પ્રતિબંધિત નશાકારક કોડીન સીરપની 95 બોટલ સાથે યુવાન પકડાયો

| Updated: July 16, 2021 6:54 pm

સામાન્ય રીતે કફ સીરપનો ઉપયોગ ઘણા યુવાનો નશા માટે ઉપયોગ કરતાં હોય છે. ગુજરાત સરકાર દ્વારા પ્રિસ્કીપ્શન વગર નશો થતો હોય તેવી દવાઓ અને કફ સીરપ આપવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે ત્યારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મહિયારી ગામેથી કોડીન ફોસ્ફેટ સીરપનો ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 14 જુલાઈ,2021ના રોજ એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી અને તેના આધારે પ્રિસ્ક્રીપ્શન વગર કોડીન કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં રઘુવીર નટુભાઈ ચૌહાણ કે જેઓની ઉમર 20 વર્ષ છે. તેમના ઘરમાંથી પૂંઠાના બોક્ષમાંથી 95 જેટલી બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસ દ્વારા દવાના વેચાણ અંગે પુરાવા અને લાયસન્સ ન મળી આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 95 કોડીન કફ સીરપ કે જેની મુદ્દામાલ કિંમત 11,465 રૂપિયા થાય છે તે જપ્ત કરવામાં આવી હતી.

રઘુવીર ચૌહાણ પર એલસીબી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી પ્રાથમિક તપાસ માટે એફએસએલને પણ મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Your email address will not be published.