ગુજરાતમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી: હવામાન વિભાગ

| Updated: January 15, 2022 6:41 pm

રાજયમાં દિવસે દિવસે ઠંડીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી આપી છે. જેમાં આગામી 24 કલાકમાં કોલ્ડવેવ રહેશે. ગાંધીનગર 9.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. અમદાવાદ 10.5 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 24 કલાક કોલ્ડ વેવની યથાવત રહેશે.ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં શીતલહેરની અસર જોવા મળશે. આગામી 2 દિવસ રાજ્યભરમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે રાજકોટ, સુરેંદ્રનગર અને ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પારો 9.7 ડગ્રી સુધી ગગડ્યો હતો.

કોલ્ડવેવને પગલે અમદાવાદ , ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. કચ્છના નલિયામાં 3.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ભુજમાં 9.8, અંજારમાં 8.6 અને કંડલાનું તાપમાન નોંધાયું 11.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. માઉન્ટ આબુમાં માઈનસ પાંચ ડિગ્રીમાં લોકો ઠુંઠવાયા હતા. સાત વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઇ હતી. સતત પાંચ દિવસથી માઈનસ 5 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે.

Your email address will not be published.