શિવસેના અને હિંદુત્વ એક જ સિક્કાના બે બાજુ: CM ઉદ્ધવ ઠાકરે

| Updated: June 22, 2022 6:00 pm

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો વધતો જ જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ ફેસબુક માધ્યમથી લાઈવ આવી મહારાષ્ટ્રની જનતાને સંબોધી હતી. તેઓએ જણાવ્યું કે, જ્યારે દેશમાં કોરોનાનો પ્રકોપ વધ્યો ત્યારે કોઈને ખબર ન હતી કે આ વાયરસ સામે કેવી રીતે લડવું, તેમ છતાં અમે કોવિડ સામે લડ્યા હતા. અમે કોવિડ સાથે કામ કરતા ટોચના 5 મુખ્ય પ્રધાનોમાં સામેલ પણ થયા હતા. શિવસેનાને કોણ ચલાવી રહ્યું છે તે અંગે અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિવસેના ક્યારેય હિન્દુત્વથી અલગ થઈ નથી.

ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને સપષ્ટ વાત કરવાની અપીલ પણ કરી હતી અને કહ્યું કે પક્ષના ધારાસભ્યો સામે આવીને કહેશે તો હું રાજીનામું આપી દઈશ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે કોંગ્રેસ અને એનસીપી એકવાર કહે કે તે મને સીએમ જોવા માંગતા નથી, તો હું માની શકું. આજે સવારે કમલનાથ અને શરદ પવાર કોલ કર્યો અને કહ્યું કે તેમને મારા પર વિશ્વાસ છે. પરંતુ હવે હું શું કરુ? જ્યારે કોઈ અમારૂ તેમ કહે કે મને સીએમ પદે જોવા માંગતા નથી. જો કોઈ એક ધારાસભ્ય મને સામે કહે કે મને સીએમ પદે જોવા માંગતા નથી. તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. પરંતુ તેને સુરત જવાની શું જરૂર હતી. એક તરફ તે કહેતા હતા કે શિવસેના સામે ગદ્દારી કરતા નથી અને બીજી તરફ આ કરવું યોગ્ય નથી.

શિવસેના હિન્દુત્વ વગર ન રહી શકે. હું હોસ્પિટલથી સતત કામ કરતો રહ્યો. 2014 બાદ નવી શિવસેનાએ ચૂંટણી જીતી હતી. જનતાની મદદથી મને મુખ્યમંત્રી બનવાની તક મળી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જે રીતે કોરોનાનું સંકટ આવ્યું હતું, ત્યારે મારી પાસે વધુ અનુભવ નહોતો. ત્યારે જે પણ સર્વે આવી રહ્યાં હતા, તેમાં દેશના ટોપ-5 મુખ્યમંત્રીઓમાં રહેવાના આશીર્વાદ મને મળ્યા હતા. પરંતુ હું આજે કોરોના નહીં બીજો મુદ્દો લઈને આવ્યો છું. ઠાકરેએ કહ્યુ કે, પાછલા દિવસોમાં અમે રામ મંદિરનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન એકનાથ શિંદે અમારી સાથે હતા. બાલાસાહેબ ઠાકરેના મૃત્યુબાદ અમે 2014ની ચૂંટણી પોતાના દમ પર લડી અને હિન્દુત્વના મુદ્દા પર સફળતા હાસિલ કરી હતી. શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાના બે પાસા છે.

Your email address will not be published.