ગુજરાતમાં વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની ખાદ્ય ચીજોના ભાવ આસમાને છે. લોકો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. દરમિયાન ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં 14મી એપ્રિલની મધરાતથી ગુજરાત ગેસ CNGના ભાવમાં વધારો થશે.
ગુજરાત ગેસે આજે એક અખબારી યાદીમાં ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, 14 એપ્રિલની મધ્યરાત્રિથી CNGના ભાવમાં 2.58 રૂપિયાનો વધારો થશે. કિંમતોમાં વધારા બાદ CNGની કિંમત 79.56 રૂપિયા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, CNG ગેસની કિંમત 76.98 રૂપિયા હતી. થોડા દિવસ પહેલા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
5મી એપ્રિલે જ ગુજરાત ગેસ કંપનીએ રૂ.6.45 નો ભાવ વધારો કર્યો હતો.
6.45 રૂપિયાના વધારા સાથે વાહનચાલકોને પ્રતિ કિલો ગેસના 76.98 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં મોટા આઈસર જેવા ઓટો રિક્ષા, કાર, પીકઅપ વાન અને ટ્રકમાં પણ સીએનજી ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે.