મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છ ખાતે BSF જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે

| Updated: November 2, 2021 4:12 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બુધવારે ધોરડો-કચ્છ ખાતે બીએસએફના જવાનો સાથે ‘દિવાળી પર્વ’ મનાવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશની સીમા પર જવાનો સાથે દર વર્ષે દિપાવલી પર્વ મનાવીને જવાનો અને તેમના પરિવારોનો જુસ્સો વધારી રહ્યાં છે. આ પરંપરાને આગળ વધારતાં ભૂપેન્દ્રભાઈ પણ ગુજરાતના બોર્ડર જિલ્લા એવા કચ્છમાં ફરજ બજાવતાં જવાનોને બિરદાવવા તેમની સાથે દિવાળી પર્વ ઉજવશે.

ગુજરાત પોલીસ અને રમત-ગમત, યુવા- સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે ૦૩  નવેમ્બરે સાંજે 4 થી 6 કલાક દરમિયાન “ભારતના ત્રિરંગાની“ થીમ ઉપર દેશની સરહદો અને આંતરિક સુરક્ષા કરનાર BSF, આર્મી, નેવી, ભારતીય તટરક્ષક દળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે, જેમાં સ્થાનિક નાગરિકો પણ સહભાગી થશે.

તેમણે દાવો કર્યો કે પોલીસના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાજ્યક્ક્ષાની કમિટીની રચના કરવામાં આવી છે. પોલીસના જવાનો સાથે જિલ્લાસ્તરે કમિટી દ્વારા સંવાદ કરીને તેમના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Your email address will not be published.