કો-વેક્સીન અને કોવિશિલ્ડ હવે દવાની દુકાને પણ મળી શકશે

| Updated: January 27, 2022 4:51 pm

Covaxin Covishield કોરોનાની વેકસીન કો-વેક્સીન અને કોવિશિલ્ડ હવે સામાન્ય દવાની જેમ પણ મળી શકશે. ડ્રંગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ જાહેરમાં વેચાણની મંજુરી આપી દીધી છે. આ માહિતી આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ ટ્ટીટ કરીને આપી છે.

આ અંગેની વિગતો એવી છે કે ભારતમાં કોરોનાની વેકસીન કો-વેકસીન અને કોવિશિલ્ડ વેકસીન સરકાર દ્રારા આપવામાં આવે છે, અત્યાર સુધી કરોડો લોકોને આ Covaxin Covishield વેકસીનના બંન્ને ડોઝ અપાઇ ચુકયા છે. જો કે હવે ડ્રંગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ આ બંન્ને વેકસીનને જાહેરમાં વેચાણ માટેની મંજુરી આપી દીધી છે, શરતી મંજુરી મુજબ માત્ર ઇમરજન્સીમાં વયસ્ક Covaxin Covishield લોકોને જ આ રીતે વેકસીન આપી શકાશે.

આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ આજે બપોરના સમયે ટ્ટીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કરેલા ટ્ટીટ મુજબ ડ્રંગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ કોવીશિલ્ડ અને કો-વેકસીનને Covaxin Covishield લઇ મંજુરી અપગ્રેડ કરી છે. ઇમરજન્સીમાં નોર્મલ રીતે આ બંન્ને વેકસીન સામાન્ય દવાની જેમ મળી રહેશે, માત્ર વયસ્ક લોકોને જ આ વેકસીન ઇમરજન્સીમાં આપી શકાશે તેઓ ઉલ્લેખ પણ તેમણે કર્યો છે, Covaxin Covishield આ ઉપરાંત સરકારી રસીકરણ કાર્યક્રમને કોઇ જ અસર ન થાય તે રીતે આ વેકસીન આપી શકાશે.

આ સમાચાર પણ વાંચો – 1લી મેના દિવસે ભવ્ય વાયબ્રન્ટ સમિટ યોજવાની તૈયારીમાં સરકાર

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં ગઇકાલે કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા હતા. જયારે રાજયમાં કોરોનાના કારણે 21 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં કોરોનાના 5248 કેસ નોંધાયા હતા. અને રાજ્યમાં 20,829 દર્દી સાજા થયા હતા.

કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ તેજ ગતિથી ચાલી રહી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 163 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 59 લાખ 50 હજાર 731 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં રસીના 163 કરોડ 58 લાખ 44 હજાર 536 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મંગળવારે નોંધાયેલા Covaxin Covishield કોરોનાના કેસની વાત કરીએ તો 2 લાખ 55 હજાર 874 કોરોનાના નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 2.67 લાખ લોકો સાજા થયા, જ્યારે 614 લોકો મૃત્યુ પામ્યા છે. સોમવારની સરખામણીએ નવા કેસમાં લગભગ 53 હજારનો ઘટાડો નોંધાયો હતો.

Your email address will not be published.