બનાસકાંઠાનું કરમાવત તળાવ ભરવા માટે મુખ્યમંત્રીએ વિધેયાત્મક અભિગમ દાખવ્યો

| Updated: May 25, 2022 8:22 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગે તળાવ ભરવા માટે વિધેયાત્મક અભિગમ દાખવ્યો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી જીતુ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ અને રાજ્ય મંત્રી કિર્તિસિંહ, ગજેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાનું આ કરમાવત તળાવ ભરવા અંગે જિલ્લાના ગ્રામીણ પ્રજાજનોની રજૂઆત સંદર્ભમાં સાંસદ પરબત પટેલ, દિનેશ અનાવાડિયા, ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ મંત્રી હરિ ચૌધરી, બનાસડેરીના સવશીભાઇ, જિલ્લા કિસાન મોરચાના મેઘરાજભાઇ, તાલુકા પ્રમુખ મોતીભાઇ, કેશાજી ચૌહાણ તેમજ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી અને પદાધિકારી તથા અગ્રણીઓએ મુખ્યમંત્રી અને વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે વિશદ ચર્ચા-પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રીએ આ તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ અને સચિવોને સૂચના આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.

Your email address will not be published.