સીએમના OSD એમ. ડી. મોડિયા નો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો 

| Updated: May 2, 2022 5:09 pm

2006 ની બેચના આઇએએસ ઓફિસર એમ.ડિ. મોડિયાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ માનવામાં આવે છે. તેમની સરકાર બનતાજ એમ. ડી. મોડિયાને સીએમોમાં (CMO) નિયુક્ત કરવામાં આવ્યા હતા.  તેઓને CMનાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટિ (OSD) તરીકે નિયુક્ત કરાયા હતા.ઉલ્લેખનીય છે કે એમ. ડી.  મોડિયા ગત 30મી તરીખે વય  મર્યાદા ને લીધે નિવૃત્ત થયા હતા. જો કે, સરકારે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે.

મોડિયા 2019માં ભરૂચમાં કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. તેમણે કલેક્ટર તરીકે જિલ્લા કક્ષાએ રાજ્ય સરકારના પ્રતિનિધિ હોવાને કારણે સૌથી મહત્વપૂર્ણ ફરજો નિભાવી છે અને જિલ્લાના મુખ્ય સહ-સંયોજકની ભૂમિકા પણ ભજવી છે.

ગુજરાત સરકારે મોડીયાને વધુ એક વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા છે, જેથી તે સીએમોમાં (CMO) વધુ  એક વર્ષની સેવા  આપી શકશે. 

આ પણ વાંચો: ઇમરાન ખાને મોસ્કોની મુલાકાતની કિંમત ચૂકવવી પડી છેઃ રશિયા

Your email address will not be published.