતનો ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી ગેટ-વે છે. વિશ્વસ્તરીય સગવડો ધરાવતા ગિફ્ટ સિટીમાં કેનેડાની નાણાસંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને કેનેડિયન પેન્શન ફંડ્સ માટે વિશાળ તકો રહેલી છે. કેનેડાની આ સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં તેમની ઓફિસ ખોલે તેમને અપેક્ષા કરતા પણ વધારે સારો ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું.

કેનેડાની કંપનીઓને ગ્રીન મોબિલિટી, ક્લિન એનર્જી, સોલર, વિન્ડ, ગ્રીડ ઇન્ટિગ્રેશન અને ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી વગેરેમાં સંશોધન માટે ગુજરાતમાં રોકાણની તકોનો ફાયદો ઉઠાવવા મુખ્યમંતરીએ સૂચન કર્યુ હતું. કેનેડાના ઉદ્યોગોની વેસ્ટ વોટર મેનેજમેન્ટ ટેકનોલોજી, ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં રિસાઇકલ્ડ વોટર પ્રોજેક્ટની જાણકારી પણ આપી હતી.

કોન્સ્યુલેટ જનરલ કેલીએ જણાવ્યું હતું કે કેનેડાએ ઓટોમોટિવ, ક્લીન ટેક, રીન્યુએબલ એનર્જી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇફ સાયન્સીઝ જેવા સેક્ટર્સમાં બહુવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને અમદાવાદમાં એક ટ્રેડ કમિશ્નર ઓફિસ શરૂ કરી છે. તેની સાથે દર વર્ષે ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવે છે તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. તેની સાથે કેનેડાના અર્થતંત્રમાં ભારતીયોના અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું. કેનેડાની યુનિવર્સિટીઓમાં ભારતમાંથી સૌથી વધારે ભણવા જતા હોય તો તે ગુજરાતના વિદ્યાર્થીઓ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલા આ પ્રસંગે સુશ્રી કેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ભેટ આપી હતી. તેની સાથે વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવાનું પણ આમંત્રણ આપ્યું હતું. તેમણે પણ મુખ્યમંત્રીની રોકાણની અપીલ પર હકારાત્મક પ્રતિસાદ આપતા વિચારણા કરવા જણાવ્યું હતું.

Your email address will not be published.