રાજકોટમાં કોલેજીયન યુવકે સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

| Updated: June 6, 2022 2:52 pm

રાજકોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોસ્ટેલમાં રહેતા યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. પોલીસે દ્વારા હાલ આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે અભ્યાસને કારણે ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, તુષાર કોલેજમાં પોતાના અભ્યાસની સાથે રાજકોટ કાલાવાડ રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્થામાં સેવા તરીકે કામ કરતો હતો. ગત તારીખ 2 જૂનના રોજ મોડી રાત્રે તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. આ અંગે જાણ થતા હાજર લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયા તેણીની સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અંગે પોલીસે મૃતકના મિત્રોની પુછપરછ હાથ ધરી છે. મિત્રો દ્વારા જાણવા મળ્યું કે, તુષાર ખરેખર ક્યો અભ્યાસ કરવો તેની મૂંઝવણમાં રહેતો હતો. ઘણીવાર તે UPSC, GPSCની તૈયારી કરવાની તો ઘણી વખત તે BCA કરવાની વાત કરતો હતો. આ રીતે તે ક્યો અભ્યાસ કરવો તે નક્કી કરી શકતો નહોતો. પરિણામે તેણે અભ્યાસને કારણે ડિપ્રેશનમાં આવી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. તેણે જ્યારે પગલું ભર્યું ત્યારથી જ બેભાન હોવાથી પોલીસ તેનું નિવેદન લઈ શકી નહોતી. પોલીસ દ્વારા હાલ આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published.