આજના દિવસે સુભાષ ચંદ્ર બોઝ તેમજ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ છે અને સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે આઠ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિવસૈનિકો સાથે વાતચીત કરશે તેવી માહિતી મળી રહી છે.
છેલ્લા ધણા મહિનાઓથી મુખ્યમંત્રીની નાદુરસ્ત તબિયતના કારણે વિપક્ષ સતત પ્રહારો કરી રહી છે અને તેને લઇને સીએમ ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને વિપક્ષના સતત ટોણા મારવામાં આવી રહ્યા છે અને તેને લઇને અનેક લોકો રાહ જોઇ રહ્યા છે કે આજના દિવસના તેઓ શુ બોલશે આજે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ બરોબર છે. વિપક્ષે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી તેમ સંજય રાઉત દ્વારા જણાવવામાં આવ્યું છે.
બાળાસાહેબ ઠાકરે અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને હાથ જોડીને અભિવાદન કરવાની મુદ્રામાં સીએમ ઉદ્ધવ ઠાકરેની તસવીર જોવા મળી છે અને તેની સાથે જો વાત આવી છે.આ તસ્વીરમાં ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે સ્વસ્થ જોવા મળી રહ્યા છે.સંજય રાઉતે કહ્યું કે તે ટૂંક સમયમાં એક્શન મોડમાં જોવા મળશે અને તેની સાથે . વિપક્ષનું ફુલ ટાઈમ કામ જ આલોચના કરવાનું છે. તેમના પર અમારે ધ્યાન આપવાની કોઈ જરૂર નથી તેમણે તેવું પણ કહેવામાં આવ્યું હતું.
આદિત્ય ઠાકરેએ તેમના બાળપણની તસવીર પોસ્ટ કરી તેમને યાદ કરવામાં આવ્યા છે અને આ પોસ્ટમાં તે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે અને તેની પાછળ બાળાસાહેબ ઠાકરે ઉભા છે. તેમના દ્વારા શેર કરેલી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને બાળાસાહેબ ઠાકરેને કર્યા છે અને તેની સાથે ધણા બધા નેતાઓ દ્વારા ટિવટ કરી માહિતી આપવામાં આવી છે અને મોદી દ્વારા જે ટીવીટ કરવામાં આવી છે તેમાં તેઓ જણાવે છે કે , હું શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને હંમેશા એક ઉત્કૃષ્ટ નેતા તરીકે યાદ કરવામાં આવશે જે લોકોના હેતુ માટે ઉભા હતા.