કોલસાની અછતના અહેવાલો વચ્ચે ગુજરાત સરકાર ટાટા પાસેથી વીજળી ખરીદશે

| Updated: October 14, 2021 9:54 am

અદાણીના મુન્દ્રા પ્લાન્ટ અને એસ્સાર પાવરના સલાયા પ્લાન્ટ દ્વારા રાજ્યને વીજ પુરવઠો અપાવાનું બંધ થયા બાદ, ગુજરાત સરકારને ટાટાના મુન્દ્રા પ્લાન્ટમાંથી વીજ ખરીદીના કરારમાં ઉલ્લેખિત રૂ .2.26 ચલ ખર્ચ કરતા વધારે, 4.5 રૂપિયા પ્રતિ યુનિટ વીજળી ખરીદવાની ફરજ પડી છે.

નજીકના ભવિષ્યમાં જ વીજળીના પુરવઠાને અસર કરી શકે એવા, દેશમાંના કોલસાના જથ્થાના તોળાઈ રહેલા સંકટના સમાચારો કે જેને ટોચના કેન્દ્રીય પ્રધાનોએ પણ નકારી કાઢવાનો આયાસ કરવો પડ્યો છે વચ્ચે જાણવા મળે છે કે રાજ્યમાં તેમના પ્લાન્ટમાં બળતણ તરીકે વપરાતા આયાતી ઈન્ડોનેશિયન કોલસાના ભાવ બમણા થયા પછી અદાણી અને એસ્સાર પાવરે પ્લાન્ટમાં કામગીરીમાં રોક લગાવી છે.

ટાટા પાસેથી ખરીદવાના નિર્ણયથી પાવર એક્સચેન્જોમાંથી દરરોજ 4000-5000 મેગાવોટ વીજળી ખરીદવાનો બોજો ઓછો થવાની ધારણા છે.

દિવાળી પહેલા રાજ્યમાં વીજળીની અછત સર્જાશે તેવી આશંકાને દૂર કરતા ઉર્જા મંત્રી કનુ દેસાઈ એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે હવે કચ્છમાં ટાટા પાવરના મુન્દ્રા પ્લાન્ટમાંથી 1800 મેગાવોટ વીજળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ગુજરાતને દરરોજ 150 કરોડ રૂપિયાની સ્પોટ વીજળી ખરીદવાની ફરજ પડે છે.

ઉર્જા નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્ય સરકારનો વીજળી ખરીદવા માટે દૈનિક ખર્ચ રૂ. 150 કરોડથી રૂ 85 કરોડ.પર આવી જશે.

Your email address will not be published. Required fields are marked *